AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમરેલીના કથિત નક્લી લેટરકાંડમાં જામીન પર બહાર આવેલા આરોપીઓ નિર્લિપ્ત રાયને મળ્યા,  કર્યા આ ચોંકાવનારા ખૂલાસા 

અમરેલી લેટરકાંડમાં ધારાસભ્ય કૌશિક વેકરીયા સહિત અમરેલી પોલીસની છબી પણ ખરડાઈ છે અને આખેઆખી ભાજપ સરકાર બેકફુટ આવી ગઈ છે. ત્યા હવે જામીન પર છુટેલા આરોપીઓ પણ મોટા ઘટસ્ફોટ કરી રહ્યા છે. લેટરકાંડના મુખ્ય આરોપી અને પૂર્વ તાલુકા ઉપપ્રમુખ મનિષ વઘાસિયાએ ત્યાં સુધી દાવો કર્યો છે કે લેટર ખુદ શહેર ભાજપ પ્રમુખ દ્વારા જ તૈયાર કરાવવામાં આવ્યો હતો અને તેમા નીચે સહી છે તે પણ કિશોર કાનપરીયાની જ છે. જો પોલીસ કે સરકાર એટલી જ સાચી હોય તે લેટરનો એફએસએલ રિપોર્ટ જાહેર કરે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 31, 2025 | 8:50 PM
Share

અમરેલીના કથિક નક્લી લેટરકાંડની ઘટનાએ સંપૂર્ણપણે રાજકીય સ્વરૂપ ધારણ કર્યુ છે. એકતરફ પાયલ ગોટીની ગેરકાયદે રીતે ધરપકડ મુદ્દે સરકાર પહેલે થી બેકફુટ પર હતી ત્યા હવે જામીન પર બહાર આવેલા આરોપીઓએ પણ મોટા ઘટસ્ફોટ કર્યા છે. આ આખાય પ્રકરણમાં સ્ટેટ મોનિટરીંગ સેલના વડા નિર્લિપ્ત રાયને તપાસ સોંપવામાં આવી છે. આ કાંડમાં જેમને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા છે એ મનિષ વઘાસીયાએ જેલમુક્ત થતા જ મીડિયા સમક્ષ આવી અમરેલી પોલીસની કામગીરી સામે ગંભીર આક્ષેપ કર્યા હતા. આજે પણ તેઓ અન્ય બે આરોપીઓને સાથે રાખી નિર્લિપ્ત રાયને મળવા પહોંચ્યા હતા. કથિત નક્લી લેટરકાંડમાં તેમને ખોટી રીતે ફસાવાયા હોવાનું જણાવ્યુ. આ સાથે પોલીસ દ્વારા માર મારવા અંગેના ફોટો પુરાવા અને લેખિત સાથે તેઓ રજૂઆત કરવા પહોંચ્યા હતા.

“પોલીસ દ્નારા મોટા નેતાના નામ દેવા માટે દબાણ કરાયુ”

મનિષ વઘાસિયાએ પોલીસ સામે મોટો આક્ષેપ કર્યો છે કે મોટા નેતાઓના નામ લેવા માટે પોલીસ દ્વારા માર મારીને દબાણ લાવવામાં આવતુ હતુ. પોલીસે મુકેશ સંઘાણી, દિલિપ સંઘાણી, અશ્વિન સાવલિયા, બાવકુ ઉંધાડ, પૂર્વ સાંસદ નારણ કાછડિયા, સુરેશ શેખવા સહિતનાનું નામ લઈને માર માર્યો હતો. LCBની ઓફિસ અને SP સંજય ખરાતના કહેવાથી દબાણ કરાયુ હોવાનો પણ આક્ષેપ કર્યો. વઘાસિયાએ આરોપ લગાવ્યો કે SPની હાજરીમાં માર મારીને સાયબર સેલના PI પરમાર એ દબાણ કર્યું. જેમા મુખ્ય રીતે દિલિપ સંઘાણી, પૂર્વ સાંસદ નારણ કાછડિયા સહિતનાના નામો આપવા માટે માર મારીને દબાણ કર્યુ હતુ.

વઘાસિયાએ જણાવ્યુ કે નિર્લિપ્ત રાયને નિવેદન આપ્યુ ત્યારે અમે કિશોર આસોદરિયાનું નામ અનુમાન લગાવીને આપ્યુ હતુ, જે નામ ખોટુ અપાયુ હતુ, અમારી ધરપકડ થી લઈને LCB ઓફિસમાં માર મારવા સહિતની તમામ ગતિવિધિમાં સિદ્ધરાજસિંહ ગોહિલ સામેલ હતા. વઘાસિયાએ સીધો આરોપ લગાવ્યો છે કે પોલીસ દ્વારા નામ દેવા માટે દબાણ લાવવામાં આવતુ હતુ.

જો કે આ અગાઉ પણ મનિષ વઘાસિયાએ જામીન પર બહાર આવતાની સાથે મીડિયા સમક્ષ આવ્યા હતા અને સૌપ્રથમ નિવેદન એ આપ્યુ હતુ કે હું RSSના સ્વયંસેવકથી માંડીને જિલ્લા યુવા ભાજપના ઉપપ્રમુખ તરીકે ફરજ નિભાવી છે અને ભવિષ્યમાં કોઈ પદ ન મળે તે માટે ષડયંત્ર કરીને ખોટો આરોપી બનાવ્યો હતો. તેમણે કથિત લેટર નક્લી નહીં પરંતુ અસલી હોવાનો આક્ષેપ કર્યો હતો, મનિષ વઘાસિયાએ એવો પણ સવાલ કર્યો કે એસપી દ્વારા એફએસએલનો રિપોર્ટ કેમ જાહેર કરાયો નથી. આ રિપોર્ટ છુપાવવામાં પણ રાજકીય કાવાદાવા કારણભૂત હોવાની ચર્ચા છે.

એકતરફ પહેલેથી જ ધારાસભ્યને વહાલા થવાની લ્હાયમાં કોઈ ગુનો બનતો ન હોવા પાયલ ગોટીની મધરાતે ધરપકડ કરી મારકુટ કરવાના તેમજ સરઘસ કાઢવા મુદ્દે સરકાર ભેખડે ભરાઈ છે ત્યા હવે જેલમુક્ત થયેલા આરોપીઓ રોજ નવા નવા ઘટસ્ફોટ કરી રહ્યા છે. જેમાં સૌથી મોટો ખૂલાસો તો તેમણે એ કર્યો છે કે પત્ર અને સહી સિક્કા ઓરિજનલ જ છે. અને તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરીયાએ જ સહી કરી છે. ત્યારે સમગ્ર પ્રકરણમાં પોલીસે નેતાને વ્હાલા થવા કાચુ કાપ્યુ કે કોઈ નેતાના કહેવાથી, ઘટનાના રાજ્યવ્યાપી પડઘા પડશે તેના અણસાર વિના કાર્યવાહી કરી તે મોટો સવાલ છે. ઉલ્લેખનીય છે કે આ પ્રકરણમાં અમરેલી પોલીસે મનિષ વઘાસિયાને આરોપી બનાવી રિમાન્ડ પર લીધા હતા. મનિષ વઘાસિયા વર્ષોથી ભાજપના વિવિધ હોદ્દા પર કામ કરી રહ્યા છે અને હાલ પણ ભાજપના સક્રિય કાર્યકર્તા છે.

Input Credit- Kinjal Mishra- Gandhinagar 

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">