Gandhinagar: શાશ્વત સુખ- શાંતિની અનુભૂતિ યોગ વિના શક્ય નથી: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

ગાંધીનગરના (Gandhinagar) રાજભવનમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની (International Yoga Day) ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી. દિવ્ય જીવન સંઘના ઉપાધ્યક્ષ અને જાણીતા યોગ અને વેલનેસ કોચ અશ્વિનભાઈ દવેના માર્ગદર્શન હેઠળ યોગાભ્યાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

Gandhinagar: શાશ્વત સુખ- શાંતિની અનુભૂતિ યોગ વિના શક્ય નથી: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 21, 2022 | 11:44 AM

યોગ એ સંસ્કૃત શબ્દ છે. પ્રાચીન શારીરિક, માનસિક અને આદ્યાત્મિક પ્રણાલી એટલે કે યોગ. દર વર્ષે 21 જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ( International Yoga Day) ઉજવવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં 21મી જૂનને યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે આઠમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગાંધીનગરમાં (Gandhinagar) રાજભવન ખાતે દિવ્ય જીવન સંઘના ઉપાધ્યક્ષ અને જાણીતા યોગ અને વેલનેસ કોચ અશ્વિનભાઈ દવેના માર્ગદર્શન હેઠળ યોગાભ્યાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કર્યા યોગ

ગાંધીનગરના રાજભવનમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી. દિવ્ય જીવન સંઘના ઉપાધ્યક્ષ અને જાણીતા યોગ અને વેલનેસ કોચ અશ્વિનભાઈ દવેના માર્ગદર્શન હેઠળ યોગાભ્યાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આઠમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે રાજભવન ખાતે યોગ, પ્રાણાયમ અને આસન પ્રસ્તુત કરીને યોગને જીવનનો નિત્યક્રમ બનાવવા અનુરોધ કર્યો હતો. રાજ્યપાલે જણાવ્યું હતું કે, શાશ્વત સુખ અને શાંતિની અનુભૂતિ યોગ વિના શક્ય નથી. તેમણે જણાવ્યુ કે, યોગથી વ્યક્તિનો શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ થાય છે

સમગ્ર વિશ્વે યોગનો સ્વીકાર કર્યો: રાજ્યપાલ

આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, મહર્ષિ પતંજલીએ યોગસૂત્રનું નિર્માણ કરીને સમસ્ત વિશ્વના કલ્યાણ માટે યોગ વિદ્યાને વિશ્વના ચરણે ધરી હતી. જ્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંનિષ્ઠ પ્રયાસને કારણે સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા 21મી જૂનના દિવસને વિશ્વ યોગ દિન તરીકે જાહેર કરવામાં આવ્યો છે. જેના કારણે માનવ કલ્યાણના ધ્યેય સાથે ભારતના ઋષિમુનિઓ દ્વારા નિર્મિત યોગ વિદ્યાને વૈશ્વિક મહત્વ મળ્યું છે, એટલું જ નહીં સમગ્ર વિશ્વે યોગનો સ્વીકાર કરીને સ્વસ્થ જીવનશૈલી માટે પુરુષાર્થ કર્યો છે.

Pakistan PAN Card : ભારત છોડો, જાણો કેવું છે પાકિસ્તાનનું PAN કાર્ડ
કથાકાર જયા કિશોરીના આ શબ્દોથી જીવનમાં હાર પણ લાગશે જીત જેવી, જાણો
આદર જૈનની રોકા સેરેમનીના જુઓ ફોટો
Curd Benefits in Winter : ઠંડીમાં દહીં ખાવાથી શરીર પર શું અસર થાય ? જાણી લો
લસણને ઘીમાં શેકીને ખાવાથી જાણો શું થાય છે?
ઘરના બાથરુમમાં આ વસ્તુ રાખવાથી થઈ શકે છે સ્વાસ્થ્ય હાનિ

પ્રાણાયામથી રોગ પ્રતિકારક શક્તિ સબળ બને છે: રાજ્યપાલ

રાજ્યપાલે યોગાસન અને પ્રાણાયામનાં મહત્વને સમજાવી જણાવ્યું હતું કે, કોરોના જેવી મહામારીના સામના માટે રોગપ્રતિકારક શક્તિ અતિ આવશ્યક છે અને યોગ, પ્રાણાયામથી વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ સબળ બને છે. તેમણે યમ, નિયમ, આસન, પ્રાણાયમ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એમ અષ્ટાંગ યોગ અંગે માર્ગદર્શન આપીને શરીર અને મનના સ્વાસ્થ્ય માટે યોગના મહત્વને સમજાવ્યું હતું. વિશ્વ યોગ દિને પ્રત્યેક નાગરિક યોગને જીવનનો નિત્યક્રમ બનાવી નિયમિત યોગ, પ્રાણાયામ અને આસનો દ્વારા શરીર, મનને સ્વસ્થ રાખવા સંકલ્પબદ્ધ બને તેવો અનુરોધ પણ રાજ્યપાલે આ તકે કર્યો હતો.

g clip-path="url(#clip0_868_265)">