નીતુ કપૂર પહેલીવાર ડાન્સિંગ શોને કરશે જજ, પ્રોમોમાં પુત્રના ગીત પર ડાન્સ કરતી જોવા મળી
નવો ડાન્સ રિયાલિટી શો શરૂ થવા જઈ રહ્યો છે. જેમાં જજ તરીકે નીતુ કપૂર અને નોરા ફતેહી પણ જોવા મળશે. રિયાલિટી શોનો પ્રોમો લોન્ચ કરવામાં આવ્યો છે. જેમાં નીતુ કપૂર કોરિયોગ્રાફર માર્ઝી પેસ્તોનજી સાથે જોરદાર ડાન્સ કરતી જોવા મળે છે.
બોલિવૂડ એક્ટ્રેસ નીતુ કપૂર (Neetu Kapoor) ટૂંક સમયમાં નાના પડદા પર ડેબ્યૂ કરવા જઈ રહી છે. તે પહેલીવાર ડાન્સિંગ રિયાલિટી શોને જજ કરતી જોવા મળશે. જોકે તે ઘણી વખત ગેસ્ટ તરીકે શોનો ભાગ રહી ચૂકી છે. કલર્સ શો ‘ડાન્સ દીવાને જુનિયર’નો (Dance Diwane Junior) પ્રોમો લોન્ચ કરવામાં આવ્યો છે. જેમાં નીતુ કપૂર કોરિયોગ્રાફર માર્ઝી પેસ્તોનજી સાથે જોરદાર ડાન્સ કરતી જોવા મળે છે. આ શોમાં નોરા ફતેહી (Nora Fatehi) પણ જોવા મળશે.
કલર્સે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ પ્રોમો રિલીઝ કર્યો છે. જેમાં નીતુ કપૂર ‘બચના એ હસીનો’ ગીતની ધૂનમાં એન્ટ્રી કરે છે અને કહે છે કે ‘દીવાનગી દિલ સે હોતી હૈ, ઉંમર સે નહીં’. આ પછી, નીતુ કપૂર કોરિયોગ્રાફર માર્ઝી સાથે તેના પુત્ર રણબીર કપૂરના ગીત ‘બદતમીઝ દિલ’ પર કેટલાક બાળકો સાથે ડાન્સ કરતી જોવા મળે છે. વીડિયોની સાથે લખ્યું છે કે, ‘શાંત નહી રહ શકતે, ક્યોકીં આ રહા હૈ ‘ડાન્સ દીવાને જુનિયર’. નાના ડાન્સના સિતારાઓ સાથે થશે-દિવાનગી મોર, ડાન્સ હાર્ડકોર!
નીતુ કપૂરે તેના એક નિવેદનમાં કહ્યું કે, તે આ શોનો ભાગ બનીને ઘણી ખુશ છે. આ શો આવનારી પેઢીને તેમની પ્રતિભા દર્શાવવાની સુવર્ણ તક આપશે. તેણીએ કહ્યું કે હું ‘ડાન્સ દીવાને જુનિયર’માં મારી ભૂમિકાને જવાબદારી તરીકે જોઉં છું. સ્ટેજ પર બાળકોને ડાન્સ કરતા જોવા માટે હું રાહ જોઈ શકતી નથી.
View this post on Instagram
નોરા ફતેહી પણ શોમાં જજની ભૂમિકા ભજવશે. શોનો વધુ એક પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે. જેમાં નોરા ફતેહી પીળા રંગની સાડીમાં ટીપ ટીપ બરસા પાની પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. નોરા પહેલા પણ ઘણા ડાન્સ રિયાલિટી શોને જજ કરી ચૂકી છે. આ શોમાં 4થી 14 વર્ષના બાળકો ભાગ લઈ શકશે. જો કે, આ શો ક્યારે શરૂ થશે તેની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી.