કેન્દ્રીય ગૃહપ્રધાન Amit Shah ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે, સહકાર સંમલેનમાં સંબોધન અને સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું ભૂમિપૂજન કરશે

અમિત શાહ (Amit Shah) સહકાર સંમેલન તથા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષના ભૂમિ પૂજન કાર્યક્રમમાં ભાગ લેવાના છે. ગુજરાતભરની સહકારી સંસ્થાઓના ભાજપના હોદ્દેદારોને એક છત્ર હેઠળ લાવીને 28મી મેએ ગાંધીનગરમાં મહાત્મા ગાંધી મંદિરમાં ખાતે મહાસંમેલનમાં યોજાઈ રહ્યું છે.જેમાં કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંને ઉપસ્થિત હશે.

કેન્દ્રીય ગૃહપ્રધાન Amit Shah ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે, સહકાર સંમલેનમાં સંબોધન અને સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું ભૂમિપૂજન કરશે
HM Amit ShahImage Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 27, 2022 | 6:48 PM

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah)  ગુજરાતના પ્રવાસે છે.  જેમાં પોતાના ત્રણ  દિવસના પ્રવાસ દરમિયાન અમિત શાહ સહકાર સંમેલન(Co Operative Conference)  તથા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષના(Sports Complex)  ભૂમિ પૂજન કાર્યક્રમમાં ભાગ લેવાના છે. ગુજરાતભરની સહકારી સંસ્થાઓના ભાજપના હોદ્દેદારોને એક છત્ર હેઠળ લાવીને 28મી મેએ ગાંધીનગરમાં મહાત્મા ગાંધી મંદિરમાં ખાતે મહાસંમેલનમાં યોજાઈ રહ્યું છે.જેમાં કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંને ઉપસ્થિત હશે.અમિત શાહના કાર્યક્રમની વાત કરીએ તો.વહેલી સવારે 9.45 કલાકે અમિત શાહ અમદાવાદ એરપોર્ટ પરથી જામનગર જશે.ત્યાંથી તેઓ હેલિકોપ્ટર મારફતે દેવભૂમિ દ્વારકા જશે.જ્યાં દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝૂકાવશે. ગૃહપ્રધાનના હસ્તે જામનગર જિલ્લામાં રૂપિયા 347 કરોડના ખર્ચે તૈયાર પોલીસ વિભાગના આવાસોનું લોકાર્પણ કરાશે. તેઓ 25 જિલ્લાના પોલીસ વિભાગના 57 મકાનોનું એક સાથે ઈ-લોકાર્પણ કરશે

 29 મેના રોજ અમિત શાહ વિવિધ લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે

બીજી તરફ 29 મેના રોજ અમિત શાહ વિવિધ લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.સવારે તેઓ અમદાવાદથી ગોધરા જશે.જ્યાં પંચામૃત ડેરીના કાર્યક્રમમાં હાજરી આપશે.ઉપરાંત પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કો. બેન્કના કાર્યક્રમમાં પણ રહેશે ઉપસ્થિત.ત્યારબાદ તેઓ બપોરે 12 કલાકે નડિયાદમાં જનસભાને સંબોધશે.નડિયાદથી અમિત શાહ સાંજે અમદાવાદ પહોંચશે

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

 ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું 29મી મેના રોજ સાંજે 4 વાગે ભૂમિપૂજન

આ તરફ અમદાવાદ દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બાદ હવે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ નારણપુરામાં બનવા જઈ રહ્યું છે. નારણપુરા વિસ્તારમાં વરદાન ટાવર પાસે આવેલી 20.39 એકર જમીનમાં રૂ.631.77 કરોડના ખર્ચે બનનારા ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું 29મી મેના રોજ સાંજે 4 વાગ્યે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવશે.આ કોમ્પ્લેક્સમાં એક સાથે 300 રહી શકે તેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે.આ સ્ટેડિયમમાં એક્વેટિક સ્ટેડિયમ, ઇન્ડોર ગેમ,કોમ્યુનિટી સ્પોર્ટ્સ સેન્ટર, 6 ટેનિસ કોર્ટ, વોલીબોલ, બાસ્કેટબોલ જેવી રમતના મેદાન પણ હશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">