Girsomnath: ખાડાનું પૂજન કરીને વિપક્ષે કર્યો અનોખો વિરોધ, જુઓ વીડિયો

ગીર સોમનાથના (Gir somnath)ના ઉનામાં  કોંગ્રેસ દ્વારા ખાડાઓ ઉપર અબીલ ગુલાલા છાંટીને પૂજન કરવામાં આવ્યું હતુ. તેમજ ખાડા દેવો ભવ અને ખાડા દેવની જયના નારા લગાવવામાં આવ્યા હતા. વરસાદ પહેલા પણ લોકોએ અનેક વાર નગરપાલિકાને સમસ્યાના ઉકેલ માટે રજૂઆત કરી હતી જોકે તેમ છતાં આ સમસ્યાનો કોઈ ઉકેલ આવતો નથી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 13, 2022 | 10:10 PM

ગીર સોમનાથમાં (Girsomnath) ભારે વરસાદને પગલે ઠેર ઠેર ખાડા પડી ગયા છે અને લોકોને અવરજવરમાં તેમજ શાકબજારમાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. થોડા વિરામ બાદ ઉનામાં વરસાદ પડતા આનંદ બજાર વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. સવારથી બપોર સુધીમાં (Una) ઉનામાં 3 ઈંચ વરસાદ ખાબક્યો હતો. તેના પરિણામે રહાદારીઓ તેમજ બજારમાં શાકભાજી, ફળો તેમજ જીવનજરૂરિયાતની અન્ય ચીજવસ્તુોના વેચાણ માટે આવેલા રેકડીવાળાઓને સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ પરિસ્થિતિ જોતા કોંગ્રેસે ઠેર ઠેર પડી ગયેલા ખાડાઓનું પૂજન કર્યું હતું.

વરસાદ પહેલા પણ લોકોએ અનેક વાર નગરપાલિકાને સમસ્યાના ઉકેલ માટે રજૂઆત કરી હતી, જોકે તેમ છતાં આ સમસ્યાનો કોઈ ઉકેલ આવતો નથી. અનેકવાર પાલિકાને રજૂઆત છતાં સમસ્યાનો કોઈ નિકાલ નહીં આવતા આ મુદ્દે કોંગ્રેસ દ્વારા ખાડાની પૂજા કરીને અનોખો વિરોધ કરાવામાં આવ્યો હતો. વરસાદ ચાલુ રહેતા ઉના તાલુકાના મધરડી ગામની ખોડિયાર નદી બે કાંઠે વહી ઉઠી હતી તો ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકાની સરસ્પ્રાવતી નદીમાં ભારે પૂર આવતા પ્રાચીથી આલીદરા ગામનો રસ્તો બંધ થયો છે.

નોંધનીય છે કે  14 અને 15 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં નવસારી, ડાંગ અને વલસાડમાં અને સૌરાષ્ટ્રમાં અમરેલી અને ગીરસોમનાથમાં રેડ એલર્ટ અપાયું છે, જ્યારે 15 જુલાઈએ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી અને ગીરસોમનાથમાં રેડ એલર્ટ અપાયું છે. આ સાથે કચ્છ, જામનગર, રાજકોટ, ભરૂચ, વડોદરા, આંણદ, પંચમહાલ, છોટા ઉદેપુર, સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લીમાં યલ્લો એલર્ટ અપાયું છે.

Follow Us:
પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
g clip-path="url(#clip0_868_265)">