AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 12 જૂને કચ્છના કુરન ગામથી કરાવશે શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વર્ષ 2003થી ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે શાળા પ્રવેશપાત્ર બાળકોનું નામાંકન વધારવા માટે શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરાઈ હતી. જે પરંપરાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જોમ-જુસ્સાથી આગળ ધપાવી રહ્યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 12 જૂને કચ્છના કુરન ગામથી કરાવશે શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 10, 2023 | 10:04 AM
Share

Banaskantha : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) 12મી જૂને કચ્છ-ભૂજના કુરન ગામ ખાતેથી શાળા પ્રવેશોત્સવના 20માં તબક્કાનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવશે. તો ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી (Shankar Chaudhary) બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે ઉપસ્થિત રહી ભુલકાઓને શાળામાં પ્રવેશ કરાવશે. ગુજરાત સરકારના મંત્રીઓ તેમજ અન્ય મહાનુભાવો પણ વિવિધ જિલ્લાઓમાં ઉપસ્થિત રહી બાળકોનું શાળામાં નામાંકન કરાવશે.

આ પણ વાંચો-Ahmedabad : લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે નહીં મરે, 3000 કરોડનું ફુલેકુ ફેરવનાર દંપતીની ધરપકડ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વર્ષ 2003થી ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે શાળા પ્રવેશપાત્ર બાળકોનું નામાંકન વધારવા માટે શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરાઈ હતી. જે પરંપરાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જોમ-જુસ્સાથી આગળ ધપાવી રહ્યા છે. ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવનો 20મો તબક્કો આગામી 12 થી 14 જૂન,૨૦૨૩ દરમિયાન યોજાશે.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર  પટેલ આ ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવનો રાજ્યવ્યાપી શુભારંભ  12મી જૂનના રોજ કચ્છ-ભુજના કુરન ગામ ખાતેથી કરાવશે. ત્યારબાદ 13-જૂનના રોજ નર્મદા-સાગબારાના જાવલી ગામ અને 14-જૂનના રોજ ભાવનગર-મહુવાના કતરપર ગામના ભૂલકાઓને મુખ્યમંત્રી શાળાઓમાં પ્રવેશ કરાવશે.

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે બાળકોનું શાળામાં નામાંકન કરાવીને શાળા પ્રવેશોત્સવનો શુભારંભ કરાવશે. આ ઉપરાંત રાજ્ય મંત્રી મંડળના વિવિધ મંત્રી સહિતના મહાનુભાવો પણ આ ત્રણ દિવસ દરમિયાન વિવિધ જિલ્લાઓમાં ઉપસ્થિત રહી નાના બાળકોને શાળામાં પ્રવેશ કરાવશે. મંત્રી  સહિતના મહાનુભાવો નીચે દર્શાવેલ સ્થળો ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

 રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનારા મહાનુભાવ અને સ્થળ

  • મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ,  કચ્છ-ભુજ, નર્મદા, ભાવનગર
  •  નાણા, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી  કનુ  દેસાઈ ડાંગ
  •  આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ઋષિકેશ  પટેલ ગાંધીનગર
  •  કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી રાઘવજી પટેલ ચોર્યાસી – સુરત
  •  ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત, અરવલ્લી
  •  પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા, ભાવનગર
  •  પ્રવાસન અને વન પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા, પોરબંદર
  •  આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા  શહેર
  •  સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરિયા, જૂનાગઢ
  •  ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, વાંસદા – નવસારી
  •  સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા, દાહોદ
  •  પશુપાલન રાજ્ય મંત્રી પરસોત્તમ સોલંકી, સુરેન્દ્રનગર
  •  પંચાયત અને કૃષિ રાજ્ય મંત્રી બચુ ખાબડ, પંચમહાલ – ગોધરા
  •   વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ, હાંસોટ – ભરૂચ
  •  શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા, અમરેલી
  •  અન્ન અને નાગરિક પુરવઠા રાજ્ય મંત્રી ભીખુસિંહ પરમાર, સાબરકાંઠા
  •  આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી કુંવરજીભાઈ હળપતિ, સોનગઢ – તાપી
  •  ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, થરાદ – બનાસકાંઠા
  •  ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ, પંચમહાલ
  •  ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણભાઈ શુક્લા, વડોદરા શહેર
  •  ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા, અમરેલી
  •  ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, મોરબી
  •  ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણસિંહ સોલંકી, ગીર-સોમનાથ
  •  ગુજરાત વિધાનસભાના દંડક વિજયભાઈ પટેલ, વલસાડ

ગાંધીનગર શહેર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">