PM Modi Gujarat Visit : સૌરાષ્ટ્રની ધરતી પરથી વડાપ્રધાનનાં કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ તેમણે ”નર્મદા નદીને રોકીને રાખી હતી, આજે નર્મદા ડેમ અને SOUનું દુનિયામાં નામ”

કોંગ્રેસ પર આડકતરી રીતે પ્રહાર કરવાની સાથે વડાપ્રધાને નર્મદા (Narmada) જિલ્લામાં બનેલી સરદાર સરોવર યોજના, તેના પર બનેલુ દુનિયાનું સૌથી ઊંચુ સરદાર પટેલનું સ્ટેચ્યૂ (SOU) અને રોરો ફેરી સર્વિસથી લોકોને મળેલી સુવિધાના વખાણ કર્યા હતા.

PM Modi Gujarat Visit : સૌરાષ્ટ્રની ધરતી પરથી વડાપ્રધાનનાં કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ તેમણે ''નર્મદા નદીને રોકીને રાખી હતી, આજે નર્મદા ડેમ અને SOUનું દુનિયામાં નામ''
PM Narendra Modi In Rajkot
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 28, 2022 | 1:10 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) ગુજરાતના પ્રવાસે છે અને આજે તેમણે રાજકોટના (Rajkot) આટકોટમાં મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલનું ઉદઘાટન કર્યુ છે. આ સમયે તેમણે દક્ષિણ ગુજરાતના થયેલા વિકાસને વર્ણવ્યો હતો. કોંગ્રેસ પર આડકતરી રીતે પ્રહાર કરવાની સાથે વડાપ્રધાને નર્મદા (Narmada) જિલ્લામાં બનેલી સરદાર સરોવર યોજના, તેના પર બનેલુ દુનિયાનું સૌથી ઊંચુ સરદાર પટેલનું સ્ટેચ્યૂ (SOU) અને રોરો ફેરી સર્વિસથી લોકોને મળેલી સુવિધાના વખાણ કર્યા હતા. વડાપ્રધાને તેમની સરકારના 8 વર્ષ પૂર્ણ થવા મામલે જણાવ્યુ કે ”આ 8 વર્ષમાં અમે પૂજ્ય બાપુ અને સરદાર પટેલના સપનાનું ભારત બનાવવા માટે નિષ્ઠાવાન પ્રયાસો કર્યા છે”

કોંગ્રેસ પર આડકતરી રીતે પ્રહાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આટકોટમાં હોસ્પિટલના લોકાર્પણ સમયે કોંગ્રેસ પર આડકતરી રીતે પ્રહાર કર્યા. વડાપ્રધાને કહ્યુ કે નર્મદા નદીને રોકીને રાખવામાં આવી હતી. સરદાર સરોવર ડેમ બાંધવા માટે વડાપ્રધાને પોતે મુખ્યપ્રધાન હતા તે સમયે ઉપવાસ પર ઉતરવુ પડ્યુ હતુ. જે પછી ઉપવાસ રંગ લાવ્યો. સરદાર સરોવર ડેમ પણ બની ગયો, સૌની યોજના બની ગઇ અને નર્મદા માતા કચ્છ અને કાઠિયાવાડની ધરતી પર આવીને આપણું જીવન ગુજારવા મંડી પડ્યુ.

”સરદારનું નામ દુનિયામાં ગુંજી રહ્યુ છે”

વડાપ્રધાને પોતાના સંબોધનમાં જણાવ્યુ કે સરદાર સરોવર ડેમ અને તેના પર સરદાર પટેલનું આખી દુનિયામાં ઊંચામાં ઊંચુ સ્ટેચ્યૂ બન્યુ છે. જેના કારણે સરદાર વલ્લભભાઇ પટેલનું નામ આખી દુનિયામાં ગુંજી રહ્યુ છે. લોકો આ સ્થળે જાય છે તો તેમને અચરજ થાય છે કે આટલુ મોટુ કામ આટલી જલ્દી થયુ. વડાપ્રધાને કહ્યુ કે આ જ તો ગુજરાતની તાકાત છે.

”ઇન્ફ્રાસ્ટ્રકચરના તેજ વિકાસનો લાભ ગુજરાતને મળ્યો”

વડાપ્રધાને કહ્યુ કે ઇન્ફ્રાસ્ટ્રકચરના તેજ વિકાસનો લાભ ગુજરાતને મળ્યો છે. અભુતપૂર્વ સ્કેલ પર આજે ગુજરાતમાં ઇન્ફ્રાસ્ટ્રકચરનું કામ આગળ વધ્યુ છે. જેનો લાભ ગુજરાતના બંદરોની તાકાત વધારનારો બન્યો છે. ગુજરાતમાં એર કનેક્ટીવીટી વધી છે. વડાપ્રધાને કહ્યુ કે હું નાનો હતો ત્યારથી રોરો ફેરી સર્વિસ વિશે સાંભળતો હતો. જો કે મુખ્યમંત્રી બન્યો ત્યાં સુધી જાણ નહોતી કે રોરો ફેરી સર્વિસ શું છે. જો કે આજે રોરો ફેરી સર્વિસ શરુ કરી દેવામાં આવી છે. પહેલા સુરતથી કાઠિયાવાડ જવાના 300થી વધુ કીલોમીટરના 8 કલાક થતા હતા. જો કે હવે સુરતથી કાઠિયાવાડ ગણતરીના કલાકમાં જ પહોંચી જવાય છે.

AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
અમદાવાદના SG હાઈવે અને કલોલમાં હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
અમદાવાદના SG હાઈવે અને કલોલમાં હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી, ઠંડીમાં થશે આંશિક ઘટાડો
રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી, ઠંડીમાં થશે આંશિક ઘટાડો
'એક હે તો સેફ હે' દેશનો મહામંત્ર બન્યો- PM મોદી
'એક હે તો સેફ હે' દેશનો મહામંત્ર બન્યો- PM મોદી
g clip-path="url(#clip0_868_265)">