ગુજરાત સ્ટેટ લીટીગેશન પોલીસીમાં નવી જોગવાઈઓ ઉમેરાઈ, જાણો

|

Jun 25, 2024 | 7:06 PM

રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં મહત્વનો નિર્ણય લઈને ગુજરાત સ્ટેટ લીટીગેશન પોલીસીમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા લેવાયેલા નિર્ણય અંગે માહિતી આપતા પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં સ્ટેટ લીટીગેશન પોલીસી વર્ષ 2011થી અમલમાં આવેલ છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા કેટલીક જોગવાઇઓને ઉમેરવામાં આવી છે.

ગુજરાત સ્ટેટ લીટીગેશન પોલીસીમાં નવી જોગવાઈઓ ઉમેરાઈ, જાણો
નવી જોગવાઇઓ ઉમેરાઈ

Follow us on

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં મહત્વનો નિર્ણય લઈને ગુજરાત સ્ટેટ લીટીગેશન પોલીસીમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા લેવાયેલા નિર્ણય અંગે માહિતી આપતા પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં સ્ટેટ લીટીગેશન પોલીસી વર્ષ 2011થી અમલમાં આવેલ છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા કેટલીક જોગવાઇઓને ઉમેરવામાં આવી છે.

સરકાર દ્વારા જેમાં વખતો વખત સમિક્ષા કરવામાં આવી છે. તેમજ હાઇકોર્ટના વિવિધ ચુકાદાઓ સંદર્ભે વર્તમાન પોલીસીઓમાં કેટલાક સુધારાઓ કરવા જરુરી હતા. જેને આધારે કેટલીક જોગવાઈઓને તેમાં ઉમેરવા માટેનો બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે.

શું ઉમેરવામાં આવ્યું? જાણો

ગુજરાત સરકારના પ્રવક્તા પ્રધાન ઋષિકેષ પટેલે આ અંગેની માહિતી મીડિયાને આપતા જણાવ્યું કે, એકાઉન્ટીબીલીટી એટલે કે અધિકારીની જવાબદારી નક્કી કરવા માટે જોગવાઇ ઉમેરવામાં આવી છે. જે કેસ ગુણદોષનાં આધારે મજબૂત હોય તેમ છતાં, તેમાં માહિતીનો અભાવ કે બેદરકારી દાખવવામાં આવી હોય તેવા કિસ્સામાં જવાબદાર સામે કાર્યવાહી કરવા માટેની જોગવાઈ સૂચવવામા આવી છે.

સર્વ પિતૃ અમાસ પર કરો આ ઉપાયો,પિતૃઓ આપશે આશીર્વાદ!
15 દિવસ સતત ખાલી પેટ જીરાનું પાણી પીવાથી જાણો શું થાય છે?
દવાઓ કરતાં પણ વધુ અસરકારક છે આ 4 છોડ ! અનેક રોગોનો રામબાણ ઈલાજ
શું દારૂ પીધા પછી ઘી ખાવાથી નશો નથી ચડતો ?
Black Pepper : માત્ર 1 કાળા મરી ખાવાથી સ્વાસ્થ્ય પર થાય છે આ અસર
એકાદશીનું વ્રત કેમ કરવું જોઈએ, ઇન્દ્રેશજી મહારાજે જણાવ્યું કારણ

એટલે કે અધિકારીની બેદરકારી હોય કે પૂરતી માહિતી ન આપવાનાં કારણે જે પરિણામ આવે છે, તેવા સંજોગોમાં અધિકારીની જવાબદારી નક્કી કરવામાં આવશે. તેમજ જે જવાબદાર છે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ તેમ સૂચન કરાયું છે.

સમિતિની રચના કરાઈ

અપીલમાં વિલંબ અટકાવવાની જોગવાઈ અંતર્ગત પણ કેટલાક સૂચન રજૂ કરવામાં આવ્યા છે. જે મુજબ જ્યારે કોઈ ચૂકાદો રાજ્યની કોઈ પ્રવર્તમાન નીતિને અસરકરતાં હોય, ત્યારે કાયદા વિભાગના અભિપ્રાયથી દરખાસ્ત કરનાર વિભાગ સહમત ન હોય આી સ્થિતિમાં શું થઈ શકે એ માટે પણ નિર્ણય કરવામાં આવ્યો છે. આવા સમયે શું કાર્યવાહી કરવી તેની જોગવાઈને ઉમેરવામાં આવી છે.

આવા કિસ્સાને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા એક સમિતિનું ગઠન કરવામાં આવ્યો છે. જે સમિતિ જે નિર્ણય કરશે તેને આખરી ગણાશે. આ સમિતિમાં રાજ્ય સરકારના મુખ્ય સચિવ અધ્યક્ષ પદ પર રહેશે. ઉપરાંત સમિતિમાં સભ્ય તરીકે રાજ્યના નાણાં વિભાગના સચિવ, સામાન્ય વહીવટી વિભાગના સચિવ, કાયદા વિભાગના સચિવ અને જે વિભાગે દરખાસ્ત કરી હોય તે વિભાગના સચિવ પણ સભ્ય તરીકે સામેલ રહેશે.

કેસોને ત્વરિત મોનિટરીંગ કરાશે

એ પણ પ્રવક્તા પ્રધાને જણાવ્યું હતુ કે, સ્ટેટ લીટીગેશન પોલીસીમાં સુધારા કરવાથી સરકાર પક્ષનાં જે કેસો સારા છે, તેને ત્વરિત મોનિટરીંગ કરી શકાશે. આમ થવાને લઈ કેસના વિલંબનાં કારણે થતું નુકસાન અટકાવી શકાશે. સ્ટેટ લીટીગેશનના સુધારા થકી વિલંબ કરનાર જવાબદાર સામે હવે અસરકારક પગલાં પણ ભરી શકાશે. આમ હવે સરકારનો સમય, નાણાં તેમજ શક્તિનો પણ બચાવ થવા પામશે.

 

આ પણ વાંચો: કુવૈતથી પરત ફરેલા અલ્પેશ પટેલે સંભળાવી આપવીતી, દવા-સાબુ માંગે તો પણ બેરહેમ માર પડતો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:05 pm, Tue, 25 June 24

Next Article