ગુજરાતની વધુ એક સિદ્ધી : દેશનું સૌથી મોટું મેન્યુફેક્ચરિંગ હબ બન્યું Gujarat, મહારાષ્ટ્રને પણ પાછળ રાખી દીધું

Manufacturing in Gujarat : RBIના ડેટા અનુસાર નાણાકીય વર્ષ 2012 થી 2020 સુધીમાં ગુજરાતનું ગુજરાતનું ગ્રોસ વેલ્યુ એડીશન (GVA) વાર્ષિક ધોરણે 15.9 ટકા વધીને રૂ. 5.11 લાખ કરોડ થયું છે.

ગુજરાતની વધુ એક સિદ્ધી :  દેશનું સૌથી મોટું મેન્યુફેક્ચરિંગ હબ બન્યું Gujarat,  મહારાષ્ટ્રને પણ પાછળ રાખી દીધું
FILE PHOTO

દેશમાં ગુજરાતે વધુ એક સિદ્ધી પ્રાપ્ત કરી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (Reserve Bank of India -RBI) ના ડેટા મુજબ ગુજરાત દેશનું સૌથી મોટું મેન્યુફેક્ચરિંગ હબ (manufacturing hub) બન્યું છે. મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ગુજરાતે મહારાષ્ટ્રને પાછળ છોડી દીધું છે. RBIના ડેટા અનુસાર નાણાકીય વર્ષ 2012 થી 2020 સુધીમાં ગુજરાતનું ગુજરાતનું ગ્રોસ વેલ્યુ એડીશન (GVA) વાર્ષિક ધોરણે 15.9 ટકા વધીને રૂ. 5.11 લાખ કરોડ થયું છે.આ સમયગાળા દરમિયાન મહારાષ્ટ્રનું GVA 7.5 ટકા વધીને રૂ. 4.34 લાખ કરોડ થયું છે, જે ગુજરાત કરતાં અડધું છે. GVA એ એક આર્થિક એકમ છે જેનાથી અર્થતંત્રમાં માલસામાન અને સેવાઓના પુરવઠાને માપી શકાય છે.

જો કે મહારાષ્ટ્ર આજે પણ સર્વિસ સેક્ટરની બાબતમાં દેશમાં અગ્રેસર છે. મહારાષ્ટ્રના સેવા સેક્ટરનો GVA નાણાકીય વર્ષ 2020માં વાર્ષિક 12.6 ટકા વધીને રૂ. 15.1 લાખ કરોડ થઈ રહ્યો છે. આ મામલામાં મહારાષ્ટ્ર પછી તમિલનાડુ બીજા ક્રમે છે. તમિલનાડુનું GVA રૂ. 3.43 લાખ કરોડ હતું. ત્યારબાદ કર્ણાટકનું GVA રૂ. 2.1 લાખ કરોડ અને ઉત્તર પ્રદેશનું GVA રૂ. 1.87 લાખ કરોડ હતું. રાજસ્થાનના GVAનો વૃદ્ધિ દર 3.8 ટકા, તેલંગાણાનો 5.5 ટકા અને આંધ્રપ્રદેશનો 6.9 ટકા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2020માં ભારતનું એકંદર મેન્યુફેક્ચરિંગ ગ્રોસ વેલ્યુ એડીશન (CGVA) વધીને રૂ. 16.9 લાખ કરોડ થયું છે. નાણાકીય વર્ષ 2012 થી નાણાકીય વર્ષ 2020 ના સમયગાળામાં મેન્યુફેક્ચરિંગ GVA વાર્ષિક ધોરણે 9.7 ટકા વધ્યો છે. આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં ભારે મૂડીરોકાણ અને સુધારાને કારણે બે આંકડામાં વૃદ્ધિ જોવા મળી છે. નાણાકીય વર્ષ 2012 અને નાણાકીય વર્ષ 2019 ની વચ્ચે, ગ્રોસ ફિક્સ્ડ કેપિટલ ફોર્મેશન (GFCF) માં ગુજરાતનું મૂડીરોકાણ રૂ.5.85 લાખ કરોડ રહ્યું છે. જ્યારે આ સમયગાળામાં મહારાષ્ટ્રનું રોકાણ રૂ. 4.07 કરોડ હતું અને આંધ્રપ્રદેશનું મૂડીરોકાણ રૂ.1.49 કરોડ હતું.

KPMG ના એક અહેવાલ મુજબ, ગુજરાતમાં મેન્યુફેક્ચરિંગ માટે બિઝનેસ લાયસન્સ, સરળ શ્રમ કાયદા અને પ્રોત્સાહક-લિંક્ડ સ્કીમ્સ જેવા સુધારાઓ જેવા કે સિંગલ વિન્ડો સિસ્ટમને કારણે ગુજરાતને વિકાસના માપદંડો પર આ લીડ હાંસલ કરવામાં સફળતા મળી છે.

આ પણ વાંચો :IFFCO એ ઈતિહાસ રચ્યો, વિશ્વની ટોચની 300 સહકારી સંસ્થાઓમાં શિખર પર પહોંચી

આ પણ વાંચો : Gita Gopinath: ચીફ ઈકોનોમિસ્ટ ગીતા ગોપીનાથને મળ્યું પ્રમોશન, હવે કરશે આ મહત્વપૂર્ણ કામ

  • Follow us on Facebook

Published On - 4:21 pm, Fri, 3 December 21

Click on your DTH Provider to Add TV9 Gujarati