નવી ગાઈડલાઈન જાહેરઃ રાત્રી કર્ફ્યુ માત્ર આઠ મહાનગરમાં રાત્રે 12 વાગ્યાથી સવારના 5 સુધી રહેશે

મહાનગરોમાં દુકાનો, વાણિજ્યીક સંસ્થાઓ, લારી ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્સ, માર્કેટિંગ યાર્ડ, આઠવાડિક ગુજરી બજાર, હાટ, હેર કટિંગ સલૂન, સ્પા અને બ્યૂટી પાર્લર તથા અન્ય વ્યાપારી સંસ્થાનો રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લાં રહી શકશે, હોટેલ રેસ્ટેરન્ટ 75 ટકા ક્ષમતા સાથે રાત્રે 11 વાગ્યા સુધી અને હોમ ડિલિવરી આખી રાત ચાલુ રાખી શકાશે

નવી ગાઈડલાઈન જાહેરઃ રાત્રી કર્ફ્યુ માત્ર આઠ મહાનગરમાં રાત્રે 12 વાગ્યાથી સવારના 5 સુધી રહેશે
નવી ગાઈડલાઈન જાહેરઃ રાત્રી કર્ફ્યુ માત્ર આઠ મહાનગરમાં રાત્રે 12 વાગ્યાથી સવારના 5 સુધી રહેશે
TV9 GUJARATI

| Edited By: kirit bantwa

Feb 10, 2022 | 8:48 PM

રાજ્યનામાં કોરોના (Corona)ના ઘટના કેસને પગલે સરકારની નવી ગાઈડલાઈન (guideline) લાગુ કરાઈ છે. જે મુજબ રાત્રી કર્ફ્યુ (Night curfew) માત્ર આઠ મહાનગર (Municipal Corporation) માં રાત્રે 12 વાગ્યાથી સવારના 5 સુધી રહેશે. હોટેલ-રેસ્ટેરન્ટ (Hotel Restaurant)  75 ટકા ક્ષમતા સાથે રાત્રે 11 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. હોટેલ રેસ્ટોરાંમાંથી હોમ ડિલિવરી સેવાઓ 24X7 ચાલુ રાખી શકાશે. મહાનગરોમાં દુકાનો, વાણિજ્યીક સંસ્થાઓ, લારી ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્સ, માર્કેટિંગ યાર્ડ, આઠવાડિક ગુજરી બજાર, હાટ, હેર કટિંગ સલૂન, સ્પા અને બ્યૂટી પાર્લર તથા અન્ય વ્યાપારી સંસ્થાનો રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લાં રહી શકશે.

રાજ્યભરમાં તમામ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક કે ધાર્મિક કાર્યક્રમો જેવા સમારંભોમાં તેમજ ધાર્મિક સ્થળો પર ખુલ્લામાં મહત્ત્મ 150 લોકો અને બંધ સ્થળો પર ક્ષમતાના 50 ટકા લોકો જ એકઠા થઈ શકશે. લગ્ન પ્રસંગમાં ખુલ્લામાં 300 અને બંધ સ્થળો પર ક્ષમતાના 50 ટકા અને મહત્ત્તમ 150 વ્યક્તિની મર્યાદામાં એકત્રીત થઈ શકશે. અંતિમ ક્રિયામાં 100 લોકોને મંજૂરી અપાઈ છે. પ્રાઇવેટ તથા પબેલિક ટ્રાન્સપોર્ટમાં એસી અને નોન એસી બંને પ્રકારની બસો 75 ટકા ક્ષમતા સાથે ચાલું રહેશે.

મહાનગરોમાં આ નિયંત્રણો લાગુ રહેશે

1) રાત્રિ કર્ફ્યું : રાજયમાં હવે અમદાવાદ શહેર , વડોદરા શહેર , સુરત શહેર , રાજકોટ શહેર , ભાવનગર શહેર , જામનગર શહેર , જુનાગઢ શહેર , ગાંધીનગર શહેર એમ કુલ આઠ મહાનગરોમાં રાત્રિના 12 કલાકથી સવારના 5 કલાક સુધી રાત્રિ કર્યુ અમલમાં રહેશે.

2) વ્યપારની પ્રવૃત્તિઓ : ઉપરોકત શહેરોમાં સામે દર્શાવેલ વ્યાપારિક ગતિવિધિ રાત્રિના 11 કલાક સુધી ચાલુ રાખી શકાશે.

3) હોટેલ અને રેસ્ટોરન્ટ : બેઠક ક્ષમતાના 75 % સાથે રાત્રિના 11  કલાક સુધી ચાલુ રાખી શકાશે. હોટેલ / રેસ્ટોરેન્ટ્સમાં Home delivery સેવાઓ રાત્રિના 24 કલાક ચાલુ રાખી શકાશે.

સમગ્ર રાજ્યમાં આ નિયંત્રણો લાગુ

1) રાજકીય-સામાજિક મેળાવડા : ખુલ્લામાં મહત્તમ 150 વ્યકિતઓ પરંતુ , બંધ સ્થળોએ , જગ્યાની ક્ષમતાના 50%  વ્યકિતઓ એકત્રિત થઇ શકશે. (150ની મર્યાદા)

2)લગ્ન પ્રસંગ : ખુલ્લામાં મહત્તમ 300 વ્યકિતઓ પરંતુ , બંધ સ્થળોએ , જગ્યાની ક્ષમતાના 50 % ( મહત્તમ 150 વ્યક્તિઓની મર્યાદામાં ) વ્યકિતઓ એકત્રિત થઇ શકશે . લગ્ન પ્રસંગ માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણી કરાવવાની રહેશે.

3) અંતિમક્રિયા અને દફનવિધિ : મહત્તમ 100 ( એકસો ) વ્યક્તિઓની મંજુરી

4) પબ્લિક અને પ્રાઈવેટ ટ્રાન્સપોર્ટ : નોન એ.સી. બસ સેવાઓ 75 % ક્ષમતા સાથે ( Standing not allowed ) જ્યારે એ.સી. બસ સેવાઓ મહત્તમ 75% પેસેન્જર કેપેસીટીમાં ચાલુ રહેશે. બસ ટ્રાન્સપોર્ટ સેવાઓને રાત્રિ કર્ફ્યુમાંથી મુક્તિ આપવામાં આવે છે.

5) સિનેમા હોલ : બેઠક ક્ષમતાના 50% થી ચાલુ રાખી શકાશે.

6) જીમ : સમાવેશ ક્ષમતાના 50% થી ચાલુ રાખી શકાશે.

7) વોટરપાર્ક અને સ્વીમીંગ પુલ : ક્ષમતાના મહત્તમ 50% સાથે ચાલુ રાખી શકાશે.

8) વાંચનાલયો : બેઠક ક્ષમતાના 50% થી ચાલુ રાખી શકાશે.

9) ઓડીટોરીયમ, હોલ, મનોરંજક સ્થળો : બેઠક ક્ષમતાના 50% થી ચાલુ રાખી શકાશે.

10) જાહેર બાગ-બગીચા : રાત્રિના 10 કલાક સુધી

11) શૈક્ષણિક સંસ્થાઓ : શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી સુચનાને આધિન

12) ટ્યૂશન ક્લાસિસ : સ્થળની ક્ષમતાના મહત્તમ 50% વિદ્યાર્થીઓ સાથે

13) શાળા અને કોલેજો અને પરીક્ષાઓ : કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P. સાથે યોજી શકાશે.

14 ) સ્પોર્ટ્સ કોમ્લ્પેક્ષ, સ્ટેડીયમ અને સંકુલમાં રમત ગમત : પ્રેક્ષકોની હાજરી વગર ચાલું રાખી શકાશે.

આ પણ વાંચોઃ Aravalli: ભિલોડાના ધારાસભ્ય ડો. અનિલ જોષીયારાની તબિયત કથળી, વધુ સારવાર માટે ચેન્નાઇ ખસેડાયા, બે સપ્તાહ પહેલાં કોરોના થયો હતો

આ પણ વાંચોઃ  ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ત્રીજી વખત બીન સચિવાલયની પરીક્ષા મોકૂફ રખાઈ, 13 ફેબ્રુઆરીએ યોજાવાની હતી પરીક્ષા

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati