AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સોમનાથમાં મોદીનો હુંકાર, કહ્યું-દુનિયાની કોઈ તાકાત ભારતને ઝૂકાવી શકશે નહીં

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ મંદિરના પુનનિર્માણની 75મી વર્ષગાંઠ નિમિતે ગુજરાત પ્રવાસ પર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ અમૃત મહોત્સવમાં જનસભાને સંબોધિત કરી હતી. જાણો શું કહ્યું

Breaking News : સોમનાથમાં મોદીનો હુંકાર, કહ્યું-દુનિયાની કોઈ તાકાત ભારતને ઝૂકાવી શકશે નહીં
| Updated on: May 11, 2026 | 2:05 PM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના સોમનાથ અમૃત મહોત્સવમાં એક જનસભાને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું આજે પ્રભાસ પાટણનું પવિત્ર ક્ષેત્ર એક અદ્દભૂત પ્રભાથી ભરેલું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું આ સાક્ષાત્કાર , આ સૌંદર્ય અને આકાશમાંથી થયેલી વર્ષા વેદ મંત્રોનો ઉચ્ચાર આ બધાની સાથે સાગરના મોજાનો જયધોષ.. એવું લાગી રહ્યું છે કે, આ સૃષ્ટિ એક સાથે બોલી રહી છે જય સોમનાથ, જય સોમનાથ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સમય ખુદ પોતાની ઈચ્છાથી પ્રગટ થાય છે. જે સ્વયં કાલાતીત છે , જે સ્વયં કાળ સ્વરુપ છે, આજે આ દેવાધિદેવ મહાદેવના વિગ્રહ પ્રતિષ્ઠાના આપણે 75 વર્ષ મનાવી રહ્યા છીએ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સૃષ્ટિ જેનાથી સૃજિત થાય છે. જેમાં લય થઈ જાય છે.આજે અમે તેના ધામમાં પુનનિર્માણનો ઉત્સવ મનાવી રહ્યા છીએ. જે નીલકંઠ થયા હતા. આજે તેના શરણમાં અહી સોમનાથ મહોત્સવ થઈ રહ્યો છે.

ભારત પર દુનિયાની કોઈ તાકાત દબાવ બનાવી શકતી નથી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, બાબા સોમનાથના અન્ય ભક્તના રુપમાં કેટલી વખત અહી આવ્યો છું. અનેક વખત તેની સામે નતમસ્તક થયું છું પરંતુ આજે જ્યારે અમે અહી આવી રહ્યા હતા. તો સમયની આ યાત્રા એક સુખદ અનુભૂતિ આપી રહી હતી. હજુ કેટલાક મહિના પહેલા હું અહી આવ્યો હતો. ત્યારે અમે સોમનાથપર્વ મનાવી રહ્યા હતા.

પ્રથમ વિધ્વંસના 1,000 વર્ષ પછી સોમનાથના અવિનાશી થવાનો ગર્વ આજે આ આધુનિક સ્વરુપની પ્રાણ પ્રતિષ્ઠાના 75 વર્ષ અમે માત્ર 2 આયોજનનો ભાગ ન બન્યા, ભગવાન શિવે આપણને હજાર વર્ષની અમૃત યાત્રાનો અનુભવ કરવાની તક આપી છે. અટલ બિહારી વાજપેયીના નેતૃત્વ હેઠળની ભાજપ સરકારે સાબિત કર્યું કે આપણા માટે રાષ્ટ્ર પહેલા છે. દુનિયાની કોઈ પણ શક્તિ ભારતને દબાવી કે દબાવી શકતી નથી.

પરમાણુ પરિક્ષણ સમયે વિશ્વએ નિહાળી ભારતની શક્તિ: PM મોદી

પીએમ મોદીએ કહ્યું કે 75 વર્ષ પહેલાં આજના દિવસે સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કોઈ સામાન્ય પ્રસંગ નહોતો. જો ભારતને 1947માં આઝાદી મળી હતી, તો 1951માં સોમનાથ મંદિરના અભિષેકથી ભારતની સ્વતંત્ર ભાવનાનો ઉદ્ઘાટન થયો હતો. આજનો દિવસ બીજા કારણોસર પણ ખાસ છે. 11 મે, 1998ના રોજ દેશે પોખરણમાં પરમાણુ પરીક્ષણ કર્યું હતું. 11 મેના રોજ દેશે તેના પહેલા ત્રણ પરમાણુ પરીક્ષણો કર્યા હતા. આપણા વૈજ્ઞાનિકોએ ભારતની તાકાત અને ક્ષમતા વિશ્વ સમક્ષ રજૂ કરી.

દુનિયાભરની શક્તિઓ ભારતને ગુલામ બનાવવા માટે આગળ આવી, અનેક પ્રતિબંધો લગાવ્યા અને આર્થિક તકોના બધા રસ્તા બંધ કરી દીધા. 11 મે પછી, દુનિયા આપણા પર આવી ગઈ. જોકે, 13 મેના રોજ, વધુ બે પરમાણુ પરીક્ષણો કરવામાં આવ્યા. આનાથી દુનિયાને ભારતની અતૂટ રાજકીય ઇચ્છાશક્તિનો ખ્યાલ આવ્યો.

એક ફ્રેમમાં જુઓ મોદી પરિવાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદની મુલાકાતે જુઓપરિવારમાં કેટલા છે સભ્યો? અહી ક્લિક કરો

Follow Us
બોટ અકસ્માતમાં 12 માછીમારોને દરિયામાંથી સલામત બચાવાયા
બોટ અકસ્માતમાં 12 માછીમારોને દરિયામાંથી સલામત બચાવાયા
ભારે વરસાદની શક્યતા નહિવત, જાણો તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ
ભારે વરસાદની શક્યતા નહિવત, જાણો તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ
12 રાશિઓમાંથી કોનું ભાગ્ય ચમકશે? નોકરી, વેપાર અને પૈસાની સ્થિતિ જાણો
12 રાશિઓમાંથી કોનું ભાગ્ય ચમકશે? નોકરી, વેપાર અને પૈસાની સ્થિતિ જાણો
સુરતમાં માછીમાર સમાજે તાપી નદીની વચ્ચોવચ્ચ વિઘ્નહર્તાનું કર્યુ સ્થાપન
સુરતમાં માછીમાર સમાજે તાપી નદીની વચ્ચોવચ્ચ વિઘ્નહર્તાનું કર્યુ સ્થાપન
ગાંધીનગર IIIT કેમ્પસમાં વિદ્યાર્થીઓનો સુરક્ષા મુદ્દે વિરોધ
ગાંધીનગર IIIT કેમ્પસમાં વિદ્યાર્થીઓનો સુરક્ષા મુદ્દે વિરોધ
વડોદરામાં અઢી ઈંચ વરસાદમાં ₹4 કરોડના ખર્ચે રિપેર કરેલો રોડ ધોવાયો
વડોદરામાં અઢી ઈંચ વરસાદમાં ₹4 કરોડના ખર્ચે રિપેર કરેલો રોડ ધોવાયો
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
g clip-path="url(#clip0_868_265)">