AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બુધવારે સાંજે 4 વાગ્યાથી ગુજરાતના 18 જિલ્લાઓમાં શરૂ થશે યુદ્ધની મોકડ્રીલ, સાયરન વાગતા જ 7.30 થી 8 છવાઈ જશે અંધારપટ

ભારત સરકારે નિર્ણય કર્યો છે કે 7 મી મે એ બુધવારે સિવિલ ડિફેન્સ મોક ડ્રૂીલ કરવામાં આવશે. યુદ્ધ અને કટોકટીની સ્થિતિમાં આ પ્રકારની મોકડ્રીલ કરવામાં આવે છે, ગુજરાતમાં રાજ્યના 18 જિલ્લાઓમાં સાંજે 4 વાગ્યા થી 8 વાગ્યા સુધી આ મોકડ્રીલ ચાલશે. જેમા સાંજે 7.30 વાગ્યે સાયરન વાગતા જ અંધારપટ છવાઈ જશે. માત્ર 30 મિનિટ માટે ટોટલ બ્લેકઆઉટ કરવામાં રહેશે.

બુધવારે સાંજે 4 વાગ્યાથી ગુજરાતના 18 જિલ્લાઓમાં શરૂ થશે યુદ્ધની મોકડ્રીલ, સાયરન વાગતા જ 7.30 થી 8 છવાઈ જશે અંધારપટ
TV9 Gujarati
| Edited By: | Updated on: May 06, 2025 | 7:50 PM
Share

દેશમાં પાકિસ્તાન સાથે યુદ્ધની શક્યતા વચ્ચે આવતીકાલે (7 May) દેશભરમાં યુદ્ધની મોકડ્રીલ કરવામાં આવશે. આ દરમિયાન રાજ્યના 18 જિલ્લાઓમાં આ સિવિલ ડિફેન્સ મોકડ્રીલ કરવામાં આવશે. સાંજે 4 વાગ્યાથી 8 વાગ્યા સુધી આ મોકડ્રીલ ચાલશે. આ દરમિયાન સાંજે 7.30 વાગ્યે સાયરન વાગતા જ 8 વાગ્યા સુધી અંધારપટની સ્થિતિ રહેશે. જેમા ટોટલ બ્લેકઆઉટ કરી દેવામાં આવશે.

દેશભરમાં હાલ પાકિસ્તાન સામે આક્રોષનો માહોલ છે. 22 એપ્રિલે જમ્મુકાશ્મીરમાં પ્રવાસીઓ પર આતંકીઓએ કરેલા હુમલા બાદ પાકિસ્તાન સાથેના સંબંધો વધુ તણાવપૂર્ણ બન્યા છે અને ભારતે આ કાયરતાપૂર્ણ કૃત્યનો જડબાતોડ જવાબ આપવાનો ભારતે નિર્ધાર કરી લીધો છે. ત્યારે યુદ્ધની તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. એ જ તૈયારીઓના ભાગરૂપે દેશભરમાં આ સિવિલ ડિફેન્સ મોકડ્રીલ કરવામાં આવી રહી છે. જેમા ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં આવતીકાલે સાંજે 4 વાગ્યાથી આ યુદ્ધની મોકડ્રીલ શરૂ થઈ જશે. જે 8 વાગ્યા સુધી ચાલશે.

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના જણાવ્યા અનુસાર ગુજરાતના 18 જિલ્લામાં આ મોકડ્રીલ થવાની છે. જેમા કોઈપણ નાગરિકે પેનિક થવાની કે દોડાદોડી કરવાની કોઈ જ જરૂર નથી. સાંજે 7.30 વાગ્યાથી 8 વાગ્યા સુધી અંધારપટની સ્થિતિ રહેશે. જે લોકો તેમના ઘરોમાં હશે તેમણે જાતે તેમના ઘરની લાઈટો ઓફ કરી દેવાની રહેશે. ટોટલ બ્લેકઆઉટ અડધા કલાક સુધી રહેશે. જો ઘરની લાઈટ ઘરના પડદાઓની કે કાચની બહાર ન જતી હોય અને કોઈ પ્રકાશ બહારની બાજુમાં ન દેખાતો હોય તો ઘરમાં લાઈટો ચાલુ રાખવામાં કોઈ સમસ્યા નથી પરંતુ 30 મિનિટ સુધી ટોટલ બ્લેકઆઉટ રાખવાનો હોવાથી દરેક વ્યક્તિએ તેમના ઘરની તમામ લાઈટો બંધ રાખવી જરૂરી છે. એ પહેલા જરૂરી તમામ કામ નિપટાવી લેવાના રહેશે અથવા તો બ્લેકઆઉટની સ્થિતિ સમાપ્ત થયા બાદ કામ કરી લેવા.

ટોટલ બ્લેકઆઉટની સ્થિતિ દરમિયાન જે લોકો ઘરમાં છે તેમણે બહાર આંટા મારવા કે ફરવા જવાનું નથી. સોસાયટીમાં પણ બહાર ગૃપમાં બેસવાનુ નથી. કોઈપણ વ્યક્તિ ઘરની બહાર ન નીકળે અને ઘરમાં શાંતિથી બેસે. આ દરમિયાન મોબાઈલની ટોર્ચ લાઈટ પણ કરવાની રહેશે નહીં. બીજી અગત્યની સૂચના જે હર્ષ સંઘવી દ્વારા આપવામાં આવી છે કે કોઈએ મોકડ્રીલ દરમિયાન લિફ્ટનો ઉપયોગ કરવો નહીં અને કોઈએ ડરવાની જરૂર નથી. લોકો સમજી શકે અને સહયોગ કરે તેવી અપીલ કરવામાં આવી છે.

Input Credit- Kinjal Mishra- Gandhinagar

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">