Sabarkantha: જિલ્લામાં મનરેગા યોજના હેઠળના શ્રમિકોની રોજગારીના પૈસા નહી ચુકવતા ધારાસભ્યે ધરણાં યોજતા અટકાયત

જિલ્લામાં 3 માસ થી મનરેગા યોજના હેઠળ કામ કરતા શ્રમિકોને રોજગારીની રકમ ચુકવાઇ નહી હોવાને લઇને ખેડબ્રહ્માના ધારાસભ્ય ( MLA Khedbrahma) એ ધરણાં ધર્યા હતા.

Sabarkantha: જિલ્લામાં મનરેગા યોજના હેઠળના શ્રમિકોની રોજગારીના પૈસા નહી ચુકવતા ધારાસભ્યે ધરણાં યોજતા અટકાયત
MLA Ashwin Kotwal એ કલેકટર કટેરી આગળ ધરણાં ધરતા પોલીસે અટકાયત કરી હતી.
Follow Us:
| Updated on: Feb 10, 2022 | 11:58 PM

સાબરકાંઠા (Sabarkantha) જિલ્લામાં મનરેગા યોજના (MGNREGA Yojana) હેઠળ કામ કરતા શ્રમિકોને મહેનતાણાની રકમ ચુકવાઇ નથી. જેને લઇને મનરેગા યોજનામાં કામ કરતા બેરોજગારોને રોજગારી મળવાની આશાઓને ધક્કો પહોંચ્યો છે. છેલ્લા ત્રણેક માસ થી મનરેગા હેઠળના શ્રમિકોને તેમના શ્રમ વળતર ચુકવાયા નથી. આ અંગે ખેડબ્રહ્મા વિધાનસભા ના ધારાસભ્ય અશ્વિન કોટવાલે (MLA Ashwin Kotwal) જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપ્યુ હતુ અને જે અંગે તેઓએ રોજગારી ચુકવી આપવા માટે માંગ કરી હતી. તેમના દ્વારા આ માટે 10 દિવસનુ અલ્ટીમેટમ પણ આપ્યુ હતુ કે, જો મનરેગાના નાણાં નહી ચુકવાય તો કલેકટર કચેરી આગળ ધરણાં ધરવામાં આવશે.

જોકે 9મી ફેબ્રુઆરીની સાંજે અલ્ટીમેટમ પુર્ણ થવા સુધી વળતર નહી ચુકવાતા અંતે ધરણાં પર બેસ્યા હતા. ગુરુવારે એટલે કે 10 ફેબ્રુઆરીએ જિલ્લા કલેકટર કચેરી સમક્ષ તેઓએ ધરણાં ધર્યા હતા. જોકે બાદમાં સ્થાનિક પોલીસે તેમની મંજૂરીના મુદ્દે ધરણાં સ્થળ પર થી અટકાયત કરીને બી ડિવીઝન પોલીસ મથકે લઇ જવાયા હતા. જ્યાં તેમની સાથે અન્ય દેખાવકારોની પણ અટકાયત કરાઇ હતી. પોલીસે તેમને કેટલોક સમય પોલીસ મથકમાં બેસાડી રાખ્યા બાદ મુક્ત કર્યા હતા.

ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલે કહ્યુ હતુ, આ અંગે અમે આવેદન પત્ર આપ્યુ હતુ અને રોજગારીના પૈસા ચુકવી આપવા માટે માંગ કરી હતી. પરંતુ આમ છતાં પણ પૈસા ચુકવવામાં આવ્યા નહોતા. હાલની સ્થિતીમાં પૈસાની સમસ્યામાં લોકોને સમસ્યા છે ત્યાં તેમની મહેનતની રકમ ચુકવાઇ નથી.

Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !

પોશીનામાં 1500 શ્રમિકોનુ વેતન બાકી

જિલ્લામાં તલોદ, પ્રાંતિજ, ઇડર, ખેડબ્રહ્મા અને હિંમતનગરમાં 2500 શ્રમિકો અને પોશીના તાલુકાના 1500 શ્રમિકોની રોજગારી બાકી છે. આમ હાલના આર્થિક સંકડામણના કપરા કાળ દરમિયાન જ રોજગારીનુ વળતર બાકી છે. આમ વળતર વિના શ્રમિકોને પણ આર્થિક સમસ્યા વધુ ઘેરી બની છે. તો વળી આ દરમિયાન શ્રમિકો અન્ય સ્થળે પણ અન્ય કામ કરીને પણ આર્થિક મહેનતાણુ મેળવવા રોજગારી મેળવી શક્યા નથી.

આ પણ વાંચોઃ IPL 2022: રોહિત શર્માની આઇપીએ સેલરીમાં બંપર જમ્પ, જાણો પ્રથમ સેલરી કેટલા રુપિયા મેળવતો હતો

આ પણ વાંચોઃ IPL 2022 Auction: ધોની, કોહલી કે રોહિત નહી, 2008 માં સૌ પ્રથમ આ ખેલાડી પર બોલાઇ હતી બોલી, જાણો

g clip-path="url(#clip0_868_265)">