અહેમદ પટેલના ઇશારા પર તીસ્તાએ રચ્યુ હતુ મોદી સરકારને બદનામ કરવાનું કાવતરુ, બે વાર રુપિયા લીધા હોવાનો પણ SITએ કર્યો દાવો

સોગંદનામાં રજૂઆત કરાઈ છે કે તીસ્તા અને અહેમદ પટેલે (Ahmed Patel) ગુજરાતને બદનામ કરવાની યોજના અમદાવાદના (Ahmedabad) શાહીબાગ સર્કિટ હાઉસમાં બનાવી હતી. તીસ્તાએ અહેમદ પટેલ સહિતના કૉંગ્રેસના અગ્રણીઓ સાથે અમદાવાદમાં અનેકવાર મુલાકાતો કરી હતી.

અહેમદ પટેલના ઇશારા પર તીસ્તાએ રચ્યુ હતુ મોદી સરકારને બદનામ કરવાનું કાવતરુ, બે વાર રુપિયા લીધા હોવાનો પણ SITએ કર્યો દાવો
તીસ્તા સેતલવાડે કોંગ્રેસના અગ્રણીઓ પાસેથી આર્થિક મદદ મેળવી હોવાનો SITનો દાવો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 16, 2022 | 8:43 AM

2002ના ગુજરાતના (Gujarat) કોમી રમખાણ કેસમાં ખોટા પુરાવા ઉભા કરવા મુદ્દે ચાલી રહેલા તીસ્તા સેતલવાડ (Teesta Setalvad) અંગેના કેસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. SITએ શુક્રવારે તેના રિપોર્ટમાં ખુલાસો કર્યો હતો કે સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડે 2002માં ગુજરાત સરકારને અસ્થિર કરવા માટે કોંગ્રેસ પાસેથી ફંડ મેળવ્યું હતું. તિસ્તા સેતલવાડની જામીન અરજીનો વિરોધ કરતા એસઆઈટીએ કોર્ટને જણાવ્યું હતું કે સેતલવાડ 2002ની ગોધરા ટ્રેન સળગાવવાની ઘટના પછી તરત જ ગુજરાતમાં ચૂંટાયેલી સરકારને અસ્થિર કરવાનું એક મોટું કાવતરું ઘડી રહ્યા હતા. કોર્ટમાં રજૂઆત કરાઈ છે કે તીસ્તાએ અહેમદ પટેલ (Congress Leader Ahmed Patel) સાથે મળીને ગુજરાત અને તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદીને બદનામ કરવાનું કાવતરું રચ્યું હતું.

SITએ કહ્યું કે આ કેસમાં તપાસ ચાલી રહી છે

જામીન અરજીનો વિરોધ કરતા SITએ કોર્ટમાં કહ્યું કે આ કેસમાં હજુ તપાસ ચાલી રહી છે. હાલ બે સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા છે. SITએ કહ્યું, “આ બે સાક્ષીઓના નિવેદનો સૂચવે છે કે સેતલવાડ દ્વારા અન્ય આરોપી વ્યક્તિઓ સાથે મળીને ષડયંત્ર રચવામાં આવ્યું હતું, તે સમયના રાજ્યસભાના સાંસદ અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખના રાજકીય સલાહકાર સ્વર્ગીય અહેમદ પટેલના કહેવાથી,” એસઆઈટીએ જણાવ્યું હતું.

કોંગ્રેસના અગ્રણીઓ પાસેથી મેળવી આર્થિક મદદ

ગોધરાકાંડ બાદના તોફાનો સંદર્ભે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ રચવામાં આવેલી SITએ કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું છે. જેમાં રજૂઆત કરાઈ છે કે તીસ્તા સેતલવાડે ગુજરાત અને તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને બદનામ કરવા કોંગ્રેસના અગ્રણીઓ પાસેથી આર્થિક મદદ મેળવી હતી. તીસ્તા સેતલવાડે તત્કાલીન રાજ્યસભા સાંસદ અને સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહમદ પટેલ સાથે મળીને ગુજરાતને બદનામ કરવાનો પ્લાન ઘડ્યો હતો. જે અંતર્ગત અહમદ પટેલ દ્વારા તીસ્તાને 2 તબક્કામાં 30 લાખ રૂપિયા રોકડા આપવામાં આવ્યા હતા.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

દિલ્હીમાં અહેમદ પટેલના નિવાસસ્થાને મળ્યા હતા

અંગ્રેજી સમાચારપત્ર હિન્દુસ્તાન ટાઈમ્સના જણાવ્યા અનુસાર, ટ્રેનની ઘટનાના થોડા દિવસો બાદ જ તીસ્તા અને અહેમદ પટેલે ગુજરાતને બદનામ કરવાની યોજના અમદાવાદના શાહીબાગ સર્કિટ હાઉસમાં બનાવી હતી. તીસ્તાએ અહેમદ પટેલ સહિતના કૉંગ્રેસના અગ્રણીઓ સાથે અમદાવાદમાં અનેકવાર મુલાકાતો કરી હતી. એટલું જ નહીં  તીસ્તાએ જ આર.બી.શ્રીકુમાર અને સંજીવ ભટ્ટની અહેમદ પટેલ સાથે મુલાકાત કરાવી હતી. તેઓ દિલ્હીમાં અહેમદ પટેલના નિવાસસ્થાને મળ્યા હતા. જેમાં નરેન્દ્ર મોદીને બદનામ કરવાના બદલામાં અહેમદ પટેલ તરફથી તીસ્તાને રાજ્યસભા સાંસદ બનાવવાની બાંહેધરી આપવામાં આવી હતી. પરંતુ જ્યારે શબાના આઝમી અને જાવેદ અખ્તરને રાજ્યસભામાં સાંસદ બનાવ્યા ત્યારે તીસ્તાએ અહમદ પટેલ સામે રોષ ઠાલવ્યો હતો. આ સમયે તીસ્તાના રોષને ઠંડો પાડવા 2007માં કેન્દ્ર સરકારે તેને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરી હતી.

નરેન્દ્ર મોદીને બદનામ કરવાનું હતુ કાવતરુ

સોગંદનામાં એવો પણ ઘટસ્ફોટ કરાયો છે કે હરેન પંડ્યા હત્યા કેસનો પણ તીસ્તા દ્વારા તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને બદનામ કરવા માટે ઉપયોગ કરવાનું આયોજન હતું. પરંતુ સ્વ.હરેન પંડ્યાના પિતા વિઠ્ઠલ પંડ્યાએ તીસ્તાની આ યોજનામાં જોડાવાનો ઈનકાર કરતા તેને સફળતા નહોતી મળી. આરોપ છે કે તીસ્તાની સંસ્થાએ ગોધરા કાંડના પીડિતો માટે વિદેશથી દાનમાં મેળવેલા 1 કરોડ 51 લાખનો ઉપયોગ સ્વખર્ચ માટે કર્યો છે.

આ કેસમાં એડિશનલ સેશન્સ જજ ડી.ડી. ઠક્કરે એસઆઈટીનો જવાબ રેકોર્ડ પર લઈ જામીન અરજી પરની સુનાવણી સોમવાર સુધી મુલતવી રાખી છે. ગુજરાત રમખાણો (2002 ગુજરાત રમખાણો) માં નિર્દોષ લોકોને ફસાવવા માટે નકલી પુરાવા બનાવવા બદલ સેતલવાડની ભૂતપૂર્વ IPS અધિકારીઓ આરબી શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ સાથે ધરપકડ કરવામાં આવી છે.

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">