Big News : સિદ્ધુ મુસેવાલા હત્યા કેસમાં પોલીસને મોટી સફળતા, શૂટર જાધવની ગુજરાતમાંથી ધરપકડ

પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલા હત્યા કેસમાં શૂટર સંતોષ જાધવની ગુજરાતમાંથી (Gujarat) ધરપકડ કરવામાં આવી છે.

Big News : સિદ્ધુ મુસેવાલા હત્યા કેસમાં પોલીસને મોટી સફળતા, શૂટર જાધવની ગુજરાતમાંથી ધરપકડ
punjabi singer sidhu moose wala Murder case
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 14, 2022 | 11:52 AM

પંજાબી સિંગર અને કોંગ્રેસ નેતા સિદ્ધુ મૂસેવાલા હત્યાકાંડમાં (Sidhu Moose wala)પોલીસને મોટી સફળતા મળી. પૂણે, પંજાબ અને દિલ્લી પોલીસની (Delhi Police) સંયુક્ત ટીમે ગુજરાતમાંથી શૂટર સંતોષ જાધવને ઝડપી પાડ્યો. સંતોષ જાધવની(Santosh Jadhav)  સાથે જ તેનો એક સાથી નવનાથ સૂર્યવંશી પણ ઝડપાયો છે.સંતોષ જાધવને ગત રાત્રે જજ સમક્ષ રજૂ કરીને 20 જૂન સુધીના રિમાન્ડ મેળવી લેવાયા છે.ચકચારી સિદ્ધુ મૂસેવાલા હત્યાકાંડમાં (Sidhu Moose wala Murder)આઠ આરોપીની ઓળખ થઈ ચુકી છે. જ્યારે અગાઉ એક આરોપી સૌરભ મહાકાલ પણ ઝડપાઈ ચુકયો છે.

તમને જણાવી દઈએ કે, પૂણે પોલીસે 2021 દરમિયાન થયેલા હત્યાકાંડ પછી જાધવને આશરો આપનાર આરોપી સિદ્ધેશ કાંબલે ઉર્ફે સૌરભ મહાકાલની થોડા દિવસ પહેલા ધરપકડ કરી હતી. મુસેવાલા હત્યાકાંડને પગલે દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલ અને પંજાબ પોલીસે તેની પૂછપરછ કરતા સંતોષ જાધવની માહિતી મળી હતી.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

હત્યાકાંડનો CCTV વીડિયો સામે આવ્યો હતો

પંજાબી સિંગર સિદ્ધૂ મુસેવાલા હત્યા કેસમાં દરરોજ નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. પોલીસ પણ તમામ આરોપીઓને ઝડપવા માટે તાબડતોડ તપાસ ચલાવી રહી છે. આ દરમિયાન પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલા હત્યા સાથે સંબંધિત એક CCTV વીડિયો સામે આવ્યો છે. તમને જણાવી દઈએ કે, આ સીસીટીવી ફૂટેજ ત્યાંના પેટ્રોલ પંપનો છે. જેમાં સિદ્ધુ મુસેવાલા હત્યા કેસના બે શકમંદો કથિત રીતે બોલેરો કારમાં હતા. હત્યા માટે હુમલાખોરોએ આ જ વાહનનો ઉપયોગ કર્યો હોવાની આશંકા છે. આ ફૂટેજ ફતેહાબાદના બિસલા ગામમાં સ્થિત પેટ્રોલ પંપમાંથી મળી આવ્યા હોવાનું માનવામાં આવે છે, જ્યાં શકમંદોએ વાહનમાં પેટ્રોલ ભરાવ્યું હતું.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">