AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Govt Scheme : નાના પાયે વ્યવસાય કે રોજગાર કરવો છે ? સરકારની આ યોજના તમને થશે મદદરુપ

સરકારની આ યોજનાનો લાભ મેળવવા શુ કરવુ ? આ યોજના માટેની પાત્રતા શુ છે ? યોજના અંતર્ગત મળતી સહાય કેટલી છે ? અરજી કેવી રીતે કરવી ? સરકારના કયા વિભાગને, કયા અધિકારીને યોજનાનો લાભ લેવા માટે અરજી કરવી ? વગેરે અંગેની વિગતો જાણો આ અહેવાલ થકી.

Govt Scheme : નાના પાયે વ્યવસાય કે રોજગાર કરવો છે ? સરકારની આ યોજના તમને થશે મદદરુપ
Govt Scheme, Manav Garima Yojna
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2023 | 1:50 PM

ગુજરાત સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા વિવિધ સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. કેટલીક યોજના અંગે લોકોને જાણકારી હોય છે અને તેનો લાભ લેતા હોય છે, તો કેટલીક યોજના અંગે લોકોમાં જાગૃતિનો અભાવ જોવા મળે છે. આજે અમે આપને નાના પાયે પોતાનો વ્યવસાય કે રોજગારી શરૂ કરવા માંગતા હોય તેમના માટેની માટેની અમલી માનવ ગરીમા યોજના અંગે વિગતો જણાવીશુ. આ યોજના અંગે અમે આપને સંપૂર્ણ જાણકારી આપીશું. જેના વડે તમે માનવ ગરીમા યોજનાનો લાભ મેળવી શકો છો.

માનવ ગરીમા યોજનાનો હેતુ

નાનો ધંધો-રોજગાર કરવા ઇચ્છુક હોય તેવી વ્યક્તિઓને સ્વરોજગારીના ધંધા-રોજગાર અનુરૂપ કિટ્‍સ આપવામાં આવે છે.

માનવ ગરીમા યોજના માટેના નિયમો અને શરતો

માનવ ગરીમા યોજનાનો લાભ લેવા ઈચ્છતા અરજદારની વય મર્યાદા ૧૮ થી ૬૦ વર્ષ હોવી જોઇએ. અનુસૂચિત જાતિના લોકો કે, જેઓની વાર્ષિક મર્યાદા ₹ 6,00,000 ધરાવતા હોય. અનુસૂચિત જાતિ પૈકી અતિપછાત જાતિ માટે કોઇ આવક મર્યાદા નથી. લાભાર્થી દ્વારા અથવા લાભાર્થીના અન્ય કુટૃંબના સભ્યો દ્વારા આ યોજના હેઠળ અગાઉ લાભ લીધેલ હશે તો પુન: આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર નથી.

શ્રાવણ મહિનામાં આ સ્થળોએ દીવા પ્રગટાવો, ભાગ્યના ખુલશે દ્વાર
વરસાદમાં ભીના શૂઝ પહેરવાથી પગમાં ફંગલ ઇન્ફેક્શન થઈ શકે છે, જાણો તેનાથી કેવી રીતે બચવું
સવાર-સવારમાં ગાય દરવાજે આવીને ઉભી રહે તો કઈ વાતનો સંકેત મળે છે?
લગ્નના 7 વર્ષ બાદ અલગ થયું આ સ્ટાર કપલ,જુઓ પરિવાર
10 વર્ષ ડેટ કરી લગ્ન કર્યા, હવે 7 વર્ષ બાદ અલગ થવાનો લીધો નિર્ણય જુઓ સાયના નહેવાલનો પરિવાર
આજનું રાશિફળ તારીખ : 14-07-2025

માનવ ગરીમા યોજના અંતર્ગત કુલ –28 પ્રકારના વ્યવસાય માટે ટૂલ કિટ્સ આપવામાં આવે છે.

  • કડીયાકામ
  • સેન્‍ટીંગ કામ
  • વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
  • મોચીકામ
  • દરજીકામ
  • ભરતકામ
  • કુંભારીકામ
  • વિવિધ પ્રકારની ફેરી
  • પ્લમ્બર
  • બ્યુટી પાર્લર
  • ઇલેક્ટ્રીક એપ્લાયન્‍સીસ રીપેરીંગ
  • ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ
  • સુથારીકામ
  • ધોબીકામ
  • સાવરણી સુપડા બનાવનાર
  • દુધ-દહી વેચનાર
  • માછલી વેચનાર
  • પાપડ બનાવટ
  • અથાણા બનાવટ
  • ગરમ, ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ
  • પંચર કીટ
  • ફ્લોર મીલ
  • મસાલા મીલ
  • મોબાઇલ રીપેરીંગ
  • હેર કટીંગ (વાળંદ કામ)

માનવ ગરીમા યોજનાનો લાભ લેવા અરજી સાથે રજુ કરવાના ડોક્યુમેન્‍ટ

  • આધાર કાર્ડ
  • રેશન કાર્ડ
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/લાઇસન્સ/ભાડાકરાર/ચુંટણી કાર્ડ/પ્રોપર્ટી કાર્ડ, જમીનના દસ્તાવેજો પૈકી કોઈ એક)
  • અરજદારની જાતિનો દાખલો
  • વાર્ષિક આવકનો દાખલો
  • અભ્યાસનો પુરાવો
  • વ્યવસાય લક્ષી તાલીમ લીધેલી હોય તો તેનો પુરાવો
  • એકરારનામું

અરજીની પ્રક્રિયા-

સમાજ કલ્યાણની વેબસાઈટ પર ઓન લાઈન અરજી કરવાની હોય છે. અરજી કરવા માટેની વેબસાઈટ- https://esamajkalyan.gujarat.gov.in

અમલીકરણ કરતી સંસ્થા-કચેરી

માનવ ગરિમા યોજનાનુ અમલીકરણ જિલ્લા નાયબ નિયામક, અનુસુચિત જાતિ કલ્યાણની કચેરી, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી, જિલ્લા પંચાયતમાં સમાજ કલ્યાણ શાખા

સરકારની આવી જ અન્ય યોજના જાણવા માટે આપ અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">