UNA : દરિયામાં ગુમ થયેલા વધુ એક માછીમારનો મૃતદેહ મળી આવ્યો, 5 માછીમારોની શોધખોળ શરૂ

UNA : દરિયામાં ગુમ થયેલા વધુ એક માછીમારનો મૃતદેહ મળી આવ્યો, 5 માછીમારોની શોધખોળ શરૂ

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 03, 2021 | 9:20 PM

Una sea phenomenon : ભારે પવન અને તોફાનને કારણે નવાબંદરના દરિયામાં 8 માછીમાર લાપતા થયા હતા.જેમાંથી 3ના મૃતદેહ મળી આવ્યા છે.

GIR SOMNATH : ગીર સોમનાથના ઉનાના નવાબંદરમાં ગુમ થયેલા માછીમારોમાંથી વધુ એક માછીમારનો મૃતદેહ મળી આવ્યો છે.રામુભાઈ દેવાભાઈ નામના માછીમારનો મૃતદેહ દરિયા કિનારેથી મળી આવ્યો.ગઈકાલે સાંજે એક મૃતદેહ મળી આવ્યો હતો.જ્યારે મોડી રાત્રે વધુ એક મૃતદેહ મળી આવ્યો.ગીરસોમનાથના દરિયામાં 15 બોટ ડૂબી જતા 11 માછીમારો લાપતા થયા હતા.જેમાંથી 5 માછીમારોને બચાવી લેવામાં આવ્યાં છે.લાપતા માછીમારોને શોધવા NDRFની ટીમ યુદ્ધના ધોરણે કામગીરી કરી રહી છે.

ઊનાના નવાબંદરના દરિયામાં લાપતા થયેલા માછીમારોમાંથી વધુ એક માછીમારનો મૃતદેહ મળી આવ્યો છે.દરિયા કિનારેથી ત્રીજા માછીમારનો મૃતદેહ મળી આવ્યો છે.ગઇકાલે ભારે પવન અને તોફાનને કારણે નવાબંદરના દરિયામાં 8 માછીમાર લાપતા થયા હતા.જેમાંથી 3ના મૃતદેહ મળી આવ્યા છે.જ્યારે હજુ પણ 5 માછીમારો લાપતા છે.જેમની શોધખોળ ચાલું છે.

તો આ તરફ સાંસદ રાજેશ ચુડાસમા નવાબંદરની મુલાકાતે પહોંચ્યાં હતા.જ્યાં તેમણે ભારે પવનના કારણે લાપતા માછીમારો અને વ્યવસાયને થયેલા નુકસાન સહિતનું નિરીક્ષણ કર્યું.અને માછીમારોને તમામ જરૂરી સહાય કરવાની ખાતરી આપી.

આ પણ વાંચો : GUJARAT : રાજ્યમાં કોરોનાના 45 કેસ, વડતાલ ધામમાં વર્લ્ડ રેકોર્ડ, કચ્છમાં ખેડૂતોનો વિરોધ, ગુજરાતની વધુ એક સિદ્ધી, વાંચો તમામ સમાચાર

આ પણ વાંચો : Cyclone Jawad: રાત્રે 12 વાગ્યા પછી ‘જવાદ’ બતાવશે પોતાનો રંગ, 100 કિમીની ઝડપે ફૂંકાશે પવન, ભૂસ્ખલનની પણ શક્યતા

આ પણ વાંચો : ગુજરાતની વધુ એક સિદ્ધી : દેશનું સૌથી મોટું મેન્યુફેક્ચરિંગ હબ બન્યું Gujarat, મહારાષ્ટ્રને પણ પાછળ રાખી દીધું

Published on: Dec 03, 2021 09:19 PM
g clip-path="url(#clip0_868_265)">