નેશનલ હેલ્થ મિશનની વિવિધ યોજનાના લાભાર્થીઓને સિંગલ ક્લિકથી મળશે નાણાંની સહાય, મુખ્યપ્રધાને ઇલેક્ટ્રોનિક ફંડ ફ્લો એપ્લિકેશન મોડેલ-2નો કરાવ્યો પ્રારંભ

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આરોગ્ય પ્રધાન ઋષીકેશ પટેલ અને આરોગ્ય વિભાગના વરિષ્ઠ સચિવોની ઉપસ્થિતિમાં આ એપ્લિકેશનનું લોંચિંગ કર્યું હતું. આ પ્રકારનું નવીન મોડલ-2 લોંચ કરનાર ગુજરાત દેશમાં એકમાત્ર રાજ્ય છે.

નેશનલ હેલ્થ મિશનની વિવિધ યોજનાના લાભાર્થીઓને સિંગલ ક્લિકથી મળશે નાણાંની સહાય, મુખ્યપ્રધાને ઇલેક્ટ્રોનિક ફંડ ફ્લો એપ્લિકેશન મોડેલ-2નો કરાવ્યો પ્રારંભ
CM launches Electronic Fund Flow Application Model-2 for various schemes of National Health Mission
Follow Us:
Jignesh Patel
| Edited By: | Updated on: Feb 11, 2022 | 6:51 AM

નેશનલ હેલ્થ મિશન (National Health Mission)ની ભારત સરકાર (Government of India)ની વિવિધ યોજના (scheme)ના લાભાર્થીઓને વિના વિલંબે અને ખૂબ જ ઓછા સમયમાં સીધી જ નાણા સહાય મળી રહે તે માટેની પદ્ધતિનો મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે (Chief Minister Bhupendra Patel) ગાંધીનગરમાં પ્રારંભ કરાવ્યો હતો. સ્ટેટ નોડલ એજન્સી SNAની ઇલેક્ટ્રોનિક ફંડ ફ્લો એપ્લિકેશન મોડેલ-2ના પરીણામે હવે યોજનાકીય લાભો, સહાયના નાણા, એટ સિંગલ ક્લિક સીધા જ લાભાર્થિઓના બેન્ક ખાતામાં પહોંચી શકશે.

નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ભારત સરકાર રાજ્યને ઇમરજન્સી કોવિડ રિસ્પોન્સ પેકેજ,આયુષ્યમાન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન તેમજ 15માં નાણાં પંચ એમ વાર્ષિક અંદાજે 4000 કરોડ રૂપિયા વિવિધ આરોગ્ય કાર્યક્રમો-યોજનામાં સહાય-સહયોગ પુરો પાડે છે. વિવિધ પાયાની આરોગ્ય યોજનાકીય જેમાં રાષ્ટ્રીય બાલિકા સુરક્ષા યોજના,ટી. બી રોગ નિયંત્રણ અને સારવાર માટેની દવાઓ,અંધત્વ અને દ્રષ્ટિ ખામી નિવારણ વગેરે માટેની સહાય નાગરિકોને સરળતાએ મળી રહે તે માટે આ મોડેલને દેશમાં સૌપ્રથમ વાર અપનાવવામાં આવ્યુ છે.

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આરોગ્ય પ્રધાન ઋષીકેશ પટેલ અને આરોગ્ય વિભાગના વરિષ્ઠ સચિવોની ઉપસ્થિતિમાં આ એપ્લિકેશનનું લોંચિંગ કર્યું હતું. સામાન્યત: હાલ જે સહાય લાભાર્થીને અંદાજે ચાર-પાંચ સપ્તાહમાં મળે છે તે હવે એક જ સપ્તાહમાં મળતી થઇ જશે. આ પ્રકારનું નવીન મોડલ-2 લોંચ કરનાર ગુજરાત દેશમાં એકમાત્ર રાજ્ય છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

નેશનલ હેલ્થ મિશનની વિવિધ પાયાની આરોગ્ય યોજનાકીય સહાય નાગરિકોને સરળતાએ મળી રહે તે માટે રાજ્ય દ્વારા આ ફંડનું યોગ્ય આયોજન કરીને કેન્દ્ર સરકારના બજેટ માટે દરખાસ્ત કરાઇ છે. લાભાર્થીને ફાળવવામાં આવતી રકમ અત્યાર સુધી રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ સંસ્થાઓને તેમના જુદા-જુદા બેંક ખાતામાં અપાતી હતી. પરીણામે વિભાગીય, જિલ્લા, તાલુકા કક્ષા સુધી ગ્રાન્ટ-સહાય ફાળવણીમાં પણ વિલંબને કારણે લાભાર્થીને મળતી સહાય –લાભ પહોચાડવામાં સમય જતો હતો

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલના દિશા દર્શનમાં રાજ્યના આરોગ્ય વિભાગે કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓ CSS અન્વયેના ફંડ માટે ફાળવણી અને દેખરેખની કામગીરી હેતુસર, સિંગલ નોડલ એજન્સી SNA તરીકે સ્ટેટ હેલ્થ સોસાયટી ગાંધીનગરને નિયુક્ત કરીને આ ઇલેક્ટ્રોનિક ફંડ ફ્લો એપ્લિકેશન મોડેલ-2નો પ્રારંભ કર્યો છે.

આ પણ વાંચો-

નવી ગાઈડલાઈન જાહેરઃ રાત્રી કર્ફ્યુ માત્ર આઠ મહાનગરમાં રાત્રે 12 વાગ્યાથી સવારના 5 સુધી રહેશે

આ પણ વાંચો-

Sabarkantha: જિલ્લામાં મનરેગા યોજના હેઠળના શ્રમિકોની રોજગારીના પૈસા નહી ચુકવતા ધારાસભ્યે ધરણાં યોજતા અટકાયત

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">