PM Modi Gujarat Visit : દેશ મોડેલ કો-ઓપરરટીવ વિલેજની દિશામાં આગળ વધી રહ્યો છે, ગુજરાતના છ ગામોને પસંદ કરાયા

ગુજરાતમાં મહાત્મા મંદિર ખાતે આયોજિત સહકારીતા સંમેલનને સંબોધન કરતાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે આજે દેશ મોડેલ કો-ઓપરરટીવ વિલેજની દિશામાં આગળ વધી રહ્યો છે. જેમાં ગુજરાતમાં છ ગામોને પસંદ કરાયા છે.

PM Modi Gujarat Visit : દેશ મોડેલ કો-ઓપરરટીવ વિલેજની દિશામાં આગળ વધી રહ્યો છે, ગુજરાતના છ ગામોને પસંદ કરાયા
PM Modi Address Co Operative Confernce In Mahatam Mandir
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 28, 2022 | 5:10 PM

ગુજરાતમાં(Gujarat)  મહાત્મા મંદિર ખાતે આયોજિત સહકારીતા સંમેલનને સંબોધન કરતાં પીએમ મોદીએ(PM Modi)  જણાવ્યું હતું કે આજે દેશ મોડેલ કો-ઓપરરટીવ વિલેજની (Co- Operative Village) દિશામાં આગળ વધી રહ્યો છે. જેમાં ગુજરાતમાં છ ગામોને પસંદ કરાયા છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘સહકારથી સમૃદ્ધિ’ કાર્યક્રમમાં પોતાના સંબોધનમાં જણાવ્યુ કે  ગામડાઓનું આત્મનિર્ભર બનવુ આવશ્યક છે. જેથી બાપુ અને સરદાર પટેલે જે રસ્તો બતાવ્યો તે દિશામાં આગળ વધી રહ્યા છે.

વડાપ્રધાને સંબોધનમાં જણાવ્યુ કે કલોલમાં જે આધુનિક પ્લાન્ટ લગાવવામાં આવ્યા છે. જેની કેપીસીટી દોઢ લાખ બોટલના ઉત્પાદનની છે. આગામી સમયમાં આવા 8 બીજા પ્લાન્ટ લગાવવામાં આવશે. જેનાથી વિદેશ પર યુરિયાની નિર્ભરતા ઓછી થશે. દેશના પૈસા પણ બચશે. તેમણે જણાવ્યુ કે મને આશા છે કે આ ઇનોવેશન માત્ર નેનો યુરિયા સુધી જ સીમીત નહીં બની રહે. વડાપ્રધાને વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભવિષ્યમાં અન્ય નેનો ફર્ટીલાઇઝર પણ આપણા ખેડૂતોને મળી શકે છે.

આ પૂર્વે ગુજરાતના  ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં આયોજિત સહકારીતા સંમેલનને  સંબોધિત કરતા અમિત શાહે જણાવ્યું હતું કે ગુજરાત સહકારીતા આંદોલનનું સફળ મોડલ માનવામાં આવે છે.  તેમણે જણાવ્યુ કે આ પગલુ આગામી 100 વર્ષ સુધી સહકારી આંદોલનમાં પ્રાણ ફુંકશે. આ  ઉપરાંત તેમણે જણાવ્યું  હતું કે દેશમાં ઘણા ઓછા એવા રાજ્યો છે. જેમાં સહકારીતા મોડેલ સારી રીતે ચાલી રહ્યું છે.  ગુજરાતમાં સહકારીતા આંદોલનની શરૂઆત સરદાર વલ્લભભાઈ પટેલે અને મોરારજીભાઈ દેસાઇએ સ્વાવલંબન અને સ્વદેશીના બે આધાર સ્તંભ પર કરી હતી. જેમાં ત્રિભોવનભાઇ પટેલ  અને  સરદાર વલ્લભભાઈ પટેલેરોપેલું બીજ આજે વટવૃક્ષ બન્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે મહાત્મા મંદિરમાં સહકાર થી સમૃદ્ધિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. પીએમ મોદીએ આજે નિરામય ભારતનો સંકલ્પ કર્યો છે.

કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો

સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમમાં મુખ્યપ્રધાને ભુપેન્દ્ર પટેલે સંબોધનમાં જણાવ્યુ કે કેન્દ્રમાં મોદી સરકારના 8 વર્ષના કાર્યકાળમાં અનેક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યા છે. તેમણે જણાવ્યુ કે 8 વર્ષમાં લોકોની અનુભૂતિ થઇ છે કે દેશમાં બદલાવ લાવવાવાળી સરકાર આવી છે.તેમણે જણાવ્યુ કે ગુજરાતમાં ઇફકો સાથે સહયોગ સાધીને ડ્રોન ટેકનોલોજીની મદદથી ખેડૂતોના ખેતરમાં છંટકાવ કરવાની પહેલ કરવાના છે.જેના કારણે ખેડૂતોને મજુરીનો ખર્ચ ઘટશે. એક સરખુ યુરિયા પાકને મળશે. એટલુ જ નહીં આયાતી યુરિયા પાછળ જે વિદેશી હુંડિયામણનો ખર્ચ થતો હતો તે પણ બચી જશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">