Gandhinagar : માનવ ગરીમા યોજના હેઠળ 13,180 લાભાર્થીઓની ડ્રો દ્વારા વિવિધ ટુલ કિટ્સ માટે પસંદગી કરાઇ

ગાંધીનગર(Gandhinagar) ખાતેથી સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી  પ્રદિપ પરમાર દ્વારા રાજ્યમંત્રી  આર.સી.મકવાણાની ઉપસ્થિતિમાં કોમ્પ્યુટરાઇઝ ડ્રો કરી લાભાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. આ ડ્રો થકી 13 હજારથી વધુ લાભાર્થીઓને રૂ.28.55 કરોડના લાભોથી લાભાન્વિત કરવામાં આવ્યા છે.

Gandhinagar : માનવ ગરીમા યોજના હેઠળ 13,180 લાભાર્થીઓની ડ્રો દ્વારા વિવિધ ટુલ કિટ્સ માટે પસંદગી કરાઇ
Gujarat Minister Pradip Parmar Draw Manav Garima Yojna beneficiaries
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 10, 2022 | 10:01 PM

ગુજરાતના(Gujarat)સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી જાતિ તેમજ વિચરતી અને વિમુક્ત જાતિના નાગરિકોના સશક્તિકરણ માટે વિનામુલ્યે વિવિધ ટુલ કિટ્સ(Tools)  આપવા માટે અમલી બનાવાયેલી માનવ ગરીમા યોજના(Manav Garima Yojna)  અંતર્ગત આજે ગાંધીનગર ખાતેથી સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી  પ્રદિપ પરમાર દ્વારા રાજ્યમંત્રી  આર.સી.મકવાણાની ઉપસ્થિતિમાં કોમ્પ્યુટરાઇઝ ડ્રો કરી લાભાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. આ ડ્રો થકી 13 હજારથી વધુ લાભાર્થીઓને રૂ.28.55 કરોડના લાભોથી લાભાન્વિત કરવામાં આવ્યા છે.

માનવ ગરીમા યોજના રાજ્યમાં અમલી બનાવાઇ

સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રી  પ્રદિપ પરમારે ઓનલાઇન ડ્રો પ્રસંગે જણાવ્યુ હતું કે, મહાનગરોથી માંડીને ગ્રામિણ વિસ્તારના છેવાડાના નાગરિકોને પણ રાજ્ય સરકારની તમામ યોજનાઓનો લાભ જરૂરિયાતમંદોને ત્વરિત મળે તે ઉદ્દેશ સાથે રાજ્યના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ સામાજિક ન્યાયના અભિગમ સાથે ટીમ ગુજરાત સતત કાર્યરત છે.  સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી જાતિ તેમજ વિચરતી અને વિમુક્ત જાતિના નાગરિકોને વધુ સશક્ત બનાવવા માટે માનવ ગરીમા યોજના રાજ્યમાં અમલી બનાવાઇ છે. જેનો લાભ મેળવી લાભાર્થીઓ સ્વયં નાના વ્યવસાયોમાં સ્વરોજગારી મેળવી આર્થિક રીતે આત્મનિર્ભર બની શકશે. એટલુ જ નહિ, તેઓ સ્વરોજગારી પ્રાપ્ત કરી આત્મનિર્ભર બને અને આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવામાં તેમનું શ્રેષ્ઠ યોગદાન આપી આઝાદીના અમૃત મહોત્સવને દિપાવશે.

ચાલુ વર્ષ 2022-23 માં કુલ 13, 180 લાભાર્થીઓના લક્ષ્યાંક સામે કુલ 74,374 અરજીઓ મંજુર કરવામાં આવી

મંત્રી પ્રદિપ પરમારે ઉમેર્યુ હતું કે, માનવ ગરીમા યોજના અંતર્ગત દરજી કામ, વિવિધ પ્રકારની ફેરી, પંચર કીટ, બ્યુટી પાર્લર, મોબાઇલ રીપેરીંગ જેવા કુલ-૨૫ ટ્રેડના સાધનો (ટુલ કિટ્સ) વિના મુલ્યે આપવામાં આવે છે. ચાલુ વર્ષ 2022-23 માં કુલ 13, 180 લાભાર્થીઓના લક્ષ્યાંક સામે કુલ 74,374 અરજીઓ મંજુર કરવામાં આવી હતી. આ મંજુર થયેલી અરજીઓમાંથી આજે કુલ 13,180 લાભાર્થીઓને ઓનલાઇન ડ્રો દ્વારા સંપૂર્ણ પારદર્શિતાથી પસંદ કરવામાં આવ્યા છે. આજે થયેલા કોમ્પ્યુટરાઇઝ ડ્રોમાં પસંદ થયેલા લાભાર્થીઓને આગામી સમયમાં માનવ ગરીમા યોજના હેઠળ નક્કી થયેલા ટ્રેડના સાધનો (ટુલ કીટ્સ) રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">