AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget Breaking : બજેટ પહેલા સરકારને મળ્યા ગુડ ન્યુઝ, તિજોરીમાં આટલા લાખ કરોડ આવ્યા

બજેટ 2026 રજુ થતાં પહેલા સરકારને મોટા ગુડ ન્યુઝ મળ્યા છે. જાન્યુઆરીમાં દેશનું GST ક્લેક્શન 6.2 ટકા વધીને1.93 લાખ કરોડ રૂપિયા થયું છે.

Budget Breaking : બજેટ પહેલા સરકારને મળ્યા ગુડ ન્યુઝ, તિજોરીમાં આટલા લાખ કરોડ આવ્યા
| Updated on: Feb 01, 2026 | 10:54 AM
Share

બજેટ 2026 રજુ થતાં પહેલા સરકારને એક મોટા ગુડ ન્યુઝ મળ્યા છે.જાન્યુઆરીમાં દેશનો GST કલેક્શન 6.2 ટકા વધીને રૂ. 1.93 લાખ કરોડ થયું છે. સરકારે રવિવારે જણાવ્યું હતું કે, જાન્યુઆરીમાં ભારતનું ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) ક્લેક્શન રૂ. 1,93,384 કરોડ પર પહોંચ્યું છે, જે ગયા વર્ષના સમાન મહિના કરતા 6.2% વધુ છે. આયાત આવકમાં સારી વૃદ્ધિને કારણે આ વધારો થયો છે. જાન્યુઆરી 2025માં કુલ GST ક્લેક્શન રૂ. 1,82,094 કરોડ હતું.

કુલ ક્લેક્શન વધીને 18,43,423 કરોડ થયું

વાર્ષિક ધોરણે એપ્રિલ-જાન્યુઆરી 2025-26 માટે કુલ ક્લેક્શન વધીને 18,43,423 કરોડ થયું છે, જે 8.3% ની મજબૂત વાર્ષિક ગ્રોથ દર્શાવે છે. જાન્યુઆરી માટે ચોખ્ખી GST આવક 1,70,719 કરોડ થઈ, જે ગયા વર્ષના સમાન મહિનાની સરખામણીમાં 7.6% વધુ છે.વાર્ષિક ધોરણે ચોખ્ખી આવક 15,95,752 કરોડ થઈ, જે વાર્ષિક ધોરણે 6.8% વધુ છે. રિફંડમાં મિશ્ર વલણ જોવા મળ્યું, જાન્યુઆરીમાં કુલ રિફંડ 22,665 કરોડ થયા, જે ગત્ત વર્ષની સરખામણીમાં 3.1% નો નજીવો ઘટાડો દર્શાવે છે. સ્થાનિક રિફંડ 7.1% ઘટીને 13,119 કરોડ થયું, જ્યારે નિકાસ રિફંડ 2.9% વધીને ₹9,546 કરોડ થયું.

સ્થાનિક GST વસૂલાતમાં વધારો ચાલુ રહ્યો, જે ગત્ત વર્ષની સરખામણીમાં 4.8% વધીને 1,41,132 કરોડ થયો. આયાત GST વસૂલાત મજબૂત રહી, કુલ આયાત આવક 52,253 કરોડ થઈ, જે જાન્યુઆરી 2025ની સરખામણીમાં 10.1% વધુ છે.તે ગયા વર્ષના 13,009 કરોડથી ઘટીને 5,768 કરોડ થયો, જે 55.6% નો ઘટાડો છે.

રાજ્યવાર કેટલું રહ્યું કલેક્શન

રાજ્યવાર સેટલમેન્ટ પછી, GST મહેસૂલ ચિત્ર મિશ્ર હતું. ઔદ્યોગિક રાજ્યોમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી, જ્યારે નાના રાજ્યોમાં ઘટાડો જોવા મળ્યો.

  • સકારાત્મક વૃદ્ધિ: હરિયાણા (27%), મહારાષ્ટ્ર (15%), ગુજરાત (13%), હિમાચલ પ્રદેશ (18%), પંજાબ (12%)
  • સામાન્ય વૃદ્ધિ: તમિલનાડુ (5%), કર્ણાટક (7%), ઉત્તર પ્રદેશ (2%), દિલ્હી (3%), પશ્ચિમ બંગાળ (1%)
  • ઘટાડો: મધ્યપ્રદેશ (-15%), ઝારખંડ (-6%), ઓડિશા (-10%), છત્તીસગઢ (-23%), લદ્દાખ (-30%), લક્ષદ્વીપ (-30%)

કેન્દ્રશાસિત પ્રદેશોએ અલગ રીતે પ્રદર્શન કર્યું, જેમાં ચંદીગઢમાં 15% વધારો, પુડુચેરીમાં 11% વધારો, જ્યારે લક્ષદ્વીપમાં 30% નો તીવ્ર ઘટાડો જોવા મળ્યો.

સામાન્ય માણસ પોતાના ઘરના રોજબરોજના ખર્ચથી લઈને ભવિષ્યના ખર્ચને લઈને સંપૂર્ણ હિસાબ કિતાબ કરે છે. જ્યારે સરકાર આ પ્રકારના હિસાબો તૈયાર કરે છે, ત્યારે તેને ‘બજેટ’ કહેવામાં આવે છે. અહી ક્લિક કરો

Breaking News: “ઉનાળો સમય પહેલાં જ આવ્યો,ગુજરાતમાં ગરમીની વહેલી દસ્તક”
Breaking News: “ઉનાળો સમય પહેલાં જ આવ્યો,ગુજરાતમાં ગરમીની વહેલી દસ્તક”
Breaking News : ગૃહરાજ્ય પ્રધાનના ગઢમાં કાયદાની શાંતિ કે શરણાગતિ?
Breaking News : ગૃહરાજ્ય પ્રધાનના ગઢમાં કાયદાની શાંતિ કે શરણાગતિ?
નવસારીના અમલસાડ ગામે લગ્નમાં જમ્યા બાદ જાનૈયાઓને ફૂડ પોઇઝનિંગ
નવસારીના અમલસાડ ગામે લગ્નમાં જમ્યા બાદ જાનૈયાઓને ફૂડ પોઇઝનિંગ
‘ભણે ગુજરાત’ના દાવાઓ વચ્ચે સુરતની શાળામાં વિદ્યાર્થીઓને હાલાકી
‘ભણે ગુજરાત’ના દાવાઓ વચ્ચે સુરતની શાળામાં વિદ્યાર્થીઓને હાલાકી
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ, શૈક્ષણિક સંસ્થામાં શ્વાનનો સર્વે કરવા સૂચના
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ, શૈક્ષણિક સંસ્થામાં શ્વાનનો સર્વે કરવા સૂચના
અમદાવાદના વસ્ત્રાપુરની શિવાલીક હાઇટ્સમાં લાગી આગ, 100 લોકોને બચાવાયા
અમદાવાદના વસ્ત્રાપુરની શિવાલીક હાઇટ્સમાં લાગી આગ, 100 લોકોને બચાવાયા
સરકારી જમીનમાં તુવેર અને ઘઉંની વચ્ચે વાવેતર કરાયેલા ગાંજાના છોડ પકડાયા
સરકારી જમીનમાં તુવેર અને ઘઉંની વચ્ચે વાવેતર કરાયેલા ગાંજાના છોડ પકડાયા
ગુજરાત વિધાનસભામાં ઉપાધ્યક્ષની ચૂંટણી 16 ફ્રેબ્રુઆરીએ યોજાશે
ગુજરાત વિધાનસભામાં ઉપાધ્યક્ષની ચૂંટણી 16 ફ્રેબ્રુઆરીએ યોજાશે
રાજુ કરપડાનો દાવો: ગોપાલ ઇટાલિયાને કારણે AAP આગળ નહીં આવે
રાજુ કરપડાનો દાવો: ગોપાલ ઇટાલિયાને કારણે AAP આગળ નહીં આવે
“48 ઘરો, એક ચોર અને મોંઘા બુટ…ચોરનો તરખાટ”
“48 ઘરો, એક ચોર અને મોંઘા બુટ…ચોરનો તરખાટ”
g clip-path="url(#clip0_868_265)">