AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગીરમાં દુઃખદ ઘટના: માનવભક્ષી સિંહણને બેભાન કરવાની ગોળી ટ્રેકરને વાગી જતા થયુ મોત- Video

જુનાગઢ જિલ્લાના વિસાવદરના નાની મોણપરી ગામે 4 વર્ષના માસૂમને ફાડી ખાનાર માનવભક્ષી સિંહણને પાંજરે પુરવા ગયેલી વન વિભાગની ટીમને તેમના એક સહકર્મીને ગુમાવવાનો વારો આવ્યો છે. વન વિભાગના કર્મીએ સિંહણ સામે આવી જતા તેને બેભાન કરવા વેટરનરી તબીબે ગોળી છોડી હતી. જેમા સિંહણ દૂર ખસી જતા સામે આવેલા ટ્રેકરને ગોળી વાગી જતા ટ્રેકરનું મૃત્યુ નિપજ્યુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 05, 2026 | 6:46 PM
Share

ગીરમાંથી એક અત્યંત કરૂણ ઘટના ઘટી છે. છેલ્લા કેટલાક દિવસોથી વિસાવદરના નાની મોણપરી ગામે માનવભક્ષી સિંહણનો ત્રાસ વધ્યો છે. આ સિંહણ 4 વર્ષના એક માસૂમને ઉઠાવી ગઈ જતા તેનુ મોત થયુ હતુ. જે બાદ વનવિભાગની ટીમે આ માનવભક્ષી સિંહણને પકડવા માટે ઓપરેશન હાથ ધર્યુ હતુ. આ દરમિયાન સિંહણ સામે આવી જતા વેટરનરી તબીબે સિંહણને બેભાન કરવા માટે ટ્રાન્કવીલાઈઝર ગનથી ફાયર કર્યુ હતુ. જો કે સિંહણ દૂર ખસી જતા સામે ઉભેલા ટ્રેકરને આ ગોળી વાગી ગઈ હતી અને ટ્રેકરનું એક દિવસની સારવાર દરમિયાન મોત નિપજ્યુ છે.

શું હતી સમગ્ર ઘટના?

રવિવારે વિસાવદરના નાની મોણપરી ગામે 4 વર્ષના શિવમ નામના બાળકને સિંહણે ફાડી ખાતા સમગ્ર પંથકમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ માનવભક્ષી સિંહણને પકડવા માટે વન વિભાગે યુદ્ધના ધોરણે ઓપરેશન હાથ ધર્યું હતું. સિંહણની લોકેશન મળતા જ તેને બેભાનકરવા માટે વનકર્મીઓ દ્વારા ગન ચલાવવામાં આવી હતી. જોકે, કમનસીબે આ ગનમાંથી છૂટેલું ઇન્જેક્શન સિંહણને લાગવાને બદલે ત્યાં હાજર વન વિભાગના ટ્રેકર અશરફભાઈ ચૌહાણને વાગી ગયું હતું. અશરફ ભાઈના મોતથી સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ ગઈ છે.

આ સમગ્ર ઘટના અંગે સી.એફ.એ જણાવ્યુ છે કે અકસ્માતે સિંહણને બેભાન કરવાનું ઇન્જેક્શન ટ્રેકરને લાગ્યું હતુ. મનુષ્ય કરતા પ્રાણીને ચાર ગણો એનેસ્થેસિયાનો ડોઝ આપવો પડે છે. એનેસ્થેસિયાના ઓવરડોઝના કારણે ટ્રેકરનું મોત થયુ છે. આ ઘટનામાં વેટરનરી તબીબની બેદરકારી અંગે પણ તપાસ કરવામાં આવશે.

આ સમગ્ર મામલે વેટરનરી તબીબની બેદરકારી અંગે તપાસ કરવામાં આવશે વનકર્મી અશરફભાઈ સિંહણના પાછળના ભાગે કેમ ઉભા હતા તે અંગ પણ તપાસ કરવામાં આવશે. ટ્રેકરના વીમામાંથી પરિવારને 10 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. વન વિભાગના અધિકારી તથા કર્મચારીઓ પણ આર્થિક મદદ કરશે. 28 વર્ષીય મૃતક અશરફ વન વિભાગમાં કરાર આધારિત ટ્રેકર તરીકેની ફરજ બજાવતા હતા. તેમને સંતાનમાં 2 વર્ષની બાળકી છે. હાલ તેમના પરિવારમાં માતમ છવાયો છે.

ગાંધીજીના મૂલ્યોને નેવે મુકી કોચરબ આશ્રમનો લગ્ન પ્રસંગ જેવા સમારોહ માટે કરાઈ રહ્યો છે ઉપયોગ- જુઓ Video

વચનો છે, પુલ નથી, બનાસ નદી પાર કરી જીવના જોખમે શાળાએ જતા બાળકો
વચનો છે, પુલ નથી, બનાસ નદી પાર કરી જીવના જોખમે શાળાએ જતા બાળકો
પાણીજન્ય રોગચાળાની આશંકાએ AMCની મોટી કાર્યવાહી પાણીપુરી વાળાઓ પર તબાહી
પાણીજન્ય રોગચાળાની આશંકાએ AMCની મોટી કાર્યવાહી પાણીપુરી વાળાઓ પર તબાહી
ગાંધીનગર અને અમદાવાદ પાણીજન્ય રોગોમાં વધારો થતા રાજકારણ ગરમાયું
ગાંધીનગર અને અમદાવાદ પાણીજન્ય રોગોમાં વધારો થતા રાજકારણ ગરમાયું
ગિફ્ટ સિટીમાં ખાળકૂવામાં પડેલા બાળકનું મોત
ગિફ્ટ સિટીમાં ખાળકૂવામાં પડેલા બાળકનું મોત
સાબરકાંઠામાં ફરી ચંદન ચોરી, ખેડૂતોમાં ચિંતાનો માહોલ, જુઓ Video
સાબરકાંઠામાં ફરી ચંદન ચોરી, ખેડૂતોમાં ચિંતાનો માહોલ, જુઓ Video
મકરસંક્રાંતિ નજીક આવતા નર્મદામાં ગોળના કોલા ધમધમ્યા, જુઓ Video
મકરસંક્રાંતિ નજીક આવતા નર્મદામાં ગોળના કોલા ધમધમ્યા, જુઓ Video
સ્કૂલ બસને અકસ્માત નડ્યો
સ્કૂલ બસને અકસ્માત નડ્યો
ગાંધીનગરમાં વધતા ટાઈફોઈડના કેસને લઈ કોંગ્રેસનો મનપા ખાતે વિરોધ-Video
ગાંધીનગરમાં વધતા ટાઈફોઈડના કેસને લઈ કોંગ્રેસનો મનપા ખાતે વિરોધ-Video
ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાશે
ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાશે
હાઈકોર્ટ, અમદાવાદ-સુરતની કોર્ટને બોંબથી ઉડાવી દેવાની મળી ધમકી
હાઈકોર્ટ, અમદાવાદ-સુરતની કોર્ટને બોંબથી ઉડાવી દેવાની મળી ધમકી
g clip-path="url(#clip0_868_265)">