Cricket: ક્રિકેટ મેચની વચ્ચે મેદાનમાં ઘુસ્યો કૂતરો, બોલને મોમાં દબાવીને ફિલ્ડરોને મેદાનમાં ખૂબ દોડાવ્યા, જુઓ Video

ક્રિકેટના મેદાનમાં અનેક વાર એવા પણ નજારા જોવા મળતા હોય છે, ક્યારેક કૂતરા તો ક્યારેક બિલાડી મેદાનમાં ઘૂસી આવતા હોય છે અને બાદમાં મેદાનના કર્મચારીઓએ તેને પકડવા માટે દોડતા રહેતા હોય છે.

Cricket: ક્રિકેટ મેચની વચ્ચે મેદાનમાં ઘુસ્યો કૂતરો, બોલને મોમાં દબાવીને ફિલ્ડરોને મેદાનમાં ખૂબ દોડાવ્યા, જુઓ Video
Cricket-Ground

તાજેતરમાં ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચેની ટેસ્ટ શ્રેણી દરમિયાન, એક ઈંગ્લેન્ડના એક શખ્શે મેચ દરમ્યાન મેદાનમાં પ્રવેશ કરીને ખૂબ ચર્ચા મેળવી હતી. પહેલીવારમાં તો કે દરેકને રમુજી લાગ્યું હતું, પરંતુ બીજી અને પછી ત્રીજી વખત દરેક વ્યક્તિ આ કૃત્યને કારણે ગુસ્સે થયો હતો. બાદમાં તે વ્યક્તિ સામે કાર્યવાહી પણ કરવામાં આવી હતી. ઈંગ્લેન્ડના પડોશી દેશ આયર્લેન્ડ (Ireland)માં લાઈવ મેચ દરમિયાન આવી જ એક ઘૂસણખોરી થઈ હતી, જેણે બધાને ચોંકાવી દીધા હતા.

જોકે, આ ઘૂસણખોરી સામે કોઈને વાંધો નહોતો, પરંતુ મેદાનમાં હાજર ખેલાડીઓ અને દર્શકોએ તેનો આનંદ માણ્યો હતો. વાસ્તવમાં તે ઘુસણખોર હતો, એક સુંદર નાનો કૂતરો, જેણે માત્ર મેદાનમાં પ્રવેશ કર્યો જ નહીં, પણ ફિલ્ડરોને પણ દોડાવ્યા હતા.

આ દિવસોમાં આયર્લેન્ડમાં મહિલા ડોમેસ્ટિક T20 ટૂર્નામેન્ટ ‘ઓલ આયર્લેન્ડ T20 કપ’ રમાઈ રહી છે. તેની સેમિફાઇનલ મેચ શનિવારે 11 સપ્ટેમ્બરે રમાઇ હતી. બ્રીડી ક્રિકેટ ક્લબ અને સિવિલ સર્વિસ નોર્થની ટીમો ફાઇનલમાં સ્થાન મેળવવા માટે એકબીજા સામે ટકરાઇ રહી હતી. પ્રથમ બેટિંગ કરતા બ્રીડી ક્લબે 20 ઓવરમાં 8 વિકેટે 105 રન બનાવ્યા હતા. ડેલજેલે ટીમ માટે સૌથી વધુ 47 રન બનાવ્યા હતા.

થર્ડ મેનથી આવીને કૂતરાંએ બોલને મોંમાં પકડી લીધો

આ લક્ષ્યનો પીછો કરતા, સિવિલ સર્વિસ નોર્થની ટીમની ઇનિંગ દરમિયાન એક રમુજી ઘટના બની. ઈનિંગની 9 મી ઓવરમાં સિવિલ સર્વિસ બેટ્સમેને બોલ સ્ક્વેર કટ કર્યો અને બોલ થર્ડ મેન તરફ જઈ રહ્યો હતો. ફિલ્ડરે બોલ પકડ્યો અને તેને કીપર તરફ ફેંકી દીધો, જેણે રન આઉટ કરવાના પ્રયાસમાં બોલને સ્ટમ્પ તરફ ફટકાર્યો. બોલ સ્ટમ્પ્સને વાગ્યો ન હતો, પરંતુ આ દરમિયાન એક નાનો કૂતરો મેદાનમાં ઘૂસી ગયો, જેના ગળા પર પટ્ટો પણ બાંધેલો હતો. તક જોઈને આ કૂતરાએ તેના મોંમાં બોલ દબાવ્યો અને તેને લઇને દોડવાનુ શરુ કર્યુ હતુ.

મેદાનમાં ફિલ્ડરો બોલ પાછો મેળવવા માટે કૂતરાની પાછળ દોડ્યા હતા. જે તેમને દોડ કરાવતો જ રહ્યો હતો. કેટલાક પ્રયત્નો પછી, કૂતરાને રોકવામાં આવ્યો અને બોલ પાછો લઈ લેવાયો. આ દરમિયાન, એક નાનો છોકરો પણ મેદાનમાં પ્રવેશ્યો, જે આ કૂતરાને પોતાની સાથે પાછો લઈ ગયો હતો.

બ્રીડી ક્લબે મેચને જીતી લીધી

મેચ દરમિયાન બનેલી આ ઘટનાએ દરેકનું મનોરંજન કર્યું હતુ. આયર્લેન્ડ ક્રિકેટ બોર્ડે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર તેનો વીડિયો પોસ્ટ કર્યો છે. જેને સૌ કોઇ પસંદ કરી રહ્યા છે. જ્યાં સુધી મેચના પરિણામની વાત છે, બ્રીડી ક્રિકેટ ક્લબે આ મેચ સરળતાથી જીતી લીધી. સિવિલ સર્વિસિસ ટીમ 12 ઓવરમાં 9 વિકેટના નુકશાને માત્ર 63 રન જ બનાવી શકી હતી અને ડકવર્થ લુઈસ નિયમ મુજબ બ્રીડી ક્લબે મેચ 11 રનથી જીતીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. પરંતુ મેચમાં વાસ્તવિક આનંદની જમાવટ તે કૂતરાની થોડી સેકંડની હરકતે કરી હતી.

 

 

આ પણ વાંચોઃ INDvsENG: માન્ચેસ્ટર ટેસ્ટ રદ થવા બાદ ECBએ ICCના દરવાજા ખટખટાવ્યા, મેચ અને સિરીઝના નિર્ણય અંગે મદદ માંગી

આ પણ વાંચોઃ IPL 2021: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનુ ટાઇટલ જીતવાનુ સપનુ આ વખતે પુરુ થશે ! વિરાટ સેનાના ઓપનરે કહી આ વાત

 

Click on your DTH Provider to Add TV9 Gujarati