PM Modi Gujarat Visit : પીએમ મોદીએ કહ્યું દેશના વિકાસમાં શિક્ષકોની મોટી ભૂમિકા, ગુજરાતના શિક્ષકોનો રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં સિંહફાળો

પીએમ મોદીએ જણાવ્યું કે, હું ગર્વથી કહું છું એક આજીવન વિદ્યાર્થી છું. મે તમારી પાસેથી વસ્તુઓને બારીકાઇથી નિરીક્ષણ કરતા શીખ્યો છું. 21 સદીમાં ભારતની શિક્ષણ વ્યવસ્થા, શિક્ષક અને વિધાર્થી બદલાઈ રહ્યા છે. તેમાં તેવી રીતે આગળ વધી શકાય તે પણ વિચારવાનું છે. આજના વિદ્યાર્થીનું કુતૂહલ શિક્ષક માટે ચેલેન્જ લઇને આવ્યું છે. આજનો વિદ્યાર્થી નીડર છે.

PM Modi Gujarat Visit : પીએમ મોદીએ કહ્યું દેશના વિકાસમાં શિક્ષકોની મોટી ભૂમિકા, ગુજરાતના શિક્ષકોનો રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં સિંહફાળો
PM Modi Teacher Federation
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 12, 2023 | 12:11 PM

પીએમ મોદીએ  ગિફ્ટ સિટી ખાતે આયોજીત પ્રાથમિક શિક્ષક સંઘના રાષ્ટ્રીય અધિવેશનને  સંબોધિત કરતા જણાવ્યું કે,  ભારત વિકસિત થવાના સંકલ્પ સાથે આગળ વધી રહ્યો છે. જેમાં શિક્ષકોની મોટી ભૂમિકા છે. તેમણે વધુમાં જણાવ્યું કે સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ગુજરાતમાં એક સમયે ડ્રોપ આઉટ રેશિયો 40 ટકા હતો આજે તે માત્ર 3 ટકા રહ્યો છે. જે પણ ગુજરાતના શિક્ષકોના લીધે જ શક્ય બન્યું છે. ગુજરાતમાં એક સમયે આદિવાસી બેલ્ટ ઉમરગામથી અંબાજી સુધી સાયન્સ સ્ટ્રીમની એક પણ શાળા ન હતી.

આ ઉપરાંત પીએમ મોદીએ જણાવ્યું કે, હું ગર્વથી કહું છું એક આજીવન વિદ્યાર્થી છું. મે તમારી પાસેથી વસ્તુઓને બારીકાઇથી નિરીક્ષણ કરતા શીખ્યો છું. 21 સદીમાં ભારતની શિક્ષણ વ્યવસ્થા, શિક્ષક અને વિધાર્થી બદલાઈ રહ્યા છે. તેમાં તેવી રીતે આગળ વધી શકાય તે પણ વિચારવાનું છે. આજના વિદ્યાર્થીનું કુતૂહલ શિક્ષક માટે ચેલેન્જ લઇને આવ્યું છે. આજનો વિદ્યાર્થી નીડર છે.

બપોરના સમયે એક કલાક સુધી પીએમ મોદી રાજભવનમાં રોકાણ કરશે.

આ કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ પીએમ મોદી મહાત્મા મંદિર ખાતે આયોજીત અમૃત આવાસોત્સવમાં ઉપસ્થિત રહેશે અને રૂપિયા 1,946 કરોડના 42 હજારથી વધુ આવાસોનું લોકાર્પણ કરશે  જ્યારે  બપોરના સમયે એક કલાક સુધી પીએમ મોદી રાજભવનમાં રોકાણ કરશે.જ્યારે 3 કલાકે રાજ્યના મુખ્યપ્રધાન, સંગઠનના પદાધિકારીઓ અને મુખ્ય સચિવો સાથે ગિફ્ટ સિટીમાં મહત્વની બેઠક યોજશે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

ગાંધીનગરમાં રૂપિયા 2450 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે

વડાપ્રધાન મોદી ગાંધીનગરમાં રૂ. 2450 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. જેમાં શહેરી વિકાસ વિભાગ, પાણી પુરવઠા વિભાગ, માર્ગ અને પરિવહન વિભાગ અને ખાણ અને ખનીજ વિભાગના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. પીએમ મોદી મહાત્મા મંદિર ખાતે અમૃત આવાસોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

આ દરમિયાન તેઓ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કુલ રૂ. 1946 કરોડના ખર્ચે 42,441 આવાસોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ગૃહપ્રવેશ કરવામાં આવશે.

શહેરી વિસ્તારના 4000 લાભાર્થીઓ અને ગ્રામીણ વિસ્તારના 3000 લાભાર્થીઓ ઉપસ્થિત રહેશે

જે અંતર્ગત કુલ 7113 આવાસોનું લોકાર્પણ, 4331 આવાસોનું ખાતમુહુર્ત અને 18,997 આવાસોમાં ગૃહપ્રવેશ કરાવવામાં આવશે. પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ 232 તાલુકાઓના 3740 ગામોમાં 12,000 આવાસોનું લોકાર્પણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં શહેરી અને ગ્રામીણ યોજનાના સાત લાભાર્થીઓને તેમના ઘરની ચાવીનું વિતરણ કરવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો લિંક દ્વારા લાભાર્થીઓ સાથે સંવાદ પણ સાધશે. આ કાર્યક્રમમાં શહેરી વિસ્તારના 4000 લાભાર્થીઓ અને ગ્રામીણ વિસ્તારના 3000 મળીને કુલ 7000 લાભાર્થીઓ ઉપસ્થિત રહેશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">