AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot : મહેન્દ્ર ફળદુને આત્મહત્યા માટે મજબુર કરનાર બે બિલ્ડરો સામે લુકઆઉટ નોટિસ જાહેર

સ્યુસાઇડ નોટમાં મહેન્દ્ર પટેેલે કરેલા ઉલ્લેખ પ્રમાણે અમદાવાદના ઓઝોન ગ્રુપ દ્રારા અમદાવાદના બાવળા ખાતે એક પ્રોજેક્ટમાં રોકાણ કર્યું હતું. જે પેટેના 33 કરોડથી વધારે રકમના દસ્તાવેજો ઓઝોન ગ્રુપ દ્રારા કરી દેવામાં આવતા ન હતા.

Rajkot : મહેન્દ્ર ફળદુને આત્મહત્યા માટે મજબુર કરનાર બે બિલ્ડરો સામે લુકઆઉટ નોટિસ જાહેર
Rajkot: Lookout notice issued against two builders for forcing Mahendra Faldu to commit suicide
Mohit Bhatt
| Edited By: | Updated on: Mar 09, 2022 | 6:05 PM
Share

રાજકોટના (Rajkot) કડવા પાટીદાર સમાજના અગ્રણી અને યુવી ક્લબના ચેરમેન જાણીતા એડવોકેટ મહેન્દ્ર ફળદુના(Mahendra Faldu) આત્મહત્યા કેસમાં (Suicide case) પોલીસે લુક આઉટ નોટીસ જાહેર કરી છે.આ કેસમાં એફઆરઆઇમાં જેમના નામ છે તેવા અમિત ચૌહાણ અને અતુલ મહેતા સામે પોલીસે લુક આઉટ નોટિસ જાહેર કરી છે. જ્યારે પોલીસની તપાસમાં આ કેસનો અન્ય એક આરોપી પ્રકાશ પટેલ અગાઉથી જ વિદેશ હોવાનું સામે આવ્યું છે.એટલું જ નહિ પોલીસે અન્ય આરોપીઓની પણ પાસપોર્ટ સહિતની વિગતો એકત્ર કરવાની શરૂઆત કરી છે જેના આધારે અન્ય આરોપીઓ સામે પણ લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવશે.

આ શખ્સો સામે નોંધાઇ છે ફરિયાદ એમ.એમ.પટેલ અમીત ચૌહાણ અતુલ મહેતા દિપક પટેલ પ્રણય પટેલ જયેશ પટેલ પ્રકાશ પટેલ

2 માર્ચે મહેન્દ્ર ફળદુએ કરી હતી આત્મહત્યા,હજુ આરોપી પોલીસ પકડથી દુર

રાજકોટના જાણીતા એડવોકેેટ મહેન્દ્ર ફળદુએ 2 માર્ચના રોજ સવારના સમયે 150 ફુટ રિંગરોડ પર આવેલી નક્ષત્ર બિલ્ડીંગમાં ઝેરી દવા પી અને ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી.જે પોલીસ પોલીસે સાત શખ્સો સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી.પોલીસે આ અંગે ફરિયાદમાં શામેલ સાત શખ્સોના અમદાવાદ અને રાજકોટ ખાતેના આશ્રયસ્થાનો પર દરોડા કર્યા હતા અને તપાસ કરી હતી જો કે પોલીસ આરોપીઓ હજુ પોલીસ પકડથી બહાર છે.

તપાસ માટે SITની રચના કરાઇ !

આ કેસમાં શરૂઆતથી પોલીસ દ્રારા તપાસ શરૂ કરવામાં આવી છે.પહેલા પોલીસે આત્મહત્યાના સ્થળ પર એફએસએલ સહિતની તપાસ કરી હતી સાથે સાથે સ્યુસાઇડ નોટ પણ કબ્જે લીધી છે.ફરિયાદ દાખલ થયાં બાદ ઇન્ચાર્જ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદે આ કેસની તપાસ માટે સીટની રચના કરી છે.જેમાં ડીસીપી મનોહરસિંહ જાડેજાની અધ્યક્ષતામાં આ સીટ તપાસ કરશે જેમાં એસીપી,એક પીઆઇ અને એક પીએસઆઇને શામેલ કરવામાં આવ્યા છે.

શા માટે કરી આત્મહત્યા ?

સ્યુસાઇડ નોટમાં મહેન્દ્ર પટેેલે કરેલા ઉલ્લેખ પ્રમાણે અમદાવાદના ઓઝોન ગ્રુપ દ્રારા અમદાવાદના બાવળા ખાતે એક પ્રોજેક્ટમાં રોકાણ કર્યું હતું. જે પેટેના 33 કરોડથી વધારે રકમના દસ્તાવેજો ઓઝોન ગ્રુપ દ્રારા કરી દેવામાં આવતા ન હતા.વર્ષ 2007માં બુકિંગ થયા બાદ વર્ષોથી આ વિવાદ ચાલતો હતો.મહેન્દ્ર પટેલે ઉલ્લેખ કર્યો છે કે ઓઝોન ગ્રુપ દ્રારા રાજકીય વગ અને આઇએએસ અને આઇપીએસ સાથે ઘરોબો હોવાનું કહીને ધમકીઓ આપતા હતા.

આ પણ વાંચો : ICC Test Ranking: રવિન્દ્ર જાડેજાએ કરી કમાલ, 2017 બાદ ફરીવાર ટેસ્ટ ઓલરાઉન્ડ નંબર 1 બન્યો

આ પણ વાંચો : Gandhinagar: સત્યાગ્રહ છાવણી ખાતે ભારતીય મજદૂર સંઘના કર્મચારીઓનું આંદોલન

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">