Happy Birthday PM Modi: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વડાપ્રધાનને જન્મદિવસની પાઠવી શુભેચ્છા
રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh sanghvi) ટ્વિટ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની વિશેષ શુભેચ્છા પાઠવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા શુભેચ્છા સંદેશ ટ્વિટ કર્યો હતો.
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો (PM Narendra Modi) 72મો જન્મદિવસ છે, ત્યારે તેમને દેશ વિદેશમાંથી શુભેચ્છા સંદેશ મળી રહ્યા છે. ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh sanghvi) ટ્વિટ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની વિશેષ શુભેચ્છા પાઠવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા શુભેચ્છા સંદેશ ટ્વિટ કર્યો હતો. તેમણે લખ્યું હતું કે ભારતના જનપ્રિય જનનાયક, વિકાસપુરુષ, વૈશ્વિક ફલક પર મા ભારતીને પરમ વૈભવના શિખરો સર કરાવનાર, દેશનું ગૌરવ અને ગુજરાતના સપૂત માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને જન્મદિવસની અંત:કરણથી શુભકામનાઓ. ઈશ્વર સમક્ષ આપના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુની કામના કરું છું.
ભારતના જનપ્રિય જનનાયક, વિકાસપુરુષ, વૈશ્વિક ફલક પર મા ભારતીને પરમ વૈભવના શિખરો સર કરાવનાર, દેશનું ગૌરવ અને ગુજરાતના સપૂત માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને જન્મદિવસની અંત:કરણથી શુભકામનાઓ. ઈશ્વર સમક્ષ આપના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુની કામના કરું છું. #HappyBirthdayModiji pic.twitter.com/HNhthCWlk3
— Bhupendra Patel (@Bhupendrapbjp) September 17, 2022
તો ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શુભેચ્છા પાઠવી હતી. તેમણે ટ્વિટ સંદેશમાં લખ્યું હતું કે, ભારતને સફળતાની સીડી પર લઈ જનાર વ્યક્તિ, જેણે આપણા રાષ્ટ્રને વિકાસનો માર્ગ બતાવ્યો, જેણે ભારતને વિશ્વગુરુ બનાવવાના દરવાજા ખોલ્યા, ચાલો આપણે બધા તેમને સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિથી ભરપૂર જન્મદિવસની શુભેચ્છા પાઠવીએ
PM’s birthday is the moment of celebration for entire nation.
A man who took India on the ladder of success, who showed our nation path of growth, who opened up the doors for making India vishwaguru, let us all wish him a birthday full of good health & prosperity.#ModiJiAt72 pic.twitter.com/TrfLSlBrMH
— Harsh Sanghavi (@sanghaviharsh) September 17, 2022
વડાપ્રધાનના જન્મદિવસે ભાજપ દ્વારા સેવા પખવાડિયાની ઉજવણી
જે અંતર્ગત ભાજપ આખા દેશમાં બૂથ સ્તર પર 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર વચ્ચે ‘સેવા પખવાડિયા’ હેઠળ અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરશે. આખા દેશમાં આ જન્મદિવસને યાદગાર બનાવવાની યોજના બનાવવામાં આવી છે.
દેશના તમામ બૂથ પર થશે વૃક્ષારોપણ
વડાપ્રધાન મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગ રુપે થઈ રહેલા ‘સેવા પખવાડિયા’ દરમિયાન દેશના દરેક બૂથ પર વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. તેની સાથે સાથે ભાજપ દેશના તમામ જિલ્લામાં નિશુલ્ક સ્વાસ્થ્ય શિક્ષણ શિબિર અને રક્તદાન શિબિરનું પણ આયોજન કરશે. તમામ જિલ્લામાં દિવ્યાંગોને કૃત્રિમ અંગ અને ઉપકરણોનું વિતરણ પણ કરવામાં આવશે.