Gir Somnath: 32મી અખિલ ભારતીય સમુદ્ર તરણ સ્પર્ધામાં સુરતનો દબદબો, મહિલામાં ત્રણેય અને પુરુષોમાં 2 રેન્કર સુરતના

વિવિધ રાજ્યના કુલ 21 તરવૈયાઓએ સાહસ સાથે અફાટ અરબી સમુદ્ર સાથે બાથ ભીડી હતી. કુલ 06 બહેનો અમે 15 ભાઈઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. કુલ 6માંથી 5 વિજતા સુરતના હતા.

Gir Somnath: 32મી અખિલ ભારતીય સમુદ્ર તરણ સ્પર્ધામાં સુરતનો દબદબો, મહિલામાં ત્રણેય અને પુરુષોમાં 2 રેન્કર સુરતના
ગીરસોમનાથના ચોરવાડ ખાતે 32મી અખિલ ભારતીય વીર સાવરકર સમૃદ્ર તરણ સ્પર્ધા યોજાઈ હતી
Follow Us:
Yogesh Joshi
| Edited By: | Updated on: Mar 06, 2022 | 5:26 PM

ગીરસોમનાથ (Gir Somnath) ના ચોરવાડ (Chorwad) ખાતે 32મી અખિલ ભારતીય વીર સાવરકર સમૃદ્ર તરણ સ્પર્ધા (Swimming Competition) યોજાઈ હતી જેમાં સુરત (Surat) નો દબદબો રહ્યો છે. મહિલામાં ત્રણે રેન્કર અને પુરુષોમાં 2 રેન્કર સુરતના રહ્યા છે. મહિલાઓ (Women) ની કેટેગરીમાં સુરતની સિલ્કી નાગપુરે પ્રથમ રહી છે જેણે 3 કલાક 48 મિનિટ 20 સેકન્ડમાં 16 નોટિકલ માઈલ તરણ પૂર્ણ કર્યું હતું. બીજા ક્રમે સુરતની ડોલ્ફિ સારંગ રહી હતી જેણે 4 કલાક 11 સેકન્ડમાં સ્પર્ધા પૂર્ણ કરી હતી. ત્રીજા ક્રમે સુરતની દર્શના સેલર રહી છે જેણે 4 કલાક 12 મિનિટમાં સ્પર્ધા પૂર્ણ કરી હતી.

પુરુષો (Men) ની કેટેગરીમાં સુરતના અનિકેત પટેલ વિજેતા બન્યો છે. તેણે 5 કલાક 5 મિનિટ 40 સેકન્ડમાં 21 નોટિકલ માઇલ તરણ કરીને સ્પર્ધા પૂર્ણ કરી હતી. બીજા ક્રમે પણ સુરતનો જ સ્પર્ધક રહ્યો છે. સુરતના નિલય કાનીરકરે 5 કલાક 13 મિનિટમાં સ્પર્ધા પૂર્ણ કરી હતી, ત્રીજા ક્રમે પુણેનો સાગર કાંબ્લે રહ્યો હતો જેણે 5 કલાક 18 મિનિટમાં સ્પર્ધા પૂર્ણ કરી હતી. આમ કુલ વિજેતાઓમાંથી 5 સુરતના રહ્યા છે.

ગીરસોમનાથ ખાતે ૩૨મી અખિલ ભારતીય વીર સાવરકર સમૃદ્ર તરણ સ્પર્ધા યોજાઈ હતી. ચોરવાડના સમુદ્ર તટે સાંસદ રાજેશ ચુડાસમાએ લીલી ઝંડી આપી અને રાષ્ટ્રીય કક્ષાની આ તરણ સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો હતો. વિવિધ રાજ્યના કુલ 21 તરવૈયાઓએ સાહસ સાથે અફાટ અરબી સમુદ્ર સાથે બાથ ભીડી હતી. કુલ 06 બહેનો અમે 15 ભાઈઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

આંદામાન નિકોબારની જેલની અંદર કારાવાસ સમયે વીર સાવરકરે કોઈ પણ સહયોગ વગર અરબી સમુદ્ર ખેડીને કેદમાંથી છૂટવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે સમુદ્ર ખેડવાના તેમના મનોબળ અને સાહસને યાદ કરીને આ સ્પર્ધાને વીર સાવરકર અખિલ ભારતીય તરણ સ્પર્ધા નામ આપવામાં આવ્યું છે. આ સ્પર્ધા દર બે વર્ષે યોજાય છે, જેમાં તરવૈયાઓ વીર સાવરકરના સાહસનું પુનરાવર્તન કરીને માઈલો સુધી અરબી સમુદ્ર ખેડે છે.

ગુજરાત સહિત મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળમાંથી સ્પર્ધકો ગુજરાત સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત આ સ્પર્ધામાં જોડાયા હતા. ભાઈઓ માટે સવારે ચોરવાડ તેમજ બહેનો માટે આદ્રી બંદર ખાતેથી પ્રારંભ કરવાયો હતો. આ સ્પર્ધામાં ભાઈઓ માટે ચોરવાડથી વેરાવળ (21 નોટીકલ માઈલ) તેમજ બહેનો આદ્રીથી વેરાવળ (16 નોટીકલ માઈલ) ની તરણ સ્પર્ધા હતી.

આ પણ વાંચોઃ વીંછિયાના ખેડૂતો માટે નાની જીવાત આફત બનીને આવી, ઊભો પાક સૂકવી નાખે છે

આ પણ વાંચોઃ Bhavnagar: રાજ્ય સરકારના 3300 ટેન્ડરમાંથી સરકારી કોન્ટ્રાકટરોએ એક પણ ના ભર્યું! 5000 કરોડના કામોને લાગી બ્રેક

g clip-path="url(#clip0_868_265)">