PM Modi Gujarat Visit : પીએમ મોદીએ IFFCO ખાતે ઉત્પાદિત દેશના પ્રથમ નેનો યુરિયા પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું

પીએમ મોદીએ(PM Modi) કહ્યું આત્મનિર્ભર કૃષિ માટે દેશના પ્રથમ નેનો યુરિયા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરતી વખતે મને વિશેષ આનંદ થાય છે. હવે બોટલમાં યુરિયાની એક બોરીની શક્તિ સમાયેલી છે. નેનો યુરિયાની લગભગ અડધો લિટર બોટલ ખેડૂતની એક બોરી યુરિયાની જરૂરિયાત પૂરી કરશે

PM Modi Gujarat Visit : પીએમ મોદીએ IFFCO ખાતે ઉત્પાદિત દેશના પ્રથમ નેનો યુરિયા પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું
PM inaugurates Nano Urea Plant in Gandhinagar
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 28, 2022 | 6:21 PM

ગુજરાતની એક દિવસની મુલાકાતે આવેલા પીએમ મોદીએ(PM Modi)  ગાંધીનગરના મહાત્મા મંદિરમાં આયોજિત સહકારીતા સંમેલનમાંથી ક્લોલના ઈફફો(IFFCO) ખાતે ઉત્પાદિત દેશના પ્રથમ નેનો યુરિયા(Nano Urea Plant)   પ્લાનટનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે આજે આત્મનિર્ભર કૃષિ માટે દેશના પ્રથમ નેનો યુરિયા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરતી વખતે મને વિશેષ આનંદ થાય છે. હવે બોટલમાં યુરિયાની એક બોરીની શક્તિ સમાયેલી છે. નેનો યુરિયાની લગભગ અડધો લિટર બોટલ ખેડૂતની એક બોરી યુરિયાની જરૂરિયાત પૂરી કરશે.

ભવિષ્યમાં અન્ય નેનો ફર્ટીલાઇઝર પણ આપણા ખેડૂતોને મળી શકે છે

વડાપ્રધાને સંબોધનમાં જણાવ્યુ કે કલોલમાં જે આધુનિક પ્લાન્ટ લગાવવામાં આવ્યા છે. જેની કેપીસીટી દોઢ લાખ બોટલના ઉત્પાદનની છે. આગામી સમયમાં આવા 8 બીજા પ્લાન્ટ લગાવવામાં આવશે. જેનાથી વિદેશ પર યુરિયાની નિર્ભરતા ઓછી થશે. દેશના પૈસા પણ બચશે. તેમણે જણાવ્યુ કે મને આશા છે કે આ ઇનોવેશન માત્ર નેનો યુરિયા સુધી જ સીમીત નહીં બની રહે. વડાપ્રધાને વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભવિષ્યમાં અન્ય નેનો ફર્ટીલાઇઝર પણ આપણા ખેડૂતોને મળી શકે છે.

દેશના ખેડૂતોની તાકાત વધારીશું

ગુજરાત ફર્ટીલાઇઝરના મામલામાં દુનિયાનું બીજુ સૌથી મોટુ કન્ઝયુમર છે.પરંતુ ઉત્પાદનના મામલામાં ત્રીજા નંબરે છીએ, ઉપરથી 7-8 વર્ષ પહેલા યુરિયા ખેતરમાં જવાના સ્થાને કાળા બજારનું શિકાર થઇ જતુ હતુ અને ખેડૂતોને લાકડીઓ ખાવી પડતી હતી.વડાપ્રધાને જણાવ્યુ કે ખેડૂતોને હાલાકી સહન ન કરવી પડે તે માટે કેન્દ્ર સરકારે ગત વર્ષે 1.60 લાખ કરોડ રુપિયા ફર્ટીલાઇઝરમાં સબસીડી આપી છે. ખેડૂતોને મળનારી આ રાહત આ વર્ષે 2 લાખ કરોડથી વધુ થવાની છે. વડાપ્રધાને કહ્યુ કે દેશના ખેડૂતોના હીતમાં જે પણ જરુરી છે તે અમે કરીએ છીએ, કરીશુ અને દેશના ખેડૂતોની તાકાત વધારીશું.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

12 મહિનામાં સરકારે એક બેગ DAP પર 5 ગણો બોજો ભારત સરકારે પોતાના પર લીધો

ડાપ્રધાને જણાવ્યુ કે દેશના ખેડૂતો માટે ભારત સરકાર વિદેશમાંથી 3 હજાર 500 રુપિયામાં 50 કિલો યુરિયા બરેલી બેગ ખરીદે છે. જે દેશના ખેડૂતોને માત્ર 300 રૂપિયામાં પહોંચાડવામાં આવે છે. વડાપ્રધાને કહ્યુ કે અમારી સરકારે સતત પ્રયત્ન કર્યો છે કે ખેડૂતો પર બને તેટલો બોજ ઓછો પડે. વડાપ્રધાને કહ્યુ કે 12 મહિનામાં સરકારે એક બેગ DAP પર 5 ગણો બોજો ભારત સરકારે પોતાના પર લીધો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">