નવરાત્રી પહેલા ગુજરાતમાંથી કોરોનાના વળતા પાણી, આજે નવા 77 કેસ અને 1 વ્યક્તિનું મોત

|

Sep 19, 2022 | 7:43 PM

ગુજરાતમાં (Gujarat) કોરોનાના (Corona) કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં આજે 19 સપ્ટેમ્બરના રોજ કોરોનાના નવા 77 કેસ નોંધાયા છે. કાલની સરખામણીમાં આજે કોરોના કેસમાં ભારે ઘટાડો થયો છે.

નવરાત્રી પહેલા ગુજરાતમાંથી કોરોનાના વળતા પાણી, આજે નવા 77 કેસ અને 1 વ્યક્તિનું મોત
Corona Cases
Image Credit source: TV9 gfx

Follow us on

ગુજરાતમાં (Gujarat) કોરોનાના (Corona) કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં આજે 19 સપ્ટેમ્બરના રોજ કોરોનાના નવા 77 કેસ નોંધાયા છે. રવિવારની સરખામણીમાં આજે સોમવારે કોરોના કેસમાં ભારે ઘટાડો થયો છે. જેમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1,171 થઈ છે. કોરોનાના રિકવરી રેટ 99.04 ટકા થયો છે. જ્યારે આજે કોરોનાથી 131 દર્દીઓ સાજા થયા છે. જ્યારે કોરોનાના નવા નોંધાયેલા કોરોનાના કેસની વાત કરીએ તો સુરતમાં 32, અમદાવાદમાં 19, વડોદરામાં 8, ગાંધીનગરમાં 3, સુરત જિલ્લામાં 3, આણંદમાં 2, ગાંધીનગરમાં 2, મહેસાણામાં 2, વલસાડમાં 2, પોરબંદરમાં 1, રાજકોટમાં 1, સાબરકાંઠામાં 1, રાજકોટ જિલ્લામાં 1 કેસ નોંધાયા છે.

જ્યારે ગુજરાતના અન્ય જિલ્લામાં આજે એક પણ કોરોના કેસ નોંધાયો નથી. કોરોના મહામારીમાંથી ભારતને બહાર લાવવા માટે તંત્રના તમામ અધિકારીઓ અને કર્માચારીઓએ અગત્યનો ભાગ ભજવ્યો છે. આજે ગુજરાતમાં કોરોનાને કારણે 1 દર્દીનું મોત થયુ છે. આજે અમદાવાદના દર્દીનું મોત થયું હતુ. એકટિવ કેસોમાં 1 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 1,170 દર્દીઓની સ્થિતિ હાલ સ્ટેબલ છે.

શાળાઓમાં બાળકો માટે માસ્ક ફરજિયાત

કોરોનાના કેસ વધવાની સાથે રાજ્ય સરકારની ચિંતામાં પણ વધારો થયો છે. તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધારે કેસ નોંધાય રહ્યા છે. જેના પગલે હાઈકોર્ટ દ્વારા અત્યારથી જ કોરોનાના વધતાં કેસના પગલે સાવચેતી શરૂ કરી છે. તેમજ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ શાળાઓમાં પણ બાળકો માટે માસ્ક ફરજિયાત કરવા પણ જણાવ્યું છે.

તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો
ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન

નવરાત્રી અને અન્ય તહેવારોમાં સાચવજો

ગણેશ ઉત્સવનો તહેવાર પૂરો થતા હવે નવરાત્રીની તાડામાર તૈયારીઓ શરુ થઈ ગઈ છે. તે બધા વચ્ચે નવરાત્રીના આયોજનમાં ભીડ જમા થઈ શકે છે. જેના કારણે કોરોના સંક્રમણમાં પણ વધારો થઈ શકે છે. તેથી તહેવારો દરમિયાન કોરોના નિયમોનું પાલન કરી, સાવચેત રહેવાની જરુર છે.

નિયમોનું પાલન કરો

કોરોનાથી બચવા કોરોના નિયમોનું પાલન કરવું પણ એટલું જરુરી છે. તેની મદદથી જ ભારત કોરોના મહામારીમાંથી બહાર નીકળવામાં સફળ થયું છે. સરકારે લોકોને વેક્સીન લેવા માટે પણ વિંનતી કરી છે. જેથી કોરોનાને ઝડપથી નાબૂદ કરી શકાય. તેના માટે આખા ગુજરાતમાં વેક્સીનેશન સેન્ટર આજદિન સુધી કાર્યરત છે.

 

Next Article