Gujarat Govt Scheme : સરકારની સ્માર્ટ હેન્ડ ટૂલ કીટ સહાય યોજનાનો લાભ કેવી રીતે મેળવવો ?

સ્માર્ટ હેન્ડ ટૂલ કીટ સહાય યોજનાનો લાભ મેળવવા શુ કરવુ. આ યોજના માટેની પાત્રતા શુ છે. યોજના અંતર્ગત મળતી સહાય કેટલી છે. અરજી કેવી રીતે કરવી. સરકારના કયા વિભાગને યોજનાનો લાભ લેવા માટે અરજી કરવી વગેરે અંગેની વિગતો જાણો આ અહેવાલ થકી.

Gujarat Govt Scheme : સરકારની સ્માર્ટ હેન્ડ ટૂલ કીટ સહાય યોજનાનો લાભ કેવી રીતે મેળવવો ?
Govts Smart Hand Tool Kit Assistance Scheme
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2023 | 1:03 PM

ગુજરાત સરકારના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતોને સમૃદ્ધ કરવાના ભાગરૂપે વિવિધ સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. કેટલીક યોજના અંગે ખેડૂતોને ખબર હોય છે તો કેટલીક યોજના અંગે જાગૃતિનો અભાવ જોવા મળે છે. આજે અમે આપને સીમાન્ત ખેડૂત અને ખેત મજૂરો માટે અમલી સ્માર્ટ ટૂલ કીટ સહાય યોજના અંગે સંપૂર્ણ જાણકારી આપીશું.

સ્માર્ટ હેન્ડ ટૂલ કીટ સહાય યોજનાનો હેતુ

ગુજરાત રાજ્યના સીમાંત ખેડૂતો અને ખેત મજૂરોને જો અઘુનિક સાધનોવાળી સ્માર્ટ હેન્ડ ટૂલ્સ કીટ આપવામાં આવે તો, સીમાંત ખેડૂતો અને ખેત મજૂરોને ખેતી કામ કરવામાં સરળતા રહે છે. ઉપરાંત સારી રીતે ખેતી કામ થઈ શકે છે. ખેત ઉત્પાદન પણ વધે છે.

સ્માર્ટ હેન્ડ ટૂલ કીટ સહાય યોજના માટે કોણ પાત્ર છે

આ યોજનાનો લાભ એવા ખેડૂત અને ખેત મજૂરોને મળે છે જેઓ, જમીનના 8-અ મુજબ, 1 હેકટર સુધીની જમીન ધારણ કરતા સીમાંત ખેડૂત અથવા તો ખેતી કામ કરતા ખેત મજૂરો પાત્ર છે. સીમાંત ખેડૂતોને 8-અ ખાતા દીઠ એક વાર અને ખેત મજૂરોને કુંટુબદીઠ એકવાર લાભ મળે છે.

શું તમે કબજિયાતથી પરેશાન છો? તો આ વસ્તુઓથી દૂર રહો
આજનું રાશિફળ તારીખ : 07-12-2024
સફળ લોકોની આ આદતો જેને દરેક વ્યક્તિ અપનાવી નથી શકતા, જાણી લો
RBI ની નોકરી કરતાં કરતાં સૃષ્ટિએ UPSC માં કર્યું ટોપ, હવે આ રાજ્યમાં બની IAS
આ 2 રાશિઓ પરથી ઉતરશે શનિની ઢૈયા, વર્ષ દરમિયાન પુરા થશે તમામ અટકેલા કાર્ય
'Pushpa 2'ની આ 7 તસવીરોમાં છે આખી ફિલ્મ, પુષ્પા અને શ્રીવલ્લીનો પ્રેમ, જુઓ

સ્માર્ટ હેન્ડ ટૂલ કીટ સહાયમાં મળતી સહાય

સ્માર્ટ ટૂલ કીટ મેળવવા પાત્ર  અરજદારે ગાંધીનગરમાં આવેલ ગુજરાત ખેત ઉત્પાદન નિગમ લિમીટેડની માન્યતા પ્રાપ્ત વિક્રેતાના કેન્દ્ર ખાતેથી 90 ટકા સહાય અથવા તો રૂપિયા 10,000 (દશ હજાર) બે માથી જે ઓછુ હોય તે રકમની મર્યાદામાં હેન્ડ ટૂલ્સની કીટ્સના સાધનો 90 દિવસમાં ( ત્રણ મહિનામાં) મેળવવાની રહેશે.

 કેવી રીતે કરશો અરજી, શુ છે અરજીની પ્રક્રીયા

સ્માર્ટ હેન્ડ ટૂલ્સ કીટ મેળવવા માંગતા સીમાંત ખેડૂત કે ખેત મજૂરોએ I-Khedut (આઈ ખેડૂત) પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી ગ્રામ્યકક્ષાએ ઈ ગ્રામ સેન્ટર મારફતે અથવા તો જ્યા પણ કોમ્પ્યુટર-ઈન્ટરનેટની સુવિધા હોય તે સ્થળેથી I-Khedut (આઈ ખેડૂત) પોર્ટલ પર કરી શકશે. આ ઉપરાંત અરજદાર જો લેખિત અરજી  સંબંધિત કચેરીમાં રજૂ કરે તો કચેરીએ, I-Khedut પોર્ટલ ખુલ્લુ હોય, ત્યાં સુધી પોર્ટલ ઉપર અરજી કરવાની રહેશે. I-Khedut પોર્ટલ ઉપર સ્માર્ટ હેન્ડ ટૂલ્સ કીટ મેળવવા માંગતા સીમાંત ખેડૂત કે ખેત મજૂરોએ, ઓનલાઈન કરેલ અરજી ઓટો ઈનવર્ડ થશે.

સ્માર્ટ હેન્ડ ટૂલ કીટ સહાય યોજનાનો અમલ કરનાર કચેરી કે અધિકારી કોણ

સ્માર્ટ હેન્ડ ટૂલ કીટ સહાય યોજનાનો અમલ કરવા માટે સરકારે તાલુકા અમલીકરણ અધિકારીને જવાબદારી સોપી છે. આ યોજના તેમના થકી લાભાર્થીને લાભ આપવામાં આવશે.

અરજી કરતા સમયે રજૂ કરવાના દસ્તાવેજ-પુરાવા

  • સીમાંત ખેડૂતો માટે 8-અની નકલ
  • ખેત મજૂર હોવા અંગે તલાટીનો દાખલો અથવા તો શ્રમ અને રોજગાર વિભાગનું પ્રમાણપત્ર.
  • સ્માર્ટ હેન્ડ ટૂલ્સ કીટની યાદી પૈકી અરજદારની પસંદગી મુજબના સાધનોની યાદી.
  • આધારકાર્ડની નંબર-(આધાર કાર્ડ).
  • ખેત મજૂરે સસ્તા અનાજ માટેના રેશન કાર્ડની નકલ.

    યોજના અંગે વધુ વિગતો જાણવા માટે આ QR કોડ સ્કેન કરો.

આ યોજના અંગેનો વિગતવાર પરિપત્ર જાણવા અહીં જોઈ શકશો.

આવી જ બીજી સરકારી યોજના વિગતે જાણવા માટે આપ https://tv9gujarati.com ની વેબસાઈટ ઉપર જોતા રહો.

મેઘરજમાં 2 જૂથ વચ્ચે થયો પથ્થરમારો, 6 ઈજાગ્રસ્ત
મેઘરજમાં 2 જૂથ વચ્ચે થયો પથ્થરમારો, 6 ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોને આજે વેપારમાં લાભના સંકેત
આ રાશિના જાતકોને આજે વેપારમાં લાભના સંકેત
બોટાદમાં 17 વર્ષની સગીરાને સગીરાને ધાક-ધમકી આપી આચર્યું દુષ્કર્મ !
બોટાદમાં 17 વર્ષની સગીરાને સગીરાને ધાક-ધમકી આપી આચર્યું દુષ્કર્મ !
ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી
સૂચિત જંત્રીના ભાવવધારા મામલે મોટા સમાચાર
સૂચિત જંત્રીના ભાવવધારા મામલે મોટા સમાચાર
ભવનાથ અતિથિ ભવનને લઈને વિવાદ, છોકરા-છોકરીઓને પણ રુમ આપતા હોવાનો આક્ષેપ
ભવનાથ અતિથિ ભવનને લઈને વિવાદ, છોકરા-છોકરીઓને પણ રુમ આપતા હોવાનો આક્ષેપ
વિરમગામ - ધ્રાંગધ્રા હાઈવે પર MD ડ્રગ્સનું વેચાણ કરનારો આરોપી ઝડપાયો
વિરમગામ - ધ્રાંગધ્રા હાઈવે પર MD ડ્રગ્સનું વેચાણ કરનારો આરોપી ઝડપાયો
ખ્યાતિકાંડ બાદ હવે નસબંધી કાંડ ! યુવકની જાણ બહાર જ કરી દેવાઈ નસબંધી
ખ્યાતિકાંડ બાદ હવે નસબંધી કાંડ ! યુવકની જાણ બહાર જ કરી દેવાઈ નસબંધી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એક જ પરીક્ષાના 2 અલગ પરિણામ, જાણો શું છે ઘટના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એક જ પરીક્ષાના 2 અલગ પરિણામ, જાણો શું છે ઘટના
સમરસ હોસ્ટેલના વિદ્યાર્થીઓનું આરોગ્ય જોખમમાં ! ભોજનમાંથી જીવાત નીકળી
સમરસ હોસ્ટેલના વિદ્યાર્થીઓનું આરોગ્ય જોખમમાં ! ભોજનમાંથી જીવાત નીકળી
g clip-path="url(#clip0_868_265)">