Gir Somnath: તાઉ તે વાવાઝોડુ જતુ રહ્યું આફત મુકતુ ગયુ, સનખડા અને માલણનેશના 35 જવાનનો પરિવાર મુશ્ક્લીમાં, સરકાર પાસે મદદની આશા

Gir Somnath :  ઉના (Una)ના સનખડા ગામ પાસે આવેલો માલણ વિસ્તાર અંદાજે 1500ની વસ્તી ધરાવે છે. જેમાં પરિવારો વ્યવસાય કરી પોતાનું ગુજરાન ચલાવે છે.સનખડા અને માલણનેશ વિસ્તારમાંથી અંદાજે 35 જેટલા જવાનો આર્મી (Army)માં જોડાયેલા છે. હાલ આ જવાનોનો પરિવાર અંધારામાં છે.

Gir Somnath: તાઉ તે વાવાઝોડુ જતુ રહ્યું આફત મુકતુ ગયુ, સનખડા અને માલણનેશના 35 જવાનનો પરિવાર મુશ્ક્લીમાં, સરકાર પાસે મદદની આશા
The family of 35 Una Sankhada and MalanneshArmy in the dark also deprived of government assistance
Follow Us:
Nirupa Duva
| Edited By: | Updated on: Jun 14, 2021 | 5:00 PM

Gir Somnath :  ઉના (Una)ના સનખડા ગામ પાસે આવેલો માલણ વિસ્તાર અંદાજે 1500ની વસ્તી ધરાવે છે. સનખડા અને માલણનેશ વિસ્તારમાંથી અંદાજે 35 જેટલા જવાનો આર્મી (Army)માં જોડાયેલા છે. હાલ આ જવાનોનો પરિવાર અંધારામાં છે.

આપણી દિવાળીમાં એટલા માટે રોશની છે કારણ કે સરહદ (Border)પર અંધારામાં આપણા વીર જવાનો દિવસ-રાત ઉભા છે. આપણે જ્યારે રાત્રે આરામથી ઉંધ કરીએ છીએ કારણ કે આપણા જવાનો સરહદ પર તૈનાત છે. 17મેના રોજ આવેલા વાવાઝોડા (cyclone)એ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં તબાહી મચાવી હતી. સૌરાષ્ટ્રના અનેક ગામોમાં વિજપુરવઠા (Power supply)ની લાઈનોને પણ ધણું નુકશાન થયું હતુ.

ખેડુતોને વાડીઓમાં પાકને પાણી આપવું પણ મુશ્કેલ પડ્યું હતુ. તાઉતે વાવાઝોડા (cyclone)એ ઉનાથી પ્રવેશ કર્યો હતો ગુજરાતમાં તાંડવ મચાવી વાવાઝોડું રાજસ્થાન તરફ વળ્યું હતુ. વાવાઝોડાને કારણે રાજ્યના અનેક ગામોમાં અંધારપટ હતો તેમજ 2 લાખથી વૃક્ષો ધરાશાયી થયા હતા. ગામના મકાન અને ગાય-ભેંસો રાખવાના પતરા , સહિત વિજ પોલ પડી ગયા હતા. એક માસ જેટલો સમય થયો હોવા છતાં પણ માલણ વિસ્તારમાં કોઈ અધિકારી કે તંત્રની ટીમ સર્વે કરવા માટે પણ પહોંચી નથી.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

તાઉતે વાવાઝોડાથી સૌરાષ્ટ્ર માં ખેડૂતો ને ખેતી પાકોમાં નુકશાન થયું છે,જેમાં બાગાયતી પાક (Horticultural crops) કેળ, આંબા, નારિયેળ અને ઉનાળુ પાક તલ અડદ મગ જેવા પાકમાં નુકસાની થઈ છે.

મુખ્યપ્રધાને અસરગ્રસ્તોને સહાયની ચુકવણીમાં કોઇ ખોટી વ્યક્તિ સહાય લઇ ન જાય અને સાચી વ્યક્તિ વંચિત ન રહી જાય તેવી તકેદારી અને વેરીફિકેશન સાથે કોઇ પણ દબાણને વશ થયા વિના આ કામગીરી કરવા જિલ્લા કલેકટરોને સ્પષ્ટ તાકીદ કરી હતી.આ ગામ હજુ સરકારની સહાયથી પણ વંચિત છે.

સનખડા અને માલણનેશ વિસ્તારમાંથી અંદાજે 35 જેટલા જવાનો આર્મીમાં જોડાયેલા છે. દેશની સરહદ (Border)રક્ષા કરેલી રહેલા જવાનોના પરીવાર પર જાણે આભ ફાટયું છે. એક બાજુ ખેડૂતો વિજળીના અભાવે ખેડુતો ખેતી કરી શકતા નથી, માલણ વિસ્તારમાં અંદાજીત 300થી વધુ ખેડૂતોની જમીન આવેલી છે.

ગામલોકો દ્વારા અનેક વખતે તંત્રની રજુઆત પણ કરવામાં આવી છે છેલ્લા 27 દિવસથી ગામના લોકો અંધારામાં વસવાટ કરી રહ્યા છે ત્યારે કહી શકાય કે, એક બાજુ વીર જવાનો દેશની રક્ષા કરી રહ્યા છે તેના પરિવાર માટે કોઈ મદદે  આવતું નથી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">