જયેશ રાદડિયા સામે ચાર સહકારી આગેવાનો મેદાને જિલ્લા બેંકની ભરતીમાં લગાવ્યો ગેરરિતીનો આક્ષેપ
આ અંગે સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે રાજકોટ જિલ્લા બેંક,રાજકોટ લોધિકા સંઘ અને બેડી માર્કેટીંગ યાર્ડની ચૂંટણીમાં તમામ જવાબદારી જયેશ રાદડિયા પાસે હતી.જેમાં પરસોતમ સાવલીયા અને હરદેવસિંહ જાડેજાને અન્યાય થયાનો સૂર જોવા મળ્યો હતો
રાજકોટ જિલ્લાના સહકારી આગેવાન અને પૂર્વ કેબિનેટ મંત્રી-ધારાસભ્ય જયેશ રાદડિયા (Jayesh Radadia)સામે ચાર સહકારી આગેવાનોએ બળવો કર્યો છે. રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘના પૂર્વ ચેરમેન નિતીન ઢાંકેચા, યાર્ડના પૂર્વ વાઇસ ચેરમેન હરદેવસિંહ જાડેજા, પરસોતમ સાવલિયા અને વિજય સખિયા જયેશ રાદડિયા સામે મેદાને પડ્યા છે. આ ચાર પૈકી ત્રણ હોદ્દેદારો આજે સહકાર વિભાગના સચિવને જિલ્લા બેંકમાં (District Bank) ગેરરિતીના (Irregularity) આક્ષેપ સાથે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. સહકાર વિભાગને કરાયેલી રજૂઆતમાં જયેશ રાદડિયા દ્વારા બેંકમાં 1100 કર્મચારીઓની ભરતી પૈકી 900થી વધુ કર્મચારીઓની ભરતીમાં ગેરરિતીનો (Irregularities in recruitment) આક્ષેપ લગાવ્યો છે.આ અંગે જિલ્લા બેંકના ચેરમેન જયેશ રાદડિયા સાથે કાર્યવહી કરવાની માંગ કરવામાં આવી છે.
રાદડિયાએ આક્ષેેપો ફગાવ્યા,ટૂંક સમયમાં કરશે ખુલાસો
આ અંગે જયેશ રાદડિયાનો ટેલિફોનિક સંપર્ક કરતા તેઓએ આક્ષેપોને ફગાવ્યા છે.તેઓએ કહ્યું છે કે સત્તા અને હોદ્દાની લાલચમાં કેટલાક લોકો બદનામ કરવાનું કાવતરૂ કરી રહ્યા છે .આ અંગે ટૂંક સમયમાં તમામ માહિતી સાથે દુધનું દુધ અને પાણીનું પાણી કરવામાં આવશે અને જે પણ આક્ષેપ છે તેના જવાબ આપવામાં આવશે.
વિરોધ પાછળ પદની લાલચ કે પછી અન્યાય ?
આ અંગે સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે રાજકોટ જિલ્લા બેંક,રાજકોટ લોધિકા સંઘ અને બેડી માર્કેટીંગ યાર્ડની ચૂંટણીમાં તમામ જવાબદારી જયેશ રાદડિયા પાસે હતી.જેમાં પરસોતમ સાવલીયા અને હરદેવસિંહ જાડેજાને અન્યાય થયાનો સૂર જોવા મળ્યો હતો જ્યારે રાજકોટ લોધિકા સંઘમાં ચેરમેન પદ જતા નિતીન ઢાંકેચા અને સભ્ય પદ જતા વિજય સખિયાને અન્યાય થયો હતો.આ તમામ પાછળ જયેશ રાદડિયાની મહત્વની ભુમિકા હોવાનું માનવામાં આવી રહ્યું છે.
એક સમયના વિરોધીઓ હવે સાથે આવ્યા
સહકારી ક્ષેત્રમાં એક સમયના સાથીઓ દુશ્મન આવી ગયા છે.બેડી માર્કેટીંગ યાર્ડના નિર્માણ સમયે વિજય સખિયાએ હરદેવસિંહ જાડેજા સામે ભષ્ટાચારના આક્ષેપો કર્યા હતા.તે સમયે જયેશ રાદડિયાના પિતા સ્વ વિઠ્ઠલ રાદડિયાના સાથી તરીકે વિજય સખિયાએ આ આક્ષેપો કર્યા હતા.જો કે સમય બદલાતા વિજય સખિયાએ જયેશ રાદડિયાનો સાથ છોડીને હરદેવસિંહનો હાથ પકડ્યો છે.જેના કારણે એક સમયના સાથી હવે એકબીજાની આમને સામને આવી ગયા છે.
આ પણ વાંચો : Rajkot : મહેન્દ્ર ફળદુને આત્મહત્યા માટે મજબુર કરનાર બે બિલ્ડરો સામે લુકઆઉટ નોટિસ જાહેર
આ પણ વાંચો : Kutch: લખપતના સાયણ પાસે મીની ટેમ્પો પલ્ટી જતા 25થી વધુ બાળકીઓ ઇજાગ્રસ્ત, સારવાર માટે ભુજ ખસેડાઇ