AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે નહીં મરે, 3000 કરોડનું ફુલેકુ ફેરવનાર દંપતીની ધરપકડ

સીઆઇડી ક્રાઇમ ના આર્થિક ગુના નિવારણ શાખામાં વર્ષ 2018 માં ફરિયાદ નોંધવામાં આવી હતી કે આરોપીઓએ એક કરોડ 22 લાખ નું રોકાણ કરાવી એક પણ રૂપિયો વળતર આપ્યા વિના ઓફિસ બંધ કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા.. સીઆઇડી ક્રાઈમમાં નોંધાયેલી ફરિયાદ બાદ છેલ્લા પાંચ વર્ષથી આ ગુનાના તમામ સાત આરોપીઓ નાસ્તા ફરતા હતા.

Ahmedabad : લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે નહીં મરે, 3000 કરોડનું ફુલેકુ ફેરવનાર દંપતીની ધરપકડ
Ahmedabad Crime Branch
Mihir Soni
| Edited By: | Updated on: Jun 10, 2023 | 9:07 AM
Share

Ahmedabad:  અમદાવાદમાં રોકાણકારોને ઉંચુ વ્યાજ આપવાની લાલચે કરોડોનું ફુલેકુ(Fraud)  ફેરવનાર કૌભાંડી દંપતીની સીઆઈડી ક્રાઈમના(CID Crime)  આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા ધરપકડ કરવામા આવી છે. છેલ્લા 5 વર્ષથી 3000 કરોડ થઈ વધુનું કૌભાંડ આચરી ફરાર થયેલા દંપતિની લખનઉથી ધરપકડ કરવામા આવી છે..જોકે આ ગુનાના અન્ય 5 આરોપી ફરાર છે..જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

સીઆઇડી ક્રાઇમના આર્થિક ગુના નિવારણ શાખાએ ધરપકડ કરી

વિશ્વામિત્ર ઇન્ડિયા પરિવાર લિમિટેડ ના નામે ગુજરાત સહિત દેશભરમાં 650થી વધુ બ્રાન્ચ ખોલી 12 થી 18 ટકા નફો આપવાની લાલચે રોકાણ કરાવી 3000 કરોડનું ફુલેકું ફેરવનાર મુખ્ય આરોપી ઠગ દંપતીની ધરપકડ કરવામાં આવી છે.સીઆઇડી ક્રાઇમ ના આર્થિક ગુના નિવારણ શાખા છેલ્લા પાંચ વર્ષથી ફરાર મનોજકુમાર લક્ષ્મીચંદ ચાંદ અને તેની પત્ની બંધના ચાંદ ની શોધખોળ કરતી હતી.

તેવામાં આરોપી લખનઉમાં છુપાયો હોવાની માહિતી મળતા પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.. મહત્વનું છે કે કૌભાંડી દંપતી અને તેના સાગરીતોએ મળી માત્ર ગુજરાતમાંથી જ 300 કરોડથી વધુનું ફુલેકુ ફેરવ્યું હતું. જેમાં હજારો રોકાણકારો રાતા પાણીએ રડ્યા હતા.

ગુનાના તમામ સાત આરોપીઓ નાસતા ફરતા હતા

સીઆઇડી ક્રાઇમના આર્થિક ગુના નિવારણ શાખામાં વર્ષ 2018 માં ફરિયાદ નોંધવામાં આવી હતી કે આરોપીઓએ એક કરોડ 22 લાખ નું રોકાણ કરાવી એક પણ રૂપિયો વળતર આપ્યા વિના ઓફિસ બંધ કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા.. સીઆઇડી ક્રાઈમમાં નોંધાયેલી ફરિયાદ બાદ છેલ્લા પાંચ વર્ષથી આ ગુનાના તમામ સાત આરોપીઓ નાસતા ફરતા હતા.

રાજ્યની પોલીસ આરોપી સુધી પહોંચી શકી ન હતી

મહત્વનું છે કે ઝડપાયેલ આરોપી દંપતિ મનોજકુમાર લક્ષ્મીચંદ ચાંદ અને તેની પત્ની બંધના ચાંદ વિરુદ્ધ દેશભરમાં 70 થી વધુ ફરિયાદો નોંધાય છે જેમાં ગુજરાત, રાજસ્થાન,મહારાષ્ટ્ર,મધ્યપ્રદેશ,છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ,કલકત્તા, હરિયાણા સહિત સીબીઆઈ માં પણ પાંચ ગુના નોંધાયા છે.. જોકે એક પણ રાજ્યની પોલીસ આરોપી સુધી પહોંચી શકી ન હતી.

કરોડોનું કૌભાંડ આજની ફરાર થયેલા દંપતીની શોધખોળ કરી ધરપકડ કર્યા બાદ હકીકત સામે આવી કે મૂળ ગોરખપુરનું આ દંપતી એ કલકત્તામાં અંદાજિત 700 કરોડની પ્રોપર્ટી વસાવી હતી.તે તમામ સંપત્તિ કલકત્તાના આર્થિક ગુના નિવારણ શાખા અને સેબી દ્વારા કબજે લેવામાં આવી છે.. સાથે જ પોલીસને શંકા છે કે આરોપીઓની ધરપકડ બાદ વધુ કેટલાક ભોગ બનનાર લોકો સામે આવી શકે છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">