AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારે વરસાદને કારણે ગુજરાતથી મુંબઈ જતી-આવતી અનેક ટ્રેનો સતત બીજા દિવસે પણ કરાઈ રદ, હેલ્પ ડેસ્ક કરાઇ શરૂ

દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્ર-મુંબઈમાં વરસી રહેલા ભારેથી અતિ ભારે વરસાદે, ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચેનો રેલ વ્યવહાર ખોરવી નાખ્યો છે. પુણે થઈને દક્ષિણ ભારત તરફ જતી ટ્રેનને કેટલાક વૈકલ્પિક રૂટ પર ડાયવર્ટ કરાઈ છે. રેલવે દ્વારા અમદાવાદમાં વિશેષ હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યા. જો કે, મોટાભાગની ટ્રેનને રદ કર દેવામાં આવી છે. રદ કરાયેલ ટ્રેનની યાદી જુઓ આ અહેવાલમાં.

ભારે વરસાદને કારણે ગુજરાતથી મુંબઈ જતી-આવતી અનેક ટ્રેનો સતત બીજા દિવસે પણ કરાઈ રદ, હેલ્પ ડેસ્ક કરાઇ શરૂ
Bipin Prajapati
| Edited By: | Updated on: Jul 07, 2026 | 10:43 PM
Share

સતત ભારે વરસાદને કારણે પાણી ભરાઈ જવાથી પશ્ચિમ રેલવેના મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનના વસઈ રોડ, નાલાસોપારા અને વિરાર સેક્શનમાં રેલ ટ્રાફિક પ્રભાવિત થયો છે. મુસાફરોની સલામતી અને સંચાલન જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને, કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે. કેટલીક ટ્રેનને અન્ય રૂટ ઉપર ડાયવર્ટ કરવામાં આવી છે. અસરગ્રસ્ત ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:

રદ કરાયેલી ટ્રેનો

• 19016 પોરબંદર-દાદર એક્સપ્રેસ (તારીખ: 07.07.2026) – રદ. • 19218 વેરાવળ-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ (તારીખ: 07.07.2026) – રદ. • 12941 ભાવનગર ટર્મિનસ-આસનસોલ એક્સપ્રેસ (તારીખ: 07.07.2026) – રદ. • ટ્રેન 12942 આસનસોલ-ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ (તારીખ: 09.07.2026) – રદ. • ટ્રેન નં. 12010 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ (તારીખ: 07.07.2026) – રદ. • ટ્રેન નં. 19255 સુરત-મહુવા એક્સપ્રેસ (તારીખ: 07.07.2026) રદ રહેશે. • ટ્રેન નં. 22946 ઓખા-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ (તારીખ: 09.07.2026) રદ રહેશે. • ટ્રેન નં. 22924 જામનગર-બાંદ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસ (તારીખ: 07.07.2026) રદ રહેશે. • ટ્રેન નં. 19016 પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ (તારીખ: 07.07.2026) રદ રહેશે. • ટ્રેન નં. 12941 ભાવનગર ટર્મિનસ-આસનસોલ એક્સપ્રેસ (તારીખ: 07.07.2026) રદ રહેશે. • ટ્રેન નં. 12942 આસનસોલ-ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ (તારીખ: 09.07.2026) રદ રહેશે. • ટ્રેન નં. 19418 અમદાવાદ-બોરીવલી એક્સપ્રેસ (તારીખ: 06.07.2026) રદ રહેશે. • ટ્રેન નં. 19417 બોરીવલી-વટવા એક્સપ્રેસ (તારીખ: 09.07.2026) રદ રહેશે.

ડાયવર્ટ કરવામાં આવેલ ટ્રેન

• 20495 જોધપુર-હડપસર એક્સપ્રેસ સુરત-પાલધી-જલગાંવ-મનમાડ-દૌંડ કોર્ડ લાઇન-પુણે રૂટ પર દોડશે.

• 22497 શ્રી ગંગાનગર-તિરુચિરાપલ્લી એક્સપ્રેસ (તારીખ: ૦૬.૦૭.૨૦૨૬) સુરત-પાલધી-જલગાંવ-મનમાડ-દૌંડ કોર્ડ લાઇન-પુણે રૂટ પર દોડશે.

આંશિક રીતે રદ કરાયેલી ટ્રેન

• ટ્રેન નં. 19218 વેરાવળ-બાંદ્રા ટર્મિનસ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ (તારીખ: 07.07.2026) અમદાવાદ સ્ટેશનથી ટૂંકી ગતિએ ઉપડશે. રેલવે મુસાફરોને તેમની મુસાફરી શરૂ કરતા પહેલા સત્તાવાર રેલ્વે ચેનલો પરથી તેમની ટ્રેનો વિશે અપડેટ માહિતી મેળવવા વિનંતી કરે છે.

સતત ત્રીજા દિવસે પણ ભારે વરસાદને કારણે પશ્ચિમ રેલવેની સેવાઓ પર અસર જોવા મળી રહી છે. આવતીકાલે અમદાવાદ–મુંબઈ રૂટ પર દોડતી ચાર ટ્રેનો રદ કરવામાં આવી છે, જેમાં મુંબઈ–ઓખા, મુંબઈ–અમદાવાદ, દૂરંતો એક્સપ્રેસ અને બાંદ્રા–ભુજ ટ્રેનનો સમાવેશ થાય છે.

ઉપરાંત ચાર અન્ય ટ્રેનોના સમયપત્રકમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. મુસાફરોને સહાય અને જરૂરી માહિતી મળી રહે તે માટે રેલવે દ્વારા અમદાવાદમાં વિશેષ હેલ્પ ડેસ્ક તેમજ અમદાવાદ ડિવિઝનની હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે.

ભારે વરસાદથી પ્રભાવિત મુસાફરો 079-22147997 નંબર પર સંપર્ક કરીને વધુ માહિતી અને સહાય મેળવી શકે છે.

Breaking News: મુંબઈમાં આભ ફાટતાં ગુજરાત-મુંબઈ રેલવે વ્યવહાર ખોરવાયો, વંદે ભારત અને તેજસ સહિત અનેક ટ્રેનો અધવચ્ચે અટવાઈ

Follow Us
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video
અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video
અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video
નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને
નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
g clip-path="url(#clip0_868_265)">