Rain Updates : દિલ્હી સહિત મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી, રાયગઢ, પૂણે સહિત મધ્ય મહારાષ્ટ્રમાં એલર્ટ
બંગાળની ખાડીમાં લો પ્રેશર(Law Pressure) અને મરાઠાવાડાની આસપાસ ચક્રવાતી પવનોની સ્થિતિને કારણે મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આજથી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની (Rain Forecast)આગાહી કરવામાં આવી છે.
Rain Updates : અવિરત વરસાદને પગલે દિલ્હી સહિત મુંબઈ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. દિલ્હીમાં અવિરત વરસાદને કારણે ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટના (Indira Gandhi International Airport) કેટલાક ભાગોમાં પાણી ભરાઈ ગયા હતા. ત્યારે ભારતીય હવામાન વિભાગ (Indian Metrological Department)દ્વારા રવિવારે પણ દિલ્હી, મુંબઈ,થાણે,કોંકણ અને મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. ઉપરાંત હવામાન વિભાગની આગાહી મુજબ, મુંબઈ, થાણે, પુણે, કોલ્હાપુર, સતારા, બીડ પરભણી, હિંગોલી, પાલઘર, રાયગઢ, રત્નાગિરી જિલ્લામાં ખાસ કરીને આગામી ત્રણથી ચાર દિવસમાં વરસાદની તીવ્રતા ચાલુ રહેશે.
પશ્ચિમ મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધશે: હવામાન વિભાગ
હવામાન વિભાગ (Indian Meteorological Department)દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ રવિવારે સવારથી જ દિલ્હી સહિત પંજાબ, રાજસ્થાનના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે. ઉપરાંત 17 અને 18 સપ્ટેમ્બરે રાજધાની દિલ્હીમાં ફરી પાંચ દિવસ ભારે વરસાદ પડી શકે છે.
આ સાથે મહારાષ્ટ્રમાં કોંકણ અને પશ્ચિમ મહારાષ્ટ્રના(Maharashtra) મોટાભાગના વિસ્તારોમાં રવિવારથી વરસાદની તીવ્રતા વધશે. પાલઘર, રાયગઢ અને પુણે જિલ્લામાં ખાસ કરીને ઘાટ વિસ્તારોમાં વધુ પડતા વરસાદને કારણે ચેતવણી આપવામાં આવી છે. હાલ મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં આગામી ત્રણથી ચાર દિવસ ભારે વરસાદની આગાહી (Forecast) કરવામાં આવી છે.
આગામી ત્રણથી ચાર કલાક રાયગઢ, પૂણે, બીડ, પરભણી, હિંગોલી માટે ખૂબ મહત્વના
WEATHER INFO- Nowcast warning issued at 0100 Hrs IST dated 12/09/2021 : Moderate to intense spells of rain very likely to occur at isolated places in the districts of Raigad,Pune,Beed,Parbhani,Hingoli during next 3-4 hours. -IMD MUMBAI
— K S Hosalikar (@Hosalikar_KS) September 11, 2021
મરાઠવાડા, વિદર્ભમાં ભારે વરસાદની આગાહી
બંગાળની ખાડીમાં લો પ્રેશર(Law Pressure) અને મરાઠાવાડાની આસપાસ ચક્રવાતી પવનોની સ્થિતિને કારણે સાત સપ્ટેમ્બરે મરાઠવાડા, વિદર્ભ અને કોંકણના વિવિધ સ્થળોએ ભારે વરસાદ થયો હતો. કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ જોવા મળી હતી.જેના કારણે પાકને મોટાપાયે ઘણું નુકસાન થયું હતું. હાલમાં મરાઠાવાડા અને વિદર્ભમાં (Vidarbh) વરસાદની તીવ્રતા ઘટી છે. જ્યારે કોંકણ અને પશ્ચિમ મહારાષ્ટ્રમાં વરસાદની તીવ્રતા વધી છે.
WEATHER INFO- Nowcast warning issued at 0100 Hrs IST dated 12/09/2021 :
Moderate spells of rain very likely to occur at isolated places in the districts of Mumbai,Thane during next 3-4 hours. -IMD MUMBAI
— K S Hosalikar (@Hosalikar_KS) September 11, 2021
આ પણ વાંચો: શિવસેનાનો મોટો નિર્ણય, ઉત્તર પ્રદેશ વિધાનસભાની તમામ બેઠકો પર યોગી આદિત્યનાથ સામે ચૂંટણી લડશે !
આ પણ વાંચો: Saki Naka Rape Case : મહિલાઓની સુરક્ષાને લઈને સરકાર કડક, CM ઉદ્ધવ ઠાકરેએ પોલીસ અધિકારીઓને આપ્યા નિર્દશ