Gandhinagar: વડાપ્રધાને ચૂંટણી રણનીતિ અંગે આપ્યો જીતનો મંત્રી: જીતુ વાઘાણી

TV9 GUJARATI

|

Updated on: Aug 28, 2022 | 11:27 PM

કમલમ ખાતે થયેલી બેઠક બાદ  પ્રવક્તા જીતુ વાઘાણીએ (Jitu vaghani) આ અંગે માહિતી આપતા જણાવ્યું  હતું કે વડાપ્રધાન મોદીએ કમલમ (Kamlam) ખાતે બેઠક યોજી કોર કમિટીના સભ્યોને માર્ગદર્શન તેમજ જીતનો મંત્ર આપ્યો હતો. કમલમમાં આસરે બે કલાક સુધી વડાપ્રધાને કોર કમિટીના સભ્યો સાથે મંથન કર્યું. હતું.

Gandhinagar: વડાપ્રધાને ચૂંટણી રણનીતિ અંગે આપ્યો જીતનો મંત્રી: જીતુ વાઘાણી

આજે વિવિધ કાર્યક્રમમાં સામેલ થયા વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભુજમાં 4,400 કરોડના વિકાસકાર્યોનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યુ. વડાપ્રધાને 470 એકર વિસ્તારમાં બનાવવામાં આવેલા સ્મૃતિવનનું (Smriti Van Memorial) લોકાર્પણ કરી દીધુ છે.  175 એકરમાં વિકસિત ભૂજિયા ડુંગર પરના સ્મૃતિવન મેમોરીયલમાં વર્ષ 2001ના વિનાશક ભૂકંપમાં જીવ ગુમાવનાર 12,932 સ્વજનોની સ્મૃતિઓના સંવેદનની કુલ 1020 નેમ પ્લેટો, તેમની યાદમાં 3 લાખથી વધુ વૃક્ષો અને 10.કિ.મીનો પાથ વે તેમજ 50 ચેકડેમ, 3 એમીનીટીઝ બ્લોક, અર્થ કવેક મ્યુઝિયમ, 15 કિ.મી.નો ફોર્ટ વોલ, 1 મેગાવૉટ સોલાર પ્લાન્ટ અને ઈન્ટરનલ રોડનું સ્મૃતિવન મેમોરીયલ ભૂકંપમાં જીવ ગુમાવનારા આપણા પરિજનોની સ્મૃતિરૂપે બનાવાયુ છે સાથે સાયન્સ સેન્ટર પણ બનાવાયુ છે.

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati