Breaking News : બનાસ ડેરીના ચેરમેન તરીકે શંકર ચૌધરીની થઇ બિનહરીફ વરણી, નિયામક મંડળીની બેઠકમાં કરાઇ જાહેરાત
બનાસ ડેરીના ચેરમેન તરીકે શંકર ચૌધરીની વરણી થઇ છે. નિયામક મંડળીની બેઠકમાં બનાસ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનના નામની જાહેરાત કરવામાં આવી છે.
Banaskantha : બનાસ ડેરીના (Banas Dairy) ચેરમેન તરીકે શંકર ચૌધરીની (Shankar Chaudhary) વરણી થઇ છે. નિયામક મંડળીની બેઠકમાં બનાસ ડેરીના ચેરમેન (Banas Dairy Chairman)અને વાઇસ ચેરમેનના નામની જાહેરાત કરવામાં આવી છે. બનાસ ડેરીના ચેરમેન અને વાઈસ ચેરમેનની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. શંકર ચૌધરીની ફરી એકવાર ચેરમેન પદે બિનહરીફ વરણી થઇ છે. તો ભાવાભાઈ રબારીને પણ વાઈસ ચેરમેન પદે રિપીટ કરાયા છે.
અઢી વર્ષની મુદત પૂર્ણ થતા કરાઇ વરણી
અઢી વર્ષની મુદત હતી. જે હવે પૂર્ણ થઇ ગઇ છે. જેને કારણે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં આજે બનાસ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરવામાં આવી છે. શંકર ચૌધરી હાલ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ પણ છે. તેની સાથે જ તેઓ બનાસ ડેરીના ચેરમેન તરીકે પણ રિપીટ થતા તેની પણ જવાબદારી નિભાવતા રહેશે.
બનાસ ડેરી સાથે 3 લાખ 76 હજાર સભાસદો જોડાયેલા
બનાસડેરીએ અત્યાર સુધી અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. ગુજરાત સહિત 8 રાજ્યોમાં બનાસ ડેરીનો કાર્ય વિસ્તાર ફેલાયેલો છે. ડેરીના કારણે બનાસકાંઠાની મહિલાઓ આત્મનિર્ભર બની છે. બનાસ ડેરી સાથે 3 લાખ 76 હજાર સભાસદો જોડાયેલા છે. બનાસ ડેરીનું વાર્ષિક ટર્ન ઓવર 15 હજાર કરોડથી વધારે છે. દિવસના 35 કરોડ રૂપિયા પશુ પાલકનાં ખાતામાં જમા થાય છે. બનાસ ડેરીમાં દિવસનું 80 લાખ લીટર દૂધ આવે છે. ગોબરમાંથી CNG ગેસ પ્લાન્ટની સંકલ્પના સાર્થક થઈ છે. શ્વેતક્રાંતિની જેમ સ્વીટક્રાંતિમાં કામ કરીને 350 ટન મધનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. બનાસ ડેરીના પશુપાલકોએ દેશની પ્રથમ મેડીકલ કોલેજ બનાવી છે.
જાણો શું છે બનાસ ડેરીનો ઇતિહાસ
બનાસ ડેરીની સ્થાપના સ્વર્ગસ્ત ગલબાભાઈ નાનજીભાઇ પટેલે કરી હતી. તે વખતે તેઓ ચેરમેન હતા. ત્યારબાદ દલુંભાઈ દેસાઈ ચેરમેન બન્યા હતા. ત્યારબાદ પરથી ભાઈ ભટોળ બન્યા જેઓ 22 વર્ષ સુધી ચેરમેન રહ્યા હતા. છેલ્લા 7 વર્ષથી શંકર ભાઈ ચૌધરી ચેરમેન રહ્યા હતા. બનાસ ડેરીમાં ચેરમેન સહિત 16 ડિરેકટરો છે.
બનાસકાંઠા જિલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો