Bhavnagar: રાજ્ય સરકારના 3300 ટેન્ડરમાંથી સરકારી કોન્ટ્રાકટરોએ એક પણ ના ભર્યું! 5000 કરોડના કામોને લાગી બ્રેક

કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા છેલ્લા બે મહિનાથી પડતર માંગણીઓને લઈ સરકાર સાથે પરામર્શ કરવામાં આવી રહ્યો છે. પરંતુ આજદિન સુધી કોઈપણ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો નથી.

Bhavnagar: રાજ્ય સરકારના 3300 ટેન્ડરમાંથી સરકારી કોન્ટ્રાકટરોએ એક પણ ના ભર્યું! 5000 કરોડના કામોને લાગી બ્રેક
વિવિધ માગણીએ સાથે કોન્ટ્રાક્ટર એસોસિએશનની હડતાલ
Follow Us:
Ajit Gadhavi
| Edited By: | Updated on: Mar 06, 2022 | 6:18 PM

ભાવનગર (Bhavnagar)  જિલ્લા સહિત સમગ્ર ગુજરાત રાજ્યના સરકારી કોન્ટ્રાક્ટર દ્વારા પાડવામાં આવેલ હડતાલને લઈ ભાવનગર સહિત રાજ્યમાં છેલ્લા બે મહિનાથી નવા રોડ માટેના એક પણ ટેન્ડર (tender) ભરાયા ન હોવાથી રોડનાં કામો અટવાયા છે. ભાવનગર જિલ્લામાં 200થી વધુ રોડના કામો પેન્ડિંગ છે. અને ગુજરાત રાજ્યની વાત કરવામાં આવે તો સમગ્ર રાજ્યમાં 3300 સરકારી ટેન્ડરમાં એક પણ કોન્ટ્રાક્ટર (contractor) એ ટેન્ડર ભરેલ નથી જેને લઈને રાજ્ય સરકાર (state government) ના 5000 કરોડના કામોને બ્રેક લાગી છે.

સરકાર સાથે થયેલ પરામર્શ બાદ પણ કોન્ટ્રાક્ટર એસોસિએશનની માંગ સંતોષવામાં ન આવતા સમગ્ર ગુજરાત (Gujarat) ના કોન્ટ્રાક્ટરો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. સમગ્ર રાજ્યમાં હાલ ગુજરત કોન્ટ્રાકટર એસોસિએશન દ્વારા પડતર માંગોનું નિરાકરણ નહીં આવતાં રાજ્યમાં અંદાજીત પાંચ હજાર કરોડના કામોના ટેન્ડર ભરાયેલા નથી, સાથે જ ભાવનગર જિલ્લામાં પણ 200થી વધુ કામોમાં અસર પહોંચી છે.

બે મહિનામાં એક પણ ટેન્ડર નવા ભરવામાં આવ્યા નથી, કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા છેલ્લા બે મહિનાથી પડતર માંગણીઓને લઈ સરકાર સાથે પરામર્શ કરવામાં આવી રહ્યો છે. પરંતુ આજદિન સુધી કોઈપણ પ્રકારનો નિર્ણય કરવામાં આવેલ ન હોવાથી રાજ્ય સહિત ભાવનગર જિલ્લાના વિકાસનાં કામો અટવાય ગયાં છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

ભાવનગરના જીલ્લા પંચાયત, મહાનગરપાલિકા, આર.એન.બી વિભાગ સહિતના રોડના કામો છે તે હાલ શરૂ થઈ શક્યા નથી જેની સીધી જ અસર આમ પ્રજા પર પડી રહી છે, સાથે જ જીએસટી મુજબના દરમાં વધારો થયો હોવાના કારણે રોડમાં વપરાતી દરેક મટીરીયલ પણ મોંઘા થયા છે

ગુજરાત કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા છેલ્લા બે મહિનાથી સરકાર સમક્ષ પોતાની માંગ રજૂ કરી છે પરંતુ આજદિન સુધી તેનો નિવેડો આવ્યો નથી એસોસિએશન દ્વારા કરવામાં આવેલ માંગ મુજબ એસ.ઓ.આર દરોની સૂચિ જે 2012-2013માં સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ ત્યાર બાદ આજદિન સુધી નવી સૂચિ બહાર પાડવામાં આવી નથી એટલે કે નવા ભાવ આપવામાં આવ્યા નથી.

 

રાજ્યમાં અંદાજે 3300 થી 3500 જેટલા નવા ટેન્ડર બહાર પડ્યા છે પરંતુ એક પણ ટેન્ડર ભરવામાં આવ્યું નથી જેનું એક આંકલન મુજબ પાંચ હજાર કરોડ રૂપિયાના કામો ગુજરાત રાજ્યમાં કોન્ટ્રાક્ટર એસોસિએશનની ચાલી રહેલ હડતાલના કારણે અટવાઈ ચૂક્યા છે. આ સંદર્ભે રાજ્યના મુખ્યમંત્રી સાથે એસોસિએશન પ્રમુખની મીટિંગો પણ ચાલી હતી પરંતુ કોઈપણ પ્રકારનુ નક્કર પરિણામ મળેલ નથી. જેના કારણે છેલ્લા બે મહિનાથી કોન્ટ્રાક્ટર એસોસિએશનની લડત સરકાર સામે ચાલી રહી છે.

છેલ્લા ચાર પાંચ વર્ષમાં લોખંડ, ડામર, લેબર સહિતના ચીજ વસ્તુઓમાં નોંધપાત્ર ભાવ વધારો થયો છે, સાથે જ કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા સરકાર સમક્ષ માંગ મૂકી છે કે SBD સેન્ટરની જે પોલિસી છે તે કોન્ટ્રાક્ટરોને મળે, સાથે 11 મહિનાની જે ટાઈમ લીમીટ છે તેમાં પણ સ્ટાર રેટ મળે તેવી માંગો સરકાર સમક્ષ મુકવામાં આવેલ હતી પરંતુ લેખિતમાં બાંહેધરી ન આપતા કોન્ટ્રાક્ટરોની હડતાલ આજદિન સુધી ચાલુ રાખવામાં આવી છે.

આ પણ વાંચોઃ Rajkot: વીંછિયાના ખેડૂતો માટે નાની જીવાત આફત બનીને આવી, ઊભો પાક સૂકવી નાખે છે

આ પણ વાંચોઃ રાજ્યમાં આજથી હેલ્મેટ અને સીટબેલ્ટ ન પહેરનારા વાહનચાલકોની ખેર નથી, જાણો શું છે કારણ

g clip-path="url(#clip0_868_265)">