AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

છેતરપિંડી : અમદાવાદમાં કથિત ભુવાને લોકોને સિંગદાણા ખવડાવવા ભારે પડયા,જેલની હવા ખાવી પડશે

અમદાવાદ(Ahmedabad)શહેરના ગોમતીપુર વિસ્તારમાં પોલીસે(Police) ભુવા અને તાંત્રિકના નામે ગોરખધંધા કરતાં એક શખ્સની ધરપકડ કરી છે. આ સમગ્ર કિસ્સો અમરાઇવાડીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલવા માટે કથિત ભુવા પાસે ગયેલા એક યુવાનની તબિયત લથડતા સામે આવ્યો હતો.

છેતરપિંડી : અમદાવાદમાં કથિત ભુવાને લોકોને સિંગદાણા ખવડાવવા ભારે પડયા,જેલની હવા ખાવી પડશે
અમદાવાદમાં કથિત ભુવાને લોકોને સિંગદાણા ખવડાવવા ભારે પડયા
Mihir Soni
| Edited By: | Updated on: Jun 02, 2021 | 7:46 PM
Share

અમદાવાદ(Ahmedabad)શહેરના ગોમતીપુર વિસ્તારમાં પોલીસે(Police) ભુવા અને તાંત્રિકના નામે ગોરખધંધા કરતાં એક શખ્સની ધરપકડ કરી છે. આ સમગ્ર કિસ્સો અમરાઇવાડીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલવા માટે કથિત ભુવા પાસે ગયેલા એક યુવાનની તબિયત લથડતા સામે આવ્યો હતો. આ કથિત ભુવાને ચોરીની શંકા હોય તેવા તમામ લોકોને સિંગદાણા ખવડાવ્યા હતા.

તેમજ કહ્યું હતું કે જેને આ સિંગદાણા ખાધા બાદ પેટમાં બળતરા થશે તેણે આ ચોરી કરી હશે.

આ સમગ્ર ઘટનાની વિગત મુજબ અમદાવાદ(Ahmedabad)ના અમરાઈવાડીમાં રહેતા સંજય ભાઈના પિતરાઈ ભાઈના વાહનમાંથી 2.65 લાખ રૂપિયાની ચોરી થઈ હતી. જેની ફરીયાદ નોંધાવી પરિચિત લોકો પર શક હોવાથી પોલીસે(Police) તેઓની પુછપરછ કરી હતી.બાદમાં સંજય ભાઈ ગોમતીપુરમાં આવતા એક યુવકે ભુવા બાબતે વાત કરી.

આ યુવકે કહ્યું કે અગાઉ ચોરીના કેસમાં ભુવાએ મદદ કરી હતી અને કોણે ચોરી કરી છે તે બાબતની માહિતી આ ભુવા એ આપી હતી.

જેથી સંજયભાઈ તે ભૂવા પાસે ગયા હતા. તેમજ ભુવાએ જે લોકો ચોરી વિષે જાણતા હોય તે લોકોને બોલાવ્યા હતા. ત્યારબાદ સંજયભાઈ અને તેમના પરિચિત લોકો કે જેઓ આ ચોરી બાબતે જાણતા હતા તે તમામ લોકો ભૂવા પાસે પહોંચ્યા હતા.તેની બાદ ભુવાએ આ તમામ લોકોને સીંગદાણા ખવડાવ્યા હતા અને કહ્યુ કે ગળા તથા પેટમાં બળતરા થાય તે ચોરી વિશે જાણતો હશે.

આ સિંગદાણા ખાધા બાદમા સંતોષ ભાઈ નામના વ્યક્તિને બળતરા થઈ અને ભૂવાએ તેમની પર શક રાખ્યો હતો. જો કે તેની બાદ તબિયત વધારે લથડતા તાત્કાલિક હોસ્પિટલ લઇ જવાયા હતા. જયાં ડોક્ટરે જણાવ્યું કે કેફી પદાર્થ ખાવાથી ઝાડા ઉલટી થયાં હોઇ શકે છે.

આ સમગ્ર મામલે પોલીસ(Police)ફરીયાદ નોંધાતા સીંગદાણા ખવડાવી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર વિજય નાડીયા નામના શખ્સની ધરપકડ કરી છે. તેમજ આ રીતે કેટલા લોકોની સાથે છેતરપિંડી કરી છે તેની તપાસ હાથ ધરી છે.

Follow Us
ગરીબોના હકના અનાજનું કૌભાંડ: અડધી રાત્રે દરોડા પાડી સંચાલક ઝડપાયો
ગરીબોના હકના અનાજનું કૌભાંડ: અડધી રાત્રે દરોડા પાડી સંચાલક ઝડપાયો
સુરેન્દ્રનગર-અમદાવાદ ફરીથી ગરમીમાં ધગધગ્યું
સુરેન્દ્રનગર-અમદાવાદ ફરીથી ગરમીમાં ધગધગ્યું
પાલનપુરમાં પતિએ જ 50 હજારમાં પત્નીને વેચી, 6 આરોપીઓની ધરપકડ
પાલનપુરમાં પતિએ જ 50 હજારમાં પત્નીને વેચી, 6 આરોપીઓની ધરપકડ
ગુજરાતમાં ચોમાસુ કેવું રહેશે? વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં 'મોટો વરતારો'
ગુજરાતમાં ચોમાસુ કેવું રહેશે? વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં 'મોટો વરતારો'
રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખના પુત્રે રાજકીય વિરોધીને આપી લુખ્ખી ધમકી
રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખના પુત્રે રાજકીય વિરોધીને આપી લુખ્ખી ધમકી
મહિલા દર્દીએ ડોક્ટર પર ગંભીર આક્ષેપ કર્યા, ડૉક્ટરે તમામ આરોપો નકાર્યા
મહિલા દર્દીએ ડોક્ટર પર ગંભીર આક્ષેપ કર્યા, ડૉક્ટરે તમામ આરોપો નકાર્યા
ATS-SOGએ રૂ.71 લાખનું મેફેડ્રોન ઝડપી પાડ્યું
ATS-SOGએ રૂ.71 લાખનું મેફેડ્રોન ઝડપી પાડ્યું
ફ્લેટના નામે લાખોની ઠગાઈ, Phd શિક્ષિકા નીકળી માસ્ટર માઈન્ડ
ફ્લેટના નામે લાખોની ઠગાઈ, Phd શિક્ષિકા નીકળી માસ્ટર માઈન્ડ
હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને પોરબંદર પહોંચ્યું જહાજ
હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને પોરબંદર પહોંચ્યું જહાજ
અમદાવાદ મનપામાં નવા હોદ્દેદારોની વરણી, હિતેશ બારોટ બન્યા નવા મેયર
અમદાવાદ મનપામાં નવા હોદ્દેદારોની વરણી, હિતેશ બારોટ બન્યા નવા મેયર
g clip-path="url(#clip0_868_265)">