Gandhinagar : G20ની અધ્યક્ષતા હેઠળ B20 અને ત્રીજી TIWG બેઠકના દોર માટે ગુજરાત સજ્જ, 10થી12 જૂલાઈ દરમિયાન કેવડિયામાં યોજાશે બેઠક
Gandhinagar: G20ની અધ્યક્ષતા હેઠળ 1 જુલાઈએ સુરતમાં B20ની બેઠક યોજાશે. જ્યારે ટ્રેડ અને ઇન્વેસ્ટમેન્ટ વર્કિંગ ગ્રુપની ત્રીજી બેઠક જુલાઇ 10-12 દરમિયાન કેવડિયા ખાતે યોજાશે. જુલાઈ મહિનામાં ગુજરાતમાં B20 (બિઝનેસ 20) અને G-20 વર્કિંગ ગ્રૂપની બેઠક તેમજ મંત્રી સ્તરની બેઠકો આયોજિત કરવામાં આવી છે.
Gandhinagar: PM નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ, ભારતે G-20નું પ્રમુખપદ સંભાળ્યું છે અને તમામ માટે વ્યવહારિક વૈશ્વિક ઉકેલો શોધવામાં ભારત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. ભારતની G-20 અધ્યક્ષતા દેશના ઇતિહાસમાં નિર્ણાયક બાબત છે, કારણકે તે આઝાદી કા અમૃત મહોત્સવ સાથે એકરૂપ થાય છે. જૂલાઇ મહિનામાં ગુજરાતમાં B20 (બિઝનેસ 20) અને G-20 વર્કિંગ ગ્રૂપની બેઠક તેમજ મંત્રી સ્તરની બેઠકો આયોજિત કરવામાં આવી છે. 1 જૂલાઇના રોજ સુરતમાં B20 બેઠક યોજાશે જ્યારે, ટ્રેડ અને ઇન્વેસ્ટમેન્ટ વર્કિંગ ગ્રુપ (TIWG)ની ત્રીજી બેઠક 10 થી 12 જૂલાઇ, 2023 દરમિયાન એકતાનગર, કેવડિયા ખાતે યોજાશે.
સુરતમાં 1 જૂલાઇએ B20 બેઠક
ટેક્સટાઇલ, ફાઇનાન્સ, બેન્કિંગ અને ડાયમંડ જેવા વિવિધ બિઝનેસ સેક્ટરનું પ્રતિનિધિત્વ કરતા G20 દેશોના લગભગ 200 પ્રતિનિધિઓ 1 જૂલાઈના રોજ સુરત ખાતે યોજાનારી B20 બેઠકમાં હાજરી આપશે. B20 એક પ્રતિષ્ઠિત મંચ છે, જ્યાં પ્રભાવશાળી બિઝનેસ લીડર્સ, પોલિસી મેકર્સ અને વિશ્વભરના નિષ્ણાંતો સામેલ થાય છે. આ બેઠકના માધ્યમથી વ્યાપારના પ્રતિનિધિઓને વિવિધ આર્થિક અને વ્યાપાર સંબંધિત વિષયો પર તેમનો પરિપ્રેક્ષ્ય, આંતરદૃષ્ટિ અને નીતિ અંગેના સૂચનો રજૂ કરવાની તક મળશે. વૈશ્વિક આર્થિક એજન્ડા અને નીતિઓને આકાર આપવામાં, તેમના સૂચનો ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
વૈશ્વિક વ્યવસાયો માટે નક્કી કરવામાં આવેલી પ્રાથમિકતાઓ પર ચર્ચા સાથે આ B20 મીટિંગ શરૂ થશે. આ કાર્યક્રમના વક્તાઓમાં મુખ્ય અતિથિ તરીકે સર્બાનંદ સોનોવાલ, કેન્દ્રીય કેબિનેટ મંત્રી બંદરો, શિપિંગ અને જળમાર્ગ તેમજ આયુષ મંત્રાલય ઉપસ્થિત રહેશે.
B20 મીટિંગના પ્રથમ પ્લેનરી સેશનમાં ‘ગ્લોબલ વેલ્યુ ચેઇન માટે ડાયમંડ, ટેક્સટાઇલ અને કેમિકલ પ્લેનરી સેશન પછી ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ, એસ.જે. હૈદર દ્વારા વિશેષ સંબોધન કરવામાં આવશે. ટાટા કેમિકલ્સ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી ઝરીર લંગરાનાની અધ્યક્ષતામાં પેનલ ચર્ચા પણ થશે.
B20 મીટિંગનું બીજું પ્લેનરી સેશન ‘વધુ સમાવિષ્ટ ભવિષ્યનું નિર્માણ: આર્થિક સશક્તિકરણ માટે નાણાકીય સમાવેશને આગળ વધારવો’ પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ સત્રની અધ્યક્ષતા એડલવાઈસ ફાયનાન્સિયલ સર્વિસીસ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર અને ઇન્વેસ્ટમેન્ટ બેંકિંગના વડા ગોપાલ અગ્રવાલ દ્વારા કરવામાં આવશે.
3G ટ્રેડ અને ઇન્વેસ્ટમેન્ટ વર્કિંગ ગૃપ મીટિંગ
10 થી 12 જૂલાઈ, 2023 દરમિયાન એકતાનગર, કેવડિયા ખાતે યોજાનારી 3જી ટ્રેડ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ વર્કિંગ ગ્રુપ મીટિંગ માટે વિવિધ G20 દેશોના 120થી વધુ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ એકત્રિત થવાની અપેક્ષા છે. આ મીટિંગની શરૂઆતમાં ‘ટ્રેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર’ પરના સેમિનારમાં પ્રતિનિધિઓ ભાગ લેશે. આ ઉપરાંત, અન્ય બે પેનલ ડિસ્કશન્સનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વર્લ્ડ બેંક અને UNCTAD (યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ) જેવી સંસ્થાઓના મુખ્ય મહાનુભાવો હિસ્સો લેશે.
પ્રથમ સત્રના પેનલિસ્ટ્સમાં EYના પાર્ટનર શ્રી મિહિર શાહ, UNCTADની ટ્રેડ લોજિસ્ટિક્સ બ્રાન્ચના વડા શ્રી જેન હોફમેન, UNCTADના ટેક્નોલોજી અને લોજિસ્ટિક્સ ડિવિઝનના ડાયરેક્ટર સુશ્રી શમિકા સિરિમને, વર્લ્ડ બેંકના ગ્લોબલ ડાયરેક્ટર ફોર ટ્રેડ સુશ્રી મોના હદાદ, વર્લ્ડ બેંકના સિનિયર ટ્રાન્સપોર્ટ સ્પેશિયાલિસ્ટ શ્રી સરોજ આયુષ, થેમસેટ બિઝનેસ સ્કૂલના પ્રોફેસર રૂથ બેનોમ્યોંગ અને નોબેલ વિજેતા તેમજ વર્લ્ડ બેંકના ભૂતપૂર્વ ચીફ ઇકોનોમિસ્ટ શ્રી પોલ રોમરનો સમાવેશ થાય છે.
બીજા સત્રના પેનલિસ્ટ્સમાં ગુજરાત મેરિટાઇમ ક્લસ્ટર (GMC)ના સીઇઓ કમાંડર માધવેન્દ્ર સિંઘ, સિંગાપોર ગવર્મેન્ટના માનનીય ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર શ્રી એસ. ઇશ્વરન, IFSCAના ચેરમેન શ્રી ઇંગેતી શ્રીનિવાસ, એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB) ના વાઇસ પ્રેસિડેન્ટ (VP) શ્રી અશોક લવાસા અને UNICITRALના શ્રી લ્યુકા કેસ્ટલેનીનો સમાવેશ થાય છે. આ બે દિવસીય ઇવેન્ટ દરમિયાન ટ્રેડ અને ઇન્વેસ્ટમેન્ટ પરના અન્ય મુખ્ય સત્રો પણ ફોકસ એરિયા તરીકે શેડ્યુલ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : Monsoon 2023: રાજ્યની વરસાદી સ્થિતિની સમીક્ષા કરવા CM ભૂપેન્દ્ર પટેલ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર પહોચ્યાં, જુઓ Video
આ G20 ઇવેન્ટમાં હિસ્સો લેનારા પ્રતિનિધિઓ ગુજરાતના કેટલાક પ્રખ્યાત પ્રવાસન આકર્ષણોની મુલાકાત લેશે. તેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો સમાવેશ થાય છે, જે એકતા અને રાષ્ટ્રીય ગૌરવના પ્રતીક તરીકે ઊભેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. તેઓ સરદાર સરોવર ડેમની પણ મુલાકાત લેશે, જે માણસોના એન્જિનિયરિંગ અને રિસોર્સ મેનેજમેન્ટનું એક ઉત્તમ ઉદાહરણ છે. તેઓ ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને સ્થાપત્યકીય અજાયબીઓને પ્રદર્શિત કરતા સુઆયોજિત શહેર એકતાનગરની પણ મુલાકાત લેશે. આ સ્થળોની મુલાકાતોથી વિશ્વભરમાંથી આવેલા પ્રતિનિધિઓને ગુજરાતના ઇતિહાસ, પ્રગતિ અને કુદરતી અજાયબીઓના એક અનન્ય સમન્વયની ઝલક મળશે.