ગીરસોમનાથનો વધુ એક યુવક બન્યો લૂંટેરી દુલ્હનનો શિકાર, વિધર્મી યુવતીએ પોતાની જાળમાં ફસાવી ખંખેર્યા લાખો રૂપિયા
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી લૂંટેરી દુલ્હનના કિસ્સા વધી રહ્યા છે. આવો જ વધુ એક કિસ્સો ગીર સોમનાથમાંથી સામે આવ્યો છે. જેમા હરણાસાના ગામના યુવકને વિધર્મી યુવતીએ લગ્નની લાલચ આપીને પોતાની જાળમાં ફસાવ્યો અને લગ્નના 12 દિવસ બાદ યુવતી રોક઼ડ રકમ લઈને ફરાર થઈ ગઈ હતી.
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ચોરી અને લૂંટફાટની ઘટનાઓ વધી રહી છે, આ સાથે જ લૂંટેરી દુલ્હનના પણ અનેક કિસ્સાઓ વધી રહ્યા છે. આવો જ એક લૂંટેરી દુલ્હનનો કિસ્સો ગીર સોમનાથમાંથી સામે આવ્યો છે. જ્યાં હરણાસાના ગામના યુવકે લગ્ન તો કર્યા. પરંતુ યુવક સાથે જયારે એવી ઘટના બની ત્યારે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. જ્યારે અજય સોલંકીને લગ્નનના 12 દિવસ બાદ જાણ થઈ કે વિધર્મી યુવતીએ તેને જાળમાં ફસાવી લગ્ન કર્યા અને યુવતી ફોન અને રોકડ રકમ લઈ ફરાર થઈ ગઈ હતી. જેની ફરિયાદ નોંધાવતા પોલીસે લૂંટેરી દુલ્હન સહિત અન્ય છ આરોપીઓને ઝડપી આ ગેંગનો પર્દાફાશ કર્યો હતો.
વિધર્મી યુવતી બોગસ ડોક્યુમેન્ટને આધારે બની ગઈ બ્રાહ્મણ
તપાસમાં યુવતીએ બોગસ આધારકાર્ડ અને સ્કૂલ લિવિંગ સર્ટીના આધારે ખોટા ડોકયુમેન્ટ બનાવી યુવક સાથે લગ્ન કર્યા હોવાનું સામે આવ્યું હતું. ઉલ્લેખનિય છે કે, યુવકે લગ્ન માટે યોગ્ય પાત્ર માટે બે દલાલનો સંપર્ક કર્યો હતો. દલાલે અંજય સોલંકીના લગ્ન કૌશરબાનૂ સાથે કરાવી રૂપિયા 1.30 લાખ લીધા હતા. જે બાદ દુલ્હન લૂંટ કરી ફરાર થઈ ગઈ હતી. પોલીસે અલગ-અલગ જગ્યાએથી ગેંગના 6 શખ્સોની ધરપકડ કરી છે.
લૂંટેરી દુલ્હન સહિત 6 લોકોએ ફરિયાદી પાસેથી પડાવ્યા દોઢ લાખથી વધુ રૂપિયા
સમગ્ર ઘટનાક્રમની વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના હરણાસા ગામના અજયભાઈ સોલંકી કે જેમને યોગ્ય પાત્ર સાથે લગ્ન કરવાના હતા તેમણે લગ્ન કરવા માટે 1- નરસીહ વાજા જે સુત્રાપાડાના રહીશ છે. અને 3- શમીબેન ઉર્ફે સીમા ખેમરાજ જોશી કે જે લગ્ન માટે દલાલીનું કામ કરતા હતા તેમનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ જુનાગઢના 3- દિપક નાગદેવ તેમજ 4- રિયાઝ કરીમભાઈ મિર્ઝા રાજકોટ તેમજ 5- કોમલ ઉર્ફે મુસ્કાન રિયાઝ જે રાજકોટના છે 6- કૌશરબાનૂ લગ્ન કરલ તે મહીલા સહીત આ તમામ છ વ્યક્તિઓએ ફરિયાદી અજય સોલંકી પાસેથી લગ્ન કરાવી આપવા 1.30 લાખ હતા.
બે છોકરાની માતા એવી વિધર્મી મહિલાએ બ્રાહ્મણ બની યુવકને ઝાળમાં ફસાવ્યો
આખી ઘટનામાં મહત્વની વાત એ છે કે અજયભાઈ સાથે લગ્ન કરનાર કૌશરબાનુ અશરફના પત્ની છે. જે બે સંતાનોની માતા પણ છે. તે કૌશરબાનુના ખોટા દસ્તાવેજો ઊભા કરી કૌશરબાનુમાંથી તેમનુ રીંકલ અનિલભાઈ પંડ્યા નામથી બોગસ આધાર કાર્ડ બનાવી અજયભાઈ સાથે તેમના લગ્ન કરાવ્યા હતા. લગ્ન થયા બાદ આ કૌશરબાનૂ ઉર્ફે રીંકલ દસ દિવસ સુત્રાપાડા ખાતે રહી હતી ત્યારબાદ તે નાસી છૂટી હતી અને ત્યારબાદ અજયને ધમકી આપવા લાગી હતી કે અમે તમારા પર કેસ કરીશું. આ સમગ્ર હકીકત અજય સોલંકીએ પોલીસ સમક્ષ જણાવી હતી.
આ પણ વાંચો: લોકસભા ચૂંટણી પહેલા એક્શન મોડમાં આવ્યા પરશોત્તમ રૂપાલા, રાજકોટ જનસંઘના ભાજપના નેતાઓ સાથે કરી મુલાકાત
આ લૂંટેરી દુલ્હન બનાવમાં પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી છે. જેમા શમીમબેન, કોમલ ઉર્ફે મુસ્કાન, કૌશરબાનુ અને રિયાઝ મીરજાની ધરપકડ કરી છે. જ્યારે નર્સિંગ વાજા દીપક નાગદેવ સહિત બે આરોપી હજુ ફરાર છે. આ ગેંગ લગ્નોત્સુક યુવકોને ટાર્ગેટ કરે છે. યુવતીઓને સમગ્ર કૌભાંડમાં સામેલ કરી બીજા ધર્મના બોગસ ડોક્યુમેન્ટ ઉભા કરી છેતરી રહી છે. આ બનાવમાં પોલીસે 406, 420, 465, 467, 468, 471, 506/2 અને 120 બી મુજબ ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Input Credit- Yogesh Joshi-Gir Somnath
ગીર સોમનાથ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો