ગુજરાતમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને બારકોડેડ જાતિ પ્રમાણપત્ર અપાશે

ડિજિટલ ગુજરાત(Digital Gujarat) અંતર્ગત ડિજિટલ સુવિધાઓ પૂરી પાડવા રાજ્ય સરકારે અનેકવિધ નવતર આયામો હાથ ધર્યા છે જેના ભાગરૂપે ધોરણ 9 અને 10માં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને બારકોડેડ જાતિ પ્રમાણપત્રો આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.

ગુજરાતમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને બારકોડેડ જાતિ પ્રમાણપત્ર અપાશે
Schedual Cast Certificate
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 07, 2022 | 6:08 PM

ગુજરાતના(Gujarat)  પ્રવકતા મંત્રીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના(CM Bhupendra Patel)  અધ્યક્ષસ્થાને આજે મળેલ રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા આ મહત્વનું નિર્ણયની વિગતો આપતા કહ્યું કે, ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જાતિના(Scheduled Caste)  નાગરિકો તેમજ વિદ્યાર્થીઓને યોજનાકીય લાભો, ઉચ્ચ અભ્યાસક્રમમાં અનામત તેમજ સરકારી નોકરીમાં અનામતના હેતુ માટે જાતિના પ્રમાણપત્ર રજૂ કરવાનું રહે છે. એમાં વધુ સરળતા રહે એ માટે આ નિર્ણય કરાયો છે.પ્રવકતા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે કે, રાજ્યના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ડિજિટલ ગુજરાત અંતર્ગત ડિજિટલ સુવિધાઓ પૂરી પાડવા રાજ્ય સરકારે અનેકવિધ નવતર આયામો હાથ ધર્યા છે જેના ભાગરૂપે ધોરણ 9 અને 10માં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને બારકોડેડ જાતિ પ્રમાણપત્રો આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.

તેમણે ઉમેર્યું કે, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળના નિયામક, અનિસૂચિત જાતિ કલ્યાણ અને નિયામક, વિકસતિ જાતિ કલ્યાણ ખાતા દ્વારા જાતિ પ્રમાણપત્રો આપવામાં આવે છે. જે અતર્ગત ધોરણ-10 માં શાળામાંથી દરખાસ્ત મંગાવી વિદ્યાર્થીઓને જાતિના પ્રમાણપત્રો આપવામાં આવે છે. ચાલુ શૈક્ષણિક સત્ર 2022-23 થી ધોરણ 9 અને 10 માં અભ્યાસ કરતા અને નવા શૈક્ષણિક સત્ર 2023-24 થી ધોરણ 9માં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓની જાતિ પ્રમાણપત્રો માટે શાળાઓ મારફત દરખાસ્ત મંગાવી વિદ્યાર્થીઓને ડિજિટલ ગુજરાત પોર્ટલ દ્વારા જાતિના બારકોડેડ પ્રમાણપત્ર આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેથી વિદ્યાર્થીઓને શાળામાંજ સરળતાથી જાતિના પ્રમાણપત્ર મળી રહેશે તેમ પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું હતું.

g clip-path="url(#clip0_868_265)">