Gandhinagar: સિંચાઈ અને પીવાનું પાણી પહોંચાડવા સરકારનો મહત્વપૂર્ણ અભિગમ, સુજલામ-સુફલામ યોજના અંતર્ગત વિકાસના કરોડોના કામોને મંજૂરી આપી
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે (Chief Minister Bhupendra Patel) પાલનપુર અને વડગામ તાલુકાની ગ્રામીણ જનતા જનાર્દનની લોકલાગણી અને માગણીનો સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. હવે નર્મદા મુખ્ય નહેરની સિંચાઈ સુવિધાથી વંચિત રહેલા બનાસકાંઠાના પૂર્વ વિસ્તારોમાં સિંચાઈની વિશ્વસનીય વ્યવસ્થા ઊભી થશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Chief Minister Bhupendra Patel) ઉત્તર ગુજરાતનાં 135 ગામોના ખેડૂતો, પશુપાલકો, ગ્રામજનોને સિંચાઈના અને પીવાનાં પાણી પહોંચાડવાનો મહત્વપૂર્ણ માનવીય સંવેદનાસ્પર્શી અભિગમ અપનાવ્યો છે. મુખ્યમંત્રીને સુજલામ-સુફલામ યોજના (Sujalam-Suflam scheme) અંતર્ગત કસરા-દાંતીવાડા પાઈપલાઈન માટે 1566.25 કરોડ રૂપિયાના કામોની મંજૂરી આપી છે. ડીંડરોલ-મુક્તેશ્વર પાઈપલાઈનના 192 કરોડ રૂપિયાનાં કામો મંજૂર કર્યાં છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનો ઉત્તર ગુજરાતના 135 ગામોના ખેડૂતો, પશુપાલકો, ગ્રામજનોને સુજલામ-સુફલામ યોજના અંતર્ગત સિંચાઈનું અને પીવાનું પાણી પહોંચાડવાનો જનહિતકારી નિર્ણય. pic.twitter.com/SFcTu5dQtx
— CMO Gujarat (@CMOGuj) June 21, 2022
સુજલામ-સુફલામ યોજના અંતર્ગત વિકાસના કામોને મંજૂરી
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પાલનપુર અને વડગામ તાલુકાની ગ્રામીણ જનતા જનાર્દનની લોકલાગણી અને માગણીનો સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. હવે નર્મદા મુખ્ય નહેરની સિંચાઈ સુવિધાથી વંચિત રહેલા બનાસકાંઠાના પૂર્વ વિસ્તારોમાં સિંચાઈની વિશ્વસનીય વ્યવસ્થા ઊભી થશે. કસરા-દાંતીવાડા 77 કિલોમીટર લંબાઈની પાઈપલાઈન દ્વારા નર્મદા મુખ્ય નહેરમાંથી 300 ક્યુસેક પાણી લિફ્ટ કરીને બનાસકાંઠાના 4 તાલુકાના 73 ગામોનાં 156 તળાવો નર્મદાજળથી ભરાશે.
પાટણ જિલ્લાના બે તાલુકાના 33 ગામોનાં 96 તળાવો ભરવામાં આવશે. આ તળાવો નર્મદાજળથી ભરવામાં આવતાં આશરે દોઢ લાખ હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળતો થશે. સરકારના આ અભિગમથી 30 હજારથી વધુ ગ્રામીણ ખેડૂત પરિવારોને સિંચાઈ માટે, પશુધન માટે પૂરતું પાણી ઉપલબ્ધ થશે. જિલ્લાના અંતરિયાળ ગામોની પીવાના પાણી, સિંચાઈની સમસ્યાનો ઉકેલ આવતાં વિશ્વસનીય જળસ્રોત આ વિસ્તારને મળશે.
ડીંડરોલ-મુક્તેશ્વર પાઈપલાઈનના 192 કરોડ રૂપિયાનાં કામો મંજૂર
આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડીંડરોલ મુક્તેશ્વર જળાશય પાઈપલાઈનના રૂપિયા 192 કરોડના કામોને પણ મંજૂરી આપી છે. 33 કિલોમીટર લંબાઈની આ ડીંડરોલ-મુક્તેશ્વર પાઈપલાઈન દ્વારા 100 ક્યુસેક પાણી વહન કરાશે. નર્મદાનું આ પાણી મુક્તેશ્વર ડેમમાં નાખવામાં આવશે. જેથી લાંબા સમયથી સૂકા રહેલા જળાશયમાં પાણી મળશે. બનાસકાંઠાના પૂર્વ દિશાના ઊંચાઈવાળા ગામોની 20 હજાર હેક્ટર જમીનોને સિંચાઈનો લાભ અપાશે. ડીંડરોલ-મુક્તેશ્વર પાઈપલાઈન યોજનાનો લાભ વડગામ તાલુકાનાં ૨૪ ગામોનાં 33 તળાવો તેમ જ પાટણ અને સિદ્ધપૂર તાલુકાના પાંચ ગામોનાં 9 તળાવોને મળતો થશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બંને યોજનાઓના કામોને તાત્કાલિક વહીવટી મંજૂરી આપતાં હવે યોજનાકીય કામોમાં વેગ આવશે. મુખ્યમંત્રીના આ જનહિતકારી અભિગમથી રાજ્યમાં સૌથી વધુ પશુધન ધરાવતા બનાસકાંઠામાં પીવાના તેમ જ સિંચાઈ માટેના પાણીની ચિંતાનો ઉકેલ આવી જશે.