ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત

ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલના((Bhupendra Patel) નામની આજે જાહેરાત કરવામાં આવી છે.

ગુજરાત(Gujarat) માં વિજય રૂપાણીએ સીએમ તરીકે શનિવારે રાજીનામું આપ્યું હતું, જેની બાદ નવા મુખ્યમંત્રી તરીકે ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel) ના નામની આજે જાહેરાત કરવામાં આવી છે.

ગુજરાતના નવા સીએમ તરીકે વરણી કરાયેલા ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળના ચેરમેન પણ રહી ચૂક્યા છે. તેમજ અમદાવાદ મહાનગર પાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે.આ ઉપરાંત ઘાટલોડિયા વિધાનસભાના ધારાસભ્ય  ભુપેન્દ્ર પટેલ આનંદી બહેન પટેલના અત્યંત વિશ્વાસુ માનવામાં આવે છે.

ગુજરાતના સીએમ તરીકે વિજય રૂપાણીના રાજીનામાં બાદ અનેક નેતાઓના નામ મુખ્યમંત્રી તરીકે ચર્ચામાં હતા. જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મનસુખ માંડવીયા, સી.આર. પાટીલ ના નામની ચર્ચાઓ ચાલતી હતી .

ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અંગે  જાણવા જેવી વાતો 

  • ડિપ્લોમા સિવિલ એન્જિયરિંગ સુધીનો અભ્યાસ
  • વ્યવસાયે બિલ્ડર
  • મેમનગર નગરપાલિકાના પ્રમુખ – વર્ષ (1995 -96 )
  • અમદાવાદ કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન- વર્ષ 2010 -2015
  • અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ ચેરમેન(Auda) – વર્ષ 2015- 17

ગુજરાતના મુખ્યપ્રધાનપદેથી વિજય રૂપાણીએ રાજીનામુ આપ્યા બાદ નવા મુખ્યપ્રધાનની પસંદગી માટે આજે રવિવારે ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે બે કેન્દ્રીય નિરીક્ષકની હાજરીમાં ધારાસભ્યોની બેઠક યોજાઇ હતી ગુજરાતના નવા મુખ્યપ્રધાનની શપથવિધિ આગામી બે દિવસમાં સાદગીથી કરવામાં આવે તેવી સંભાવના છે.

આ ઉપરાંત ગુજરાતમાં રાજકીય ક્ષેત્રના તજજ્ઞોનુ માનવુ છે કે, ભાજપે 2022ની ચૂંટણીને ધ્યાને લઈને કરેલા સર્વેમાં પ્રધાનોની કામગીરીની પણ સમિક્ષા હાથ ધરી હતી. જેમાં કેટલાક પ્રધાનોની કામગીરી સંતોષકારક નહોતી જણાઈ. આવા નબળી કામગીરી ધરાવનારા પ્રધાનોને નવા પ્રધાનમંડળમાંથી પડતા મુકાઈ શકે છે.

આ પણ  વાંચો : Cricket: ક્રિકેટ મેચની વચ્ચે મેદાનમાં ઘુસ્યો કૂતરો, બોલને મોમાં દબાવીને ફિલ્ડરોને મેદાનમાં ખૂબ દોડાવ્યા, જુઓ Video

આ  પણ વાંચો : Rain Updates : દિલ્હી સહિત મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી, રાયગઢ, પૂણે સહિત મધ્ય મહારાષ્ટ્રમાં એલર્ટ

Click on your DTH Provider to Add TV9 Gujarati