AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tokyo Olympics 2020: નીરજ ચોપરા અને ભારતીય હોકી ટીમ આજે ભારત પહોંચશે, સ્વાગત માટે શાનદાર તૈયારી

નીરજ ચોપરા અને ભારતીય હોકી ટીમે ટોક્યો ઓલિમ્પિકમાં ઈતિહાસ રચવામાં સફળ રહ્યા છે. નીરજ ચોપરા અને હોકી ટીમ ભારતમાં આવવાની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે.

Tokyo Olympics 2020: નીરજ ચોપરા અને ભારતીય હોકી ટીમ આજે ભારત પહોંચશે, સ્વાગત માટે શાનદાર તૈયારી
નીરજ ચોપરા અને ભારતીય હોકી ટીમ આજે ભારત પહોંચશે
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2021 | 2:37 PM
Share

Tokyo Olympics 2020: ટોક્યો ઓલિમ્પિકમાં નીરજ ચોપરાએ ઈતિહાસ રચ્યો છે. એથલેટિક્સમાં ભારત માટે પ્રથમ ઓલિમ્પિક મેડલ જીતનાર નીરજ ચોપરા (neeraj chopra)આજે સાંજે 5 કલાકે ભારત પરત ફરી રહ્યો છે. બ્રોન્ઝ મેડલ જીતનારી ભારતીય હોકી ટીમ પણ આજે ભારત પરત ફરી રહી છે. એરપોર્ટ પર નીરજ ચોપરા અને ભારતીય હોકી ટીમનું ભવ્ય સ્વાગત જોવા મળી શકે છે.

નીરજ ચોપરા (neeraj chopra)એ જૈવલિન થ્રોમાં ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચ્યો છે. નીરજ ચોપરા પહેલા કોઈએ ભારતીય એથલેટિક્સમાં મેડલ જીત્યો નથી. ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનારો નીરજ ચોપરા ભારતનો બીજો ખેલાડી છે.

ભારતીય હોકી ટીમે પણ ઓલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. જર્મની જેવી મજબુત ટીમને હરાવી ભારતીય પુરુષ હોકી ટીમ બ્રોન્ઝ મેડલ પોતાને નામ કર્યો છે. 1980 બાદ ભારત પાસે પ્રથમ તક હતી. જ્યારે ભારતીય હોકી ટીમને ઓલિમ્પિક (Tokyo Olympics)માં કોઈ મેડલ જીત્યો હોય. ઓલિમ્પિકમાં મળેલો બ્રોન્ઝ મેડલ (Bronze medal)દેશમાં હોકીની લોકપ્રિયતા વધારવા માટે નિર્ણાયક સાબિત થયો છે.

નીરજ ચોપરા (neeraj chopra)અને ભારતીય હોકી ટીમને ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)માંથી ભારત પરત ફરતી વખતે સન્માનિત કરવામાં આવી શકે છે. કેન્દ્ર સરકાર તરફથી એલાન કરવામાં આવ્યું છે કે. 9 ઓગસ્ટના રોજ ઓલિમ્પિકમાં મેડલ જીતનાર ખેલાડીઓ માટે મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ (Major Dhyan Chand National Stadium)માં સન્માન સમારોહનું આયોજન કરવામાં આવશે.

કેન્દ્રીય રમતગમત પ્રધાન અનુરાગ ઠાકુરે (Anurag Thakur) કહ્યું હતુ કે, ઓલિમ્પિક (Olympics)માં મેડલ જીતનારા ખેલાડીઓ માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતુ. આસિવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi) વિડીયો કોન્ફરન્સ દ્વારા ઓલિમ્પિકમાં મેડલ જીતનારા ખેલાડીઓની સાથે જોડાશે.

આ પણ વાંચો : Javelin Throw : નીરજ ચોપરા જૈવલિન થ્રોમાં ઇતિહાસ રચવા માટે તૈયાર છે, શું તમે આ રમતના નિયમો જાણો છો?

આ પણ વાંચો : Mirabai Chanu : ટ્રક ચાલકો મીરાબાઈને મફતમાં લઈ જતા હતા ટ્રેનિંગ સેન્ટર, ટ્રક ડ્રાઈવરોનું કર્યું આ રીતે સન્માન

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">