AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat માં સરદાર સરોવર ડેમ સહિત 207 જળાશયોમાં 69 ટકા પાણીનો જથ્થો

ગુજરાતના(Gujarat) જે 73 જળાશયોમાંથી પીવા માટે પાણી ઉપયોગમાં લેવાય છે તેવાં 68 જળાશયોમાં ઓગસ્ટ-2023 સુધી મળી રહે તેટલો પર્યાપ્ત પાણીનો જથ્થો છે. રાજ્યમાં 69 જળાશયો 100 ટકા ભરાઇ ગયા છે-12 જળાશયો 80 થી 90 ટકા ભરાઇ ગયા છે.

Gujarat માં સરદાર સરોવર ડેમ સહિત 207 જળાશયોમાં 69 ટકા પાણીનો જથ્થો
Sardar Sarovar Dam
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 10, 2022 | 8:29 PM
Share

ગુજરાતના(Gujarat)  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે(CM Bhupendra Patel) રાજ્યના જળાશયોની પ્રવર્તમાન સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા માટે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી . જેમાં રાજ્યમાં સરદાર સરોવર પ્રોજેક્ટ(Sardar Sarovar Dam)  સહિત ર૦૭ જળાશયોની કુલ સ્ટોરેજ કેપેસિટી રપ,ર૬૬ MCM સામે 17,395 MCM એટલે કે 69 ટકા પાણી જળાશયોમાં છે જેમાં ગત વર્ષ તા. 10 ઓગસ્ટની તુલાનાએ 21 ટકા વધારો છે. જેમા પાછલા 13 વર્ષોમાં આ વર્ષે સૌથી વધુ પાણીનો જળાશયોમાં આવરો થયો છે. જે વિસ્તારોમાં વધુ વરસાદ પડે છે અને વરસાદી પાણી વહી જાય છે ત્યાં નાના ચેકડેમ બનાવી પાણી રોકીને જળસંચય માટે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે  માર્ગદર્શન આપ્યું છે.

રાજ્યમાં 69 જળાશયો 100 ટકા ભરાઇ ગયા

રાજ્યના જે 73 જળાશયોમાંથી પીવા માટે પાણી ઉપયોગમાં લેવાય છે તેવાં 68 જળાશયોમાં ઓગસ્ટ-2023 સુધી મળી રહે તેટલો પર્યાપ્ત પાણીનો જથ્થો છે. રાજ્યમાં 69 જળાશયો 100 ટકા ભરાઇ ગયા છે-12 જળાશયો 80 થી 90 ટકા ભરાઇ ગયા છે. કચ્છમાં નાની અને મધ્યમ સિંચાઇ યોજનાના જળાશયો 70 ટકા ભરાઇ ગયા છે

ગુજરાતના કેટલાક જળાશયો એલર્ટ પર

ગુજરાતના વરસાદ બાદ  69 જળાશયો 100 ટકા ભરાઇ ગયા છે. જેના પગલે આ જળાશયો હાઇએલર્ટ પર છે. તો 14 ડેમ 80થી 90 ટકા જેટલા ભરાયેલા છે. જેના પગલે આ 14 ડેમને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. તો 10 ડેમમાં 70થી 80 ટકા જળસંગ્રહ છે, જેના પગલે આ 10 ડેમ સામાન્ય ચેતવણી પર છે. તો 116 ડેમમાં હજુ પણ 70 ટકાથી ઓછો પાણીનો જથ્થો છે.

ગુજરાતમાં 100 ટકા ભરાયેલા જળાશયો

કચ્છના મોટાભાગના જળાશયો 100 ટકા જેટલા ભરાયા છે. કચ્છના અબડાસામાં આવેલો બેરાચિયા ડેમ, મીતી ડેમ અને જગડીયા ડેમ 100 ટકા ભરાયો છે. તો નખત્રાણાનો ગંજાસર ડેમ, મુંદ્રાનો ગજોદ ડેમ પણ 100 ટકા ભરાયેલો છે. ભરૂચના નેત્રંગમાં આવેલો પીગટ ડેમ, ઝઘડીયાનો ઢોલી ડેમ 100 ટકા ભરાયેલો છે. નવસારીના વાંસદાનો કેલિયા ડેમ અને જૂજ ડેમ તેમજ જામનગરનો વગાડીયા ડેમ પણ પાણીથી 100 ટકા ભરાયો છે.

ગુજરાતના વિવિધ જળાશયોમાં પાણીનો સારો એવો સંગ્રહ થતા વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. બીજી તરફ પણ આખુ વર્ષ સિંચાઇના પાણીની તકલીફ નહીં પડે તેવી આશા સાથે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">