Cyclone Jawad: રાત્રે 12 વાગ્યા પછી ‘જવાદ’ બતાવશે પોતાનો રંગ, 100 કિમીની ઝડપે ફૂંકાશે પવન, ભૂસ્ખલનની પણ શક્યતા

ચક્રવાત જવાદને કારણે, ઓડિશા, આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂરની શક્યતા છે.

Cyclone Jawad: રાત્રે 12 વાગ્યા પછી 'જવાદ' બતાવશે પોતાનો રંગ, 100 કિમીની ઝડપે ફૂંકાશે પવન, ભૂસ્ખલનની પણ શક્યતા
Cyclone - File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 03, 2021 | 8:13 PM

કોરોના સંકટની વચ્ચે 2021ના છેલ્લા મહિનામાં પણ ચક્રવાતી તોફાન દસ્તક આપવા જઈ રહ્યું છે. ભારતીય હવામાન વિભાગે (Indian Meteorological Department) ચક્રવાત જવાદને (Cyclone Jawad) લઈને દેશભરમાં એલર્ટ જાહેર કર્યું છે. ચક્રવાત વિશે હવે ચેતવણી આપવામાં આવી છે કે, આ વાવાઝોડાની ઝડપ 100 કિમી પ્રતિ કલાક રહેવાની સંભાવના છે અને તેજ પવનને કારણે વૃક્ષો અને વીજળીના થાંભલાઓ ધરાશાયી થઈ શકે છે.

IMD અમરાવતીના ડિરેક્ટર સ્ટેલા સેમ્યુઅલે જણાવ્યું હતું કે, પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી (Bay Of Bengal) પરનું દબાણ ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધવાની અને આગામી 6 કલાકમાં ચક્રવાતી વાવાઝોડું તીવ્ર બનવાની શક્યતા છે. આવતીકાલે શનિવાર (4 ડિસેમ્બર) સવાર સુધીમાં તે ઉત્તર તટીય આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠે પહોંચે તેવી સંભાવના છે.

વૃક્ષો-વીજળીના થાંભલા ધરાશાયી થવાની શક્યતા ચક્રવાત જવાદની તીવ્રતા વિશે અમરાવતી હવામાન વિભાગના ડિરેક્ટર સ્ટેલા સેમ્યુઅલે જણાવ્યું હતું કે આગામી 24 કલાક દરમિયાન તે ફરી ઉત્તર, ઉત્તર પૂર્વ તરફ આગળ વધીને ઓડિશાના દરિયાકાંઠે આગળ વધે તેવી શક્યતા છે. આ દરમિયાન પવનની સતત ગતિ 80 થી 90 કિમી પ્રતિ કલાકની રહેશે અને તે મહત્તમ 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચે તેવી શક્યતા છે. ભારે પવનને કારણે વૃક્ષો અને વીજ થાંભલા ધરાશાયી થવાની સંભાવના છે.

Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !

હવામાન વિભાગ વતી લોકોને સાવધાન કરતા જણાવવામાં આવ્યું છે કે ખેડૂતોને (Farmers) તેમના પાકને બચાવવા માટે વિનંતી કરવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારના લોકોએ સલામત સ્થળે રહેવું જોઈએ. ચક્રવાતી વાવાઝોડાને કારણે લોકોએ સુરક્ષિત સ્થળોએ રહેવું જોઈએ કારણ કે તેનાથી ભૂસ્ખલન (Landslides) પણ થઈ શકે છે.

હળવાથી ભારે વરસાદની ચેતવણી સ્ટેલા સેમ્યુઅલે એમ પણ જણાવ્યું હતું કે ચક્રવાતી વાવાઝોડાને કારણે, ઉત્તર કોસ્ટલ આંધ્ર પ્રદેશમાં મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદ (Rainfall) થવાની સંભાવના છે. બંગાળની ખાડી પર પવનની ઝડપ 90 થી 100 કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની સંભાવના હોવાથી માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવે છે.

ચક્રવાત જવાદને કારણે, ઓડિશા, આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની (Heavy Rain) આગાહી કરવામાં આવી છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂરની શક્યતા છે અને ઉભા પાક, ખાસ કરીને ડાંગરને સંભવિત નુકસાન થશે. ઓડિશા સરકારે ચક્રવાત જવાદને કારણે થતી પ્રતિકૂળ અસરોને રોકવા માટે માર્ગદર્શિકા જાહેર કરી છે.

આ પણ વાંચો : Omicron Variant: આફ્રિકન દેશોમાંથી બેંગ્લોર આવેલા 10 મુસાફરો ગુમ થયા, ફોન બંધ, રાજ્યમાં મચ્યો હડકંપ

આ પણ વાંચો : આંદોલનમાં માર્યા ગયેલા લોકોના પરિવારને સરકારે વળતર આપવું જોઈએ, જો યાદી નથી તો અમારી પાસેથી લઈ લે, રાહુલ ગાંધીનો કેન્દ્ર પર પ્રહાર

g clip-path="url(#clip0_868_265)">