Breaking News : IPLના ઇતિહાસમાં સાઈ સુદર્શનની જેમ કોઈ આઉટ થયું નથી, જુઓ Video
આરસીબી વિરુદ્ધ ગુજરાત ટાઈટન્સના ઓપનર સાંઈ સુદર્શન અજીબોગરીબ અંદાજમાં આઉટ થયો હતો. સાંઈ સુદર્શનને જે બોલ પર ચોગ્ગો મળ્યો હતો. તે ચોગ્ગા પર આઉટ થયો હતો. જાણો કેવી રીતે જુઓ વીડિયો

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના 255 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ગુજરાત ટાઈટન્સની શરુઆત ખુબ ખરાબ રહી હતી. ઈનિગ્સની ત્રીજી ઓવરમાં ટીમ ફોર્મમાં ચાલી રહી હતી. ગુજરાત ટાઈટન્સને બેટ્સમેન સાંઈ સુદર્શનના રુપમાં મોટો ઝટકો લાગ્યો હતો. આરસીબીના ફાસ્ટ બોલર જેકબ ડફીએ ગુજરાત ટાઈટન્સને ચોગ્ગો આપ્યો હતો. પરંતુ સાંઈ સુદર્શનની એક ભુલે ખરાબ કિસ્મતના કારણે તે આઉટ થયો હતો. સાંઈ સુદર્શન માત્ર 14 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો.
સાઈ સુદર્શન IPL પ્લેઓફ/નોકઆઉટ ઇતિહાસમાં હિટ વિકેટ આઉટ થનાર માત્ર બીજો બેટ્સમેન બન્યો. આ પહેલા કુસલ મેન્ડિસ 2025માં ન્યૂ ચંદીગઢ ખાતે મુંબઈ ઇન્ડિયન્સ સામે ગુજરાત ટાઇટન્સ તરફથી રમતી વખતે આઉટ થયો હતો.
Drama takes another turn in Dharamshala #SaiSudharsan departs in the most unusual fashion possible. Playoff pressure bringing unbelievable moments #TATAIPL Playoffs Qualifier 1 #RCBvGT | LIVE NOW https://t.co/C6lvFqET52 pic.twitter.com/rvt5kVN51X
— Star Sports (@StarSportsIndia) May 26, 2026
હાથમાંથી બેટ છુટ્યું સાંઈ સુદર્શન આઉટ
આ સમગ્ર ઘટના ગુજરાતની ત્રીજી ઓવરમાં બની હતી. જેકબ ડફીએ સાંઈ સુદર્શનને ઓફ સ્ટંપ બહાર એક શોર્ટ ઓફ બોલ ફેક્યો હતો. સુદર્શનને આ બોલ પર એક શોર્ટ રમ્યો હતો. બોલ બાઉન્ડ્રી તરફ જઈ રહ્યો હતો કે, અચાનક ક્રિઝ પર એવું કાંઈ થયો. જેનાથી મેદાનની અંદર અને મેદાનની બહાર રહેલા ખેલાડીઓ પણ ચોંકી ગયા હતા. શોર્ટ રમતા જ સાંઈ સુદર્શનના હાથમાંથી બેટ છટક્યું હતુ. તે આઉટ થયો હતો.તે સમયે સુદર્શન રન લેવા માટે આગળ વધ્યો હતો અને તેને ખ્યાલ પણ ન આવ્યો કે તેનું બેટ સ્ટમ્પ પર પડી ગયું છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને મફતમાં આ વિકેટ મળી હતી.
ગુજરાતની આશાને લાગ્યો મોટો ઝટકો
255 રનના આ ટાર્ગેટને પૂર્ણ કરવા મેદાનમાં ઉતરેલી ટીમ ગુજરાત ટાઈટન્સના બંન્ને ઓપનર પાસે સારા સ્કોરની આશા હતી. સાંઈ સુદર્શન આ સીઝનમાં શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. તે માત્ર 9 બોલમાં 3 ચોગ્ગા ફટકારી 14 રન બનાવ્યા હતા. ગુજરાતની પાવરપ્લેમાં રમત નિરાશાજનક રહી હતી.
