IND vs ENG: કેએલ રાહુલ નિવેદનને લઈને બોલર જસપ્રિત બુમરાહ પર ભડક્યો, કહ્યુ ખબર નહી કેમ લોકો આમ કહે છે

ઝડપી બોલર જસપ્રિત બુમરાહે (Jasprit Bumrah) નોટિંગહામ ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે ભારત તરફથી સૌથી વધારે 9 વિકેટ ઝડપી હતી. તેણે ટીમને જીતની સ્થિતી સુધી લઇ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

IND vs ENG: કેએલ રાહુલ નિવેદનને લઈને બોલર જસપ્રિત બુમરાહ પર ભડક્યો, કહ્યુ ખબર નહી કેમ લોકો આમ કહે છે
Team India
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2021 | 3:26 PM

ઈંગ્લેન્ડ (England) પર વિજય મેળવવાની નજીક આવીને ટીમ ઇન્ડીયા (Team India) સફળતા મેળવવાથી ચુકી ગઇ છે. નોટિંગહામમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ભારતને વિજયની તક મળી હતી, જેને વરસાદે છીનવી લીધી હતી. મેચના પાંચમા અને અંતિમ દિવસે વરસાદને કારણે રમત રદ કરવી પડી હતી. આમ પ્રથમ ટેસ્ટ ડ્રોમાં સમાપ્ત થઈ હતી. આમ છતાં, આ ટેસ્ટ પ્રદર્શન માટે ભારત માટે સારુ રહ્યુ હતુ. જેમાં ઝડપી બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) પ્રભાવિત રહ્યો હતો અને ટીમને રાહત આપી હતી.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ (WTC Final) માં નિષ્ફળતા બાદ, બુમરાહના પ્રદર્શનને લઇ દરેક લોકો કહી રહ્યા છે કે, આ ફાસ્ટ બોલરે વાપસી કરી છે. પરંતુ ટીમના બેટ્સમેન કેએલ રાહુલ (KL Rahul) આવા નિવેદનોથી સહમત નથી.

બુમરાહે શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચના પ્રથમ દાવમાં 4 વિકેટ લીધી હતી, જ્યારે બીજા દાવમાં વધુ સારું પ્રદર્શન કરતા 5 વિકેટ લીધી હતી. 9 વિકેટ સાથે તે મેચમાં ભારતનો સૌથી સફળ બોલર સાબિત થયો. જો કે, દોઢ મહિના પહેલા સાઉથમ્પ્ટનમાં રમાયેલી ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં બુમરાહ સહેજે અસરકારક રહ્યો નહોતો. તે બંને ઇનિંગ્સમાં એક પણ વિકેટ પણ લઈ શક્યો ન હતો. ટીમ ઇન્ડિયાની હારમાં આ પણ એક કારણ મનાતુ હતુ. પરંતુ હવે બુમરાહે વાપસી કરી છે.

ભારતની આ વ્હિસ્કીની વિદેશમાં છે બોલબાલા, ટોચની બ્રાન્ડ્સને છોડી પાછળ
Shilajit Benefits : એક મહિના સુધી શિલાજીત ખાવાથી શું થાય ?
ઈન્કમ ટેક્સ ઈન્સ્પેક્ટર છે યુઝવેન્દ્ર ચહલ, પગાર અને કુલ નેટવર્થ જાણી ચોંકી જશો
અજાણતાં થયેલા પાપોથી કેવી રીતે મુક્તિ મેળવવી ? પ્રેમાનંદ મહારાજે કહી મોટી વાત
Relationship : પ્રેમ કરતા યુગલો અપનાવી રહ્યા છે નવો ચોંકાવનારો ટ્રેન્ડ, જાણો
પ્રેમાનંદ મહારાજે સમજાવ્યું કે વિરાટ કોહલી કેમ નિષ્ફળ જઈ રહ્યો છે

બુમરાહે હંમેશા પોતાની જાતને સાબિત કરી છે.

જો કે, ભારતીય ટીમ આવા કોઈપણ નિવેદન સાથે સહમત નથી. મેચ ડ્રોમાં સમાપ્ત થયા બાદ પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે પૂછવામાં આવ્યું કે, બુમરાહ ફોર્મમાં પરત ફર્યા બાદ તે કેવો અનુભવ કરી રહ્યો હતો. ત્યારે કેએલ રાહુલે આ અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું. તેણે કહ્યું, મને ખબર નથી કે, તમે કેમ કહી રહ્યા છો કે બુમરાહે વાપસી કરી છે. તેણે દરેક સમયે, દરેક મેચમાં, દરેક પરિસ્થિતિમાં પોતાની જાતને સાબિત કરી છે. તે અમારો નંબર વન બોલર છે. અમે ખુશ છીએ કે તે પ્રથમ ટેસ્ટ થી જે કરી રહ્યો છે તે અત્યારે પણ કરી રહ્યો છે.

ઝડપી બોલરોએ સાથે મળીને કરી દેખાડ્યુ

આ મેચમાં ભારત તરફ થી ઇંગ્લેન્ડની તમામ 20 વિકેટ ઝડપી બોલરોએ ઝડપી છે. ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં આવુ માત્ર બીજી વખત થયું છે. આ પહેલા 2018 માં પ્રથમ વખત, જોહાનિસબર્ગ ટેસ્ટમાં થયુ હતુ. આવી સ્થિતિમાં ટીમના બોલરો વખાણના હકદાર હતા, અને રાહુલે તેનો ઉલ્લેખ પણ કર્યો હતો. તેણે કહ્યું, “અમે પ્રથમ ઇનિંગ્સમાં જે રીતે બોલિંગ કરી હતી અને ટોસ હાર્યા બાદ, પ્રથમ બોલિંગ કરતી વખતે અમે જે શિસ્ત દર્શાવી હતી તે સકારાત્મક બાજુ છે.

એવું માનવામાં આવતું હતું કે ટોસ જીતનાર ટીમ ફાયદાની સ્થિતિમાં હશે અને અમે અત્યંત શિસ્ત સાથે બોલિંગ કરી હતી. જે રીતે મોહમ્મદ શમી અને બુમરાહે શરૂઆત કરી. અને શાર્દુલ (ઠાકુર) અને મોહમ્મદ સિરાજે જારી રાખ્યું, તે બધાએ સાથે મળીને કામ કર્યું અને યોગ્ય જગ્યાએ બોલિંગ કરી. જે રીતે તેઓ તેમની યોજના પર અડગ રહ્યા, તેનુ તેમને ઇનામ મળ્યુ.

આ પણ વાંચો: Cricket: ટીમ ઇન્ડીયાને વિશ્વકપ જીતાડનારી ટીમનો ખેલાડી આજે અઢીસો રુપિયાના રોજ પર મજૂરી કરવા મજબૂર છે

આ પણ વાંચો: Tokyo Olympics થી ઘરે પહોંચતા જ એથલેટ પર દુઃખનો પહાડ તૂટ્યો, માતા એ છુપાવી રાખી હતી આ વાત

ગુજરાતમાં ઉતરાયણના દિવસે કેવી રહેશે પવનની ગતિ, જાણો અંબાલાલ પાસેથી
ગુજરાતમાં ઉતરાયણના દિવસે કેવી રહેશે પવનની ગતિ, જાણો અંબાલાલ પાસેથી
પાલિતાણાના ધારાસભ્ય ભીખા બારૈયાનો અધિકારીને ધમકાવતો ઓડિયો વાયરલ
પાલિતાણાના ધારાસભ્ય ભીખા બારૈયાનો અધિકારીને ધમકાવતો ઓડિયો વાયરલ
ખ્યાતિકાંડ બાદ આયુષ્યમાન કાર્ડ કઢાવવામાં અરજદારોને દિવસે દેખાયા તારા
ખ્યાતિકાંડ બાદ આયુષ્યમાન કાર્ડ કઢાવવામાં અરજદારોને દિવસે દેખાયા તારા
ઉંધા માથે લટકી સુરતના બાળકે કર્યો આ કમાલ
ઉંધા માથે લટકી સુરતના બાળકે કર્યો આ કમાલ
"અમે ન ગમતા હોય તો પાકિસ્તાન મોકલી દો"- મફતલાલ પુરોહિત
પાયલ ગોટીને ન્યાય અપાવવા ધાનાણીના ધરણા, વેકરીયાનો નાર્કો કરવાની માગ
પાયલ ગોટીને ન્યાય અપાવવા ધાનાણીના ધરણા, વેકરીયાનો નાર્કો કરવાની માગ
કુબેરનગર પોલીસ ચોકી નજીક શખ્સે તોફાન મચાવ્યું
કુબેરનગર પોલીસ ચોકી નજીક શખ્સે તોફાન મચાવ્યું
અદાણી ગ્રુપ ઇસ્કોન સાથે મળીને ‘કુંભ’માં મહાપ્રસાદ સેવા શરૂ કરશે
અદાણી ગ્રુપ ઇસ્કોન સાથે મળીને ‘કુંભ’માં મહાપ્રસાદ સેવા શરૂ કરશે
વડોદરા ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા, ત્રિચી ગેંગના 12 સભ્યોની ધરપકડ
વડોદરા ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા, ત્રિચી ગેંગના 12 સભ્યોની ધરપકડ
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનના સંકેત મળી શકે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનના સંકેત મળી શકે
g clip-path="url(#clip0_868_265)">