AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ચાંદીપુરા વાયરસના વધતા કેસ વચ્ચે સરકાર એક્શનમાં, ગાંધીનગરના 9 ગામોમાં આરોગ્ય વિભાગનું મેગા સર્વેલન્સ

રાજ્યમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસો અને બાળકોના મોતની ઘટનાઓ સામે આવતા આરોગ્ય વિભાગ સંપૂર્ણ એક્શનમાં આવી ગયું છે. વધતી ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગાંધીનગર જિલ્લામાં ખાસ સર્વેલન્સ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

Breaking News: ચાંદીપુરા વાયરસના વધતા કેસ વચ્ચે સરકાર એક્શનમાં, ગાંધીનગરના 9 ગામોમાં આરોગ્ય વિભાગનું મેગા સર્વેલન્સ
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 11, 2026 | 1:43 PM
Share

રાજ્યમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસો અને બાળકોના મોતની ઘટનાઓ સામે આવતા આરોગ્ય વિભાગ સંપૂર્ણ એક્શનમાં આવી ગયું છે. વધતી ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગાંધીનગર જિલ્લામાં ખાસ સર્વેલન્સ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જિલ્લાના 9 જેટલા ગામોમાં દવાઓનો છંટકાવ, આરોગ્ય તપાસ અને જનજાગૃતિની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે.

 બે વર્ષ પહેલાંના કેસોને ધ્યાનમાં રાખીને ખાસ કામગીરી

આરોગ્ય વિભાગે બે વર્ષ પહેલાં જિલ્લામાં નોંધાયેલા ચાંદીપુરા વાયરસના કેસોના આધારે સંવેદનશીલ વિસ્તારોને ચિહ્નિત કર્યા છે. તે વિસ્તારોમાં રોગચાળો ફરી ન ફેલાય તે માટે આગોતરા પગલાં લેવામાં આવી રહ્યા છે. ટીમો દ્વારા સતત મોનિટરિંગ સાથે સંભવિત જોખમ ધરાવતા વિસ્તારોમાં વિશેષ નજર રાખવામાં આવી રહી છે.

 391 ઘરોનો સર્વે, બાળકોની આરોગ્ય તપાસ

નવ ગામોના વિવિધ વિસ્તારોમાં અત્યાર સુધી 391 ઘરોમાં ઘર-ઘર જઈ સર્વે કરવામાં આવ્યો છે. સાથે જ 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવી રહી છે જેથી કોઈપણ બાળકમાં તાવ, ઉલટી, બેભાન થવું અથવા અન્ય શંકાસ્પદ લક્ષણો જણાય તો તાત્કાલિક સારવાર શરૂ કરી શકાય.

 લોકોને સાવચેતી રાખવા આરોગ્ય વિભાગની અપીલ

આરોગ્ય વિભાગે વાલીઓને બાળકોને આખી બાયના કપડાં પહેરાવવા, મચ્છર અને રેતી માખીના સંપર્કથી બચાવવાના પગલાં લેવા તેમજ ઘરની આસપાસ સ્વચ્છતા જાળવવાની અપીલ કરી છે. ખાસ કરીને કાચા મકાનો, ભેજવાળા સ્થળો અને ખાડાઓને પૂરવા તેમજ ગંદકી દૂર રાખવા સૂચના આપવામાં આવી છે.

 લક્ષણો દેખાય તો તરત સારવાર લેવાની સલાહ

આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું છે કે બાળકમાં સતત તાવ, ઊંઘ વધારે આવવી, ઉલટી, ખેંચ આવવી અથવા અન્ય ગંભીર લક્ષણો જોવા મળે તો સમય ગુમાવ્યા વિના નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર માટે પહોંચવું જોઈએ. રાજ્યમાં વધતા કેસોને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગે તમામ જિલ્લાઓને વધુ સતર્ક રહેવા અને સતત સર્વેલન્સ જાળવવા સૂચના આપી છે.

આ પણ વાંચો-Breaking News: સાબરકાંઠામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો વધુ એક ભોગ, હિંમતનગર સિવિલમાં બાળકનું સારવાર દરમિયાન મોત

Follow Us
સ્કૂલના શિક્ષકે હૃદયરોગથી પીડિત વિદ્યાર્થીને 6 રાઉન્ડ દોડાવ્યો
સ્કૂલના શિક્ષકે હૃદયરોગથી પીડિત વિદ્યાર્થીને 6 રાઉન્ડ દોડાવ્યો
સાબરકાંઠામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો વધુ એક ભોગ
સાબરકાંઠામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો વધુ એક ભોગ
કોના ભાગ્યમાં છે 'ધનલાભ' અને કોને મળશે 'માનસિક શાંતિ'?
કોના ભાગ્યમાં છે 'ધનલાભ' અને કોને મળશે 'માનસિક શાંતિ'?
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો
72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો
Morbi: ખેડૂતોની ઉપવાસ છાવણી પર કાળુ અમૃતિયા જોશમાં આવી ખોઈ બેઠા હોંશ
Morbi: ખેડૂતોની ઉપવાસ છાવણી પર કાળુ અમૃતિયા જોશમાં આવી ખોઈ બેઠા હોંશ
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO
સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લીધે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લીધે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત
g clip-path="url(#clip0_868_265)">